Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
જીવન જીવનાર આજે દુનિયામાં કોઈ વર્ગ નથી. આનું જતન અને રક્ષણ કરવું તે આપણી અનન્ય ફરજ છે, તેમ માની તેમણે સાધુ સંસ્થાનાં પ્રશ્નમાં રસ લેવા માંડ્યો હતો. તેમના કાને અથડાતી શિથિલાચારની વાત તેમને નજીવી લાગતી હતી. તે માનતા હતા કે સોમાં બે-ચાર માણસો શિથિલ હોય તેથી આખી ઉત્તમ સાધુ! | સંસ્થા વગોવાય તે બરાબર નથી. આથી તેવા થોડા શિથિલ સાધુઓને સારા બનાવવા પ્રયત્ન કરવો. અને
તેમાં સારા ન બની શકે તેવા હોય તેને સમજાવી સાધુપણામાંથી ફારગત કરવા. કેટલાક સમજાવ્યા છતાં iફારગત ન થાય તેવા માથાભારે હોય તેમની સાથે કડક હાથે કામ લઈ તેમને દૂર કરવા. ઉત્તમ સાધુ-સંસ્થાનું વિગોવાય તે ઠીક નથી. આ માટે તેમણે પાછળના વર્ષોમાં ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો. તે માટે કયા સમુદાયમાં! I કોણ માથાભારે છે, તેનાં નામ મેળવ્યાં, અને તેમની સામે કડક હાથે કામ લેવા તે-તે સમુદાયના મુખ્યT - આચાર્યોને મળવાનું રાખ્યું. પણ આ કામમાં મુખ્ય આચાર્યોનો પૂરો સાથ ન મળવાથી તેમણે આ માટે
શ્રાવક-સંમેલનમાં નીમેલી કમિટી બરખાસ્ત કરી. તેમનાં જીવનમાં આ કરવા યોગ્ય કાર્ય નહિ થવાથી ડંખ j હતો પણ તેમાં તે નિરૂપાય હતા.
પૂ. આ વિજય પ્રેમસૂરિ મહારાજની તેમને આ સંબંધમાં ખૂબ પ્રેરણા હતી. તેને લઈને જ તેમણેT Jઆ કામ ઉપાડ્યું હતું. શ્રાવક-સંમેલનમાં એક વગદાર કમિટી નીમી હતી. આ પછી અમદાવાદના અનેT
બહારગામના ખાસ આગેવાનોને તેમણે ત્યાં બોલાવ્યા હતા. અને ક્યા સમુદાયમાં કયા માથાભારે સાધુ છે. તે જણાવી તે સામે પગલાં લેવા વિચાર્યું હતું. અને તે માટે તે-તે સમુદાયના આગેવાન શ્રાવકોને તેમની પાસે મોકલ્યા હતા. આવો એક પ્રસંગ મને યાદ છે તે આ મુજબ હતો : | જીવાભાઈ શેઠને તેમણે પ્રેમસૂરિ મ. પાસે મોકલ્યા. અને તેમની આગળ તેમના સમુદાયના માથાભારે |
સાધુનું નામ સૂચવ્યું. પ્રેમસૂરિ મહારાજ શિથિલાચારને દૂર કરવાના વિચારના હતા, પણ આ સાધુનું નામ I આવતાં તે ચમક્યા. જીવાભાઈને કહ્યું, “આ સાધુ તો ચાલીસ વર્ષનો દીક્ષિત છે. તેની સામે કાંઈ કરવામાં! આવે તો તેના છાંટા ઘણાને-૨૫-પચ્ચીસ જણને ઊડે તેમ છે. માટે આ ન થઈ શકે”. જીવાભાઈ શેઠ પાછા આવ્યા. કસ્તુરભાઈ શેઠને મળ્યા અને કહ્યું કે મહારાજનો આવો જવાબ છે. શેઠ વિચારમાં પડ્યા. જે મને jઆજ સુધી પ્રેરણા આપતા હતા તે જ જો ઢીલા પડે તો કામ કઈ રીતે થાય? આ પછી શેઠે શિથિલાચારને Tદૂર કરવાનો પોતાનો જે વિચાર હતો તે માંડી વાળ્યો.
પરંતુ પ્રેમસૂરિ મહારાજે આ વાત તેમના ભક્તો દ્વારા જાણી ત્યારે તેમને દુઃખ થયું. તેમણે મનેT ! બોલાવ્યો, અને કહ્યું, “શેઠ શિથિલાચાર દૂર કરવાનો વિચાર માંડી વાળવાનું રાખે નહીં. આ કામ કરવાનું ' જેવું છે. હું તેમને સાથ આપવા તૈયાર છું. આ પછી હું શેઠને લઈને પ્રેમસૂરિ મને મળ્યો. રૂબરૂ વાત ' કરાવી. શેઠે તેમને કહ્યું. “સાહેબ ! આપ ઘડીકમાં તૈયાર થાઓ અને ઘડીકમાં ઢીલા પડો તે કામ ન આવે.'
તમે આ કામ માટે મને લેખિત આપો તો જ આગળ-વધાય” મહારાજ લેખિત આપવા તૈયાર થયા. તેમણે દિશાપોરવાડના ઉપાશ્રયે મારી અને શેઠની રૂબરૂમાં લખાણ તૈયાર કર્યું. પણ સહી વખતે મને બોલાવી કહ્યું,T |“મફતલાલ ! જ્ઞાનમંદિરમાં અમારા સાધુ હિમાંશુવિજય અને હેમંતવિજયજી છે તેમને જણાવી સહી કરું તો! | ઠીક લાગે”. શેઠે કહ્યું, “ભલે.” અને શેઠ ઊભા થયા. ત્યારબાદ બીજા દિવસે મહારાજે ભક્તો દ્વારા પ્રયત્ન ' કર્યો પણ તેમને હિમાંશવિજયજી અને હેમંતવિજયજીનો ટેકો ન મળ્યો. તેમણે મને બોલાવ્યો અને કહ્યું, j “આ બે સાધુ લેખિત લખાણ આપી સહી કરવાની ના પાડે છે. તમે તેમને મળો અને સમજાવો”. મેં કહ્યું Iકે તમારા બન્ને ચેલા છે, છતાં જે તમને ના પાડે છે તે મારું થોડું જ માનવાના છે? આમ છતાં તમે મારી
=============================== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
- - - - - -- - -- - - - - -
[૧૮૧]
=
=
=
=
|
|
|
-