Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 185
________________ |લીધી અને શેઠના કહેવા મુજબ અમલ કર્યો. શેઠ જાણતા હતા કે અમદાવાદ શહેર ધીમે ધીમે ખૂબ વિકસશે. I Iએટલે એમણે વ્યાપારી મહામંડળના મકાન એલિસબ્રીજ એરિયામાં બાંધવાનું જણાવ્યું. તેમજ કેળવણીની કોલેજો માટે ખૂબ વિશાળ જગ્યાઓ ખરીદાવી. અમદાવાદમાં આ કોલેજો જે બહાર ખૂબ વિકસી છે તે શેઠની દીર્ઘદષ્ટિનું પરિણામ છે. અમદાવાદમાં પહેલાં માત્ર ગુજરાત કૉલેજ હતી. આજે વિવિધ વિષયોની ઘણી કૉલેજો થઈ છે. તેમાં શેઠે પોતાનાં દાન ઉપરાંત બીજાઓનું પણ મોટું દાન મેળવ્યું છે. (૬) વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલન પછી શેઠ માણેકલાલ મનસુખભાઈએ પાલિતાણાનો છ'રી પાળતો મોટો સંઘ કાઢ્યો. આ સંઘ નીકળતાં પહેલા અમદાવાદમાં ભવ્ય વરઘોડો નીકળ્યો. તે વખતે દેશી રજવાડાઓ હોવાથી આ વરઘોડામાં દેશી રજવાડાના રાજાઓ, પ્રભાશંકર પટણી વગેરે તેના પ્રધાનો અને ભારતભરનાં İજુદા જુદા શહેરોના જૈન સંઘના આગેવાનો હતા. આ વરઘોડો ખૂબ ભવ્ય હતો. તેમાં યાત્રિકોની પણ ખૂબ |મોટી સંખ્યા હતી. સંઘનો પહેલો મુકામ સરખેજ થયો. યાત્રિકો અને દર્શનાર્થે આવેલ માણસો ઘણા હોવાથી |સંઘ જમણ વિગેરેની વ્યવસ્થા બરાબર થઈ નહિ. પીરસનારાઓની વ્યવસ્થા ન હોવાતી ભોજનસામગ્રીમાં I પડાપડી થઈ. આ પછી બીજો મુકામ જે ગામે થયો, તે ગામ કસ્તુરભાઈ શેઠના વહીવટવાળું હતું. સંઘનું જમણ કસ્તુરભાઈ શેઠે આપ્યું હતું. તેમણે મિલના માણસો અને પોતાના સગા સ્નેહીઓને સંઘની આગતા સ્વાગતા માટે હાજર રાખ્યા હતા. દરેક યાત્રાળુ અને દર્શનાર્થી સારી રીતે જમી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. સંઘની ભક્તિ કેવી રીતે થાય તેનું ઉદાહરણ તેમણે બતાવ્યું હતું. ત્યારપછી સંઘ ઉત્તરોત્તર બીજાં સ્થળોને પસાર કરતો પાલિતાણા પહોંચ્યો. સંઘનાં ભવ્ય સામૈયાં થયાં. આ સંઘમાં ચાંદીનું દેરાસર હતું. ચાંદીનો રથ હતો. સંઘનો પડાવ થતો ત્યારે જાણે એક શહેર વસ્યું હોય તેવો દેખાવ હતો. (6) તિથિ-ચર્ચાના પ્રસંગમાં વૈઘનો ચુકાદો આવ્યા બાદ રામચંદ્રસૂરિજી મ. તરફથી વીરશાસન પેપરમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ‘‘કસ્તુરભાઈ શેઠે લાવેલા નિર્ણયને અનુસરીને અમારું પંચાગ બહાર પાડવામાં આવનાર છે. અને તેને અનુસરીને પર્વતિથિની વ્યવસ્થા તે પંચાગમાં દર્શાવાઈ છે”. આ જાહેરાતને લક્ષમાં İલઈ જૈન ધર્મ પ્રભાવક સમાજની એક મિટિંગ શ્રીયુત ચીમનલાલ મંગળદાસના ત્યાં ફતાસા પોળમાં મળી. ।તેમાં એવો નિર્ણય થયો કે આપણું એક ડેપ્યુટેશન કસ્તુરભાઈ શેઠને મળવા જાય. આ ડેપ્યુટેશનમાં ચીમનલાલ | મંગળદાસ, અમૃતલાલ કાળીદાસ દોશી જામનગરવાળા, જેશીંગભાઈ સાંકળચંદ, પોપટલાલ ધારશીના મેનેજર સંઘવી ત્ર્યંબકલાલ અને મારે જવાનું હતું. શેઠને મળવા જવાનો ટાઈમ રવિવારના બપોરના ચાર વાગ્યાનો રાખ્યો. ચાર વાગ્યે અમે બધા ચીમનલાલ મંગળદાસના ઘેરથી નીકળ્યા. પણ અમૃતલાલ કાળીદાસ દોશી, જેશીંગભાઈ સાંકળચંદ વિગેરે કોઈને કોઈ કામનું બહાનું કરી છટકી ગયા. હું સંઘવી અને ચીમનભાઈ રહ્યા. |અમે ત્રણ જણ ચીમનભાઈની ગાડીમાં શાહીબાગ શેઠના બંગલે ગયા. રસ્તામાં સંઘવીએ મને કહ્યું, “પંડિત ! હું |શેઠ સાથે હું વાત કરીશ.” મેં કહ્યું, “ભલે”. ૧૭૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238