Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
ભગુભાઈ શેઠનો ધંધો શરાફનો, તે ઉપરાંત કાપડનો હતો. તેમાના કુટુંબમાં તેઓ મોટા અને આખા | કુટુંબને માન્ય પુરુષ હતા. અમદાવાદ શહેરમાં કૌટુમ્બિક કે વ્યવહારિક કોઈ પણ મુશ્કેલી હોય તો તેમની | સલાહ લેવામાં આવતી. અને તેઓ બહુ જ સમજણપૂર્વક સલાહ આપતા અને દરેક માણસને વડીલ તરીકે પ્રેમ આપી તેને હૂંફ આપતા. જૈન સંઘમાં અને ખાસ કરીને અમદાવાદના સંઘમાં દરેક બાબતમાં તે પૃચ્છાયોગ્ય પુરુષ હતા. તેમનો સ્વભાવ ધીર ગંભીર શાંત અને ડાહ્યો હતો. સાધુભગવંતો પણ તેમની સલાહ |લેતા. તેમની સાથેનો મારો સંબંધ ખૂબ જ ગાઢ હતો. રોજ કોઈને કોઈ કામે તેઓ મને બોલાવતાં. ઉનાળામાં |ડુમ્મસ વિગેરે ઠેકાણે મહિના-માસ માટે આરામ કરવા જતા ત્યારે પણ મને અનુકૂળ હોય તો સાથે લઈ| જવાનો આગ્રહ રાખતા અને હું પણ અનુકૂળતા પ્રમાણે તેમની સાથે જતો.
તેઓ તેમના જીવનકાળનાં છેલ્લાં વર્ષોમાં ખૂબ સાવધાન હતા. તેમને લાગ્યું કે હવે જીવન લાંબું ચાલે તેમ નથી ત્યારે તેમણે એક-એક વહીવટમાંથી રાજીનામું આપ્યું. પોતાની મિલ્કતમાંથી પણ તેઓ છૂટા |થયા અને જેમના નામે કરવાની હતી તે કરાવી નિવૃત્ત થયા. ધર્માદામાં અને શુભ કાર્યમાં આપવાની રકમ | તેમણે જ્યાં જ્યાં આપવાનું નક્કી કર્યું હતું ત્યાં ત્યાં આપી દીધી. તેમની સેવા કરનારાઓને ઇનામ કે મદદ | કરવાની હતી, તે પણ બોલાવી આપી. દીધી. તે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી હતા. છેલ્લે પેઢીમાંથી રાજીનામું આપ્યું. આ રાજીનામા વખતે કસ્તુરભાઈ શેઠ હાજર ન હોવાથી બીજા ટ્રસ્ટીઓએ મંજૂર ન કર્યું. શેઠ આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. ત્યારે ભગુભાઈ શેઠે કહ્યું, “મારા જીવનનો ભરોસો નથી. શેઠની હું ।રાહ જોઈ શકું નહિ. મારું રાજીનામું પાસ કરો. હું પેઢીના ચેકો કે કોઈ વહીવટમાં સહી કરવાનો નથી”. ફરજિયાત પેઢીનાં બીજા ટ્રસ્ટીઓને તેમનું રાજીનામું પાસ કરવું પડ્યું.
1
તેમનો છેલ્લો અંતિમકાળ ખૂબ જ અનુમોદનીય હતો. બપોરે ૩-૦૦ વાગ્યાનો સમય હશે. શેઠના ત્યાંથી મને બોલાવવામાં આવ્યો. હું ઘુસાપારેખની પોળેથી તેમના ઘરે ગયો. તે સ્વસ્થ હતા. પણ ગભરામણ હતી. તેમણે કુટુબના બીજા સભ્યો ભોગીલાલ સુતરીયા વિગેરેને બોલાવ્યા. બધાને મિચ્છામિ દુક્કડમ દીધો. |થોડા વખત પછી સુતર મહાજન દવાખાનાના ડૉક્ટર આવ્યા. તેમણે તપાસી દવાની ગોળી આપી. શેઠે દવા | Iલેવાની ના પાડી. ડૉક્ટર ગયા. ત્યારબાદ શેઠે ચૈત્યવંદન કર્યું. સંથારાપોરસી ભણાવી. પુણ્યપ્રકાશનું સ્તવન ! સાંભળ્યું. ફરી મિચ્છામિ દુક્કડમ દીધો. ચારે આહારનાં પચ્ચકખાણ કર્યાં. ખૂબ સ્વસ્થતાપૂર્વક જરા પણ વેદના અનુભવ્યા વિના આંખો મરડી અને દેહ છોડ્યો.
આવું મૃત્યુ મેં કોઈનું જોયું નથી. સ્ટેશને જવા માટે માણસ જેમ તૈયાર થાય તેમ તે પરલોક સીધાવ્યા. હું Iતે સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેમણે તમામ વહીવટોમાંથી રાજીનામાં આપી દીધા હતાં. સુકૃત કરવાનું જે કાંઈ! હતું, તે તેમણે હાથે કર્યું હતું. પુત્રો કે પરિવારને કરવાનું બાકી રાખ્યું ન હતું. ખૂબ સ્વસ્થ ચિત્તે તેઓ સ્વર્ગવાસી બન્યા.
તેમના મૃત્યુથી અમદાવાદ શહેરે ડાહ્યો નાગરિક અને જૈન સંઘે શાસનહિતૈષી પુરુષ અને તેમનાં કુટુંબે તેમનો મોભ ગુમાવ્યો. તેઓ શ્રીયુત ચીમનભાઈના મૃત્યુથી સાવધ થઈ ગયા હતા. તેમણે મને કહ્યું હિતું કે ‘‘ચીમનભાઈ મારાથી દસ-પંદર વર્ષે નાના હતા. અને અચાનક માંદગીમાં પટકાયા. ભાન ગુમાવ્યું. દિવસો હેરાન રહી ગુજરી ગયા. મારે તે જોઈ ચેતવું જોઈએ અને જીવનની બધી પ્રવૃત્તિ સમેટવી જોઈએ'. એમ કહી તેમણે તેમનાં જીવનને ખૂબ વિચારપૂર્વક સમેટી લીધું. તેમનું જીવન ખૂબ આદર્શરૂપ હતું.
૧૮૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા