Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
| જ્ઞાનમંદિરના દરવાજે ચોકિયાત બેઠો. ત્યાં રહેલા સાધુઓએ વિરોધ કર્યો. ‘‘આ અમારું મકાન છે. કોઈને એમાં માથુ મારવાનો હક્ક નથી” એમ કહ્યું. પણ ચોકિયાતે જવાબ આપ્યો કે પેઢીનાં મેનેજરના હુકમથી હું અહીં બેઠો છું.
સાધુ મેનેજરને મળ્યા. મેનેજરે શેઠનું નામ સૂચવ્યું. સાધુએ પોલિસમાં ફરિયાદ કરી કે “અમારું મકાન છે. તેમાં કોઈને ડખલ કરવાનો હક્ક નથી”. પોલિસ આવી. મેનેજરને ગેટ ઉપર લઈ ગઈ. આ સમાચાર શેઠને પહોંચાડ્યા. શેઠે પોલિસ કમિશ્નરને ટેલિફોન કર્યો. બધી વિગત સમજાવી. પોલિસે મહારાજનેI જ્ઞાનમંદિરમાંથી બહાર કાઢ્યા, અને કહ્યું કે ‘“તમે સાધુના આચારમાં નથી. ગૃહસ્થનાં કપડાં પહેરી લો. તમને બેડી પહેરાવી દોરડું બાંધી બધે ફેરવવામાં આવશે.” સાધુ કરગર્યા. કપડાં પહેરી વિદાય થઈ ગયા. પેઢીએ મકાનનો કબ્જો લઈ લીધો. ઝવેરીવાડમાં આ કૌંભાંડ બંધ થયું.
શેઠ સાધુઓ અને ધર્મના રાગી હોવા છતાં કોઈ માથાભારે અને સાધુજીવનથી વિરુદ્ધ વર્તનારની શેહશરમ કે દબાણમાં આવી ખોટું ચલાવી લેવાના મતના ન હતા. પણ આ કરતાં પહેલાં પોતાનો અધિકા૨ છે કે નહિ અને એ કરવાથી શું પિરણામ આવશે તેનો વિચાર કરી કરતા.
(૫)
કસ્તુરભાઈ શેઠનું સ્થાન સારાયે ભારતભરના જૈન સંઘોમાં અજોડ હતું. અમદાવાદના નાગરિકોમાં પણ તેમનું સ્થાન ખૂબ વિશિષ્ટ હતું. તેમની મહેનત અને દૂરંદેશીથી અમદાવાદમાં કેળવણીની સંસ્થાઓ, કોલેજો થઈ છે. તેમણે વર્ષે-વર્ષે લાખો રૂપિયાનું દાન આપી એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજો વિગેરે ઊભી કરી છે. તેમજ તેમની પ્રેરણાથી બીજા ગૃહસ્થો દ્વારા પણ ઘણી કોલેજો અને કેળવણીની સંસ્થાઓ સ્થપાઈ છે. જૂનો પ્રેમાભાઈ હોલ તેમના જ પૈસાથી આધુનિક નવીન ઢબનો બન્યો છે. છતાં આ હોલનું નામ તેમણે | તે જ રાખ્યું છે. પોતાના નામનો કોઈ મોહ રાખ્યો નથી.
કેળવણીની સંસ્થાઓ ઉપરાંત વ્યાપારી મહાજનોની પ્રતિષ્ઠા જૈન સમુદાયમાં ઊભી કરવા તેમણે વ્યાપારી મહામંડળની સ્થાપના કરી છે. અને તે ગુજરાતનાં જુદા જુદા શહેરોનું પ્રતિનિધિત્વ આપી તેને પ્રતિષ્ઠિત બનાવ્યું છે. આ ગુજરાત વ્યાપારી મહામંડળ માટે તેનું પોતાનું મકાન કરવાનું વિચારાયું. તેની । મિટિંગ ખાનપુરમાં મંડળના ભાડાનાં મકાનમાં મવી. તે વખતે મંડળના પ્રમુખ અમૃતલાલ હરગોવિંદદાસ શેઠ હતા. તેમાં બીજા ઠરાવો સાથે બે ઠરાવ મહત્ત્વના થયા. એમાં એક ઠરાવ મંડળ માટે ગામમાં જમીન લઈ1 મકાન બાંધવાનો અને બીજો ઠરાવ ઇન્કમટેક્ષ જે સરકાર અગાઉથી ઉઘરાવે છે તે પછીથી ઉઘરાવવાનો થયો.. આ મિટિંગ બરખાસ્ત થયા બાદ શેઠ અને અમૃતલાલ શેઠ મળ્યા. તેમણે આ ઠરાવની વાત કરી. કસ્તુરભાઈ, શેઠે કહ્યું, ‘‘આ બંને ઠરાવ મને વાજબી લાગતા નથી. મકાન શહેરમાં બાંધવાનો વિચાર બરાબર નથી. શહેર દિવસે-દિવસે વિકસિત થતું જાય છે. શહેરમાં પાર્કીંગની અને બીજી મુશ્કેલીઓ નડશે. માટે મકાન/ | બાંધવું હોય તો તે શહેર બહાર એલિસબ્રીજ એરિયામાં બાંધવું જોઈએ. બીજો ઠરાવ ઇન્કમટેક્ષ અંગેનો છેI તે પણ બરાબર નથી. કેમકે કમાયા પછી આગલા વર્ષના હપ્તા ભરવા હશે તો સહેલાઈથી ભરી શકાશે. I પછીથી ભરવામાં ઘણી મુશ્કેલી નડશે'.
અમૃતલાલ શેઠે કહ્યું, ભલે. આ ઠરાવ કરવાનો વિચાર ઊભો રાખ્યો. પણ બધાની સંમતિ લઈ
[૧૭૭
જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય]