Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
એવી સ્થિતિ સર્જાતી કે મારે કાં તો શિક્ષક મંડળમાંથી કાં તો રાજનગરની કમિટીમાંથી નીકળી જવું પડે. આ| |માટે સમતોલ થવામાં ઘણી મુશ્કેલી પડતી.
એક વાર રાજનગર ઇનામી પરીક્ષાની મિટિંગ મળી. તેમાં મેં એક વાત એવી મૂકી કે “ચીમનલાલ નગીનદાસની બોર્ડિંગના વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને આમાં રસ લેતા કરવા માટે આપણે તેના સંચાલક માણેકબેન અને ઇન્દુમતી બેનને આ સંસ્થામાં રસ લેતા કરવા જોઈએ.” તે માટે આJ વર્ષની પરીક્ષાઓ લેવાય તેનો ઇનામી મેળાવડામાં માણેકબેનના હસ્તે ઈનામો વહેંચાય તેવું કરવું જોઈએ.” | મારી આ વાત કમિટીના સભ્યોને પસંદ પડી. તેમણે કહ્યું, “આપણી કમિટી માણેકબેનને વિનંતી કરે અને આ વખતે ઇનામો તેમના હસ્તે વહેંચાય તેવું કરીએ.
એ મુજબ મયાભાઈ શેઠ, ગિરધરભાઈ, અમુભાઈ રતનચંદ વિગેરે સાથે હું ખાનપુર માણેકબેનના બંગલે ગયા. તેમને ઇનામો તેમનાં હસ્તક વહેંચાય તેવી વિનંતી કરી. માણેકબેને કહ્યું, “હું કશામાં રસ લેતી! | નથી. અને મારા હાથે ઇનામો વહેંચવાનું રહેવા દો. સી.એન. બોર્ડિંગનાં વિદ્યાર્થીઓ તમારી ઇનામી, : પરીક્ષામાં રસ લેતા થાય તેમ કરશું. પણ મારા હાથે ઇનામ વહેંચવાનું રહેવા દો.” ઘણા આગ્રહ પછી તે jમૌન રહ્યા. એટલે આ કમિટીના સભ્યોએ માન્યું કે એટલે તેમને કબૂલ છે. તેઓ ત્યાંથી ઊઠ્યા અને Tમેળાવડાની મોટા પ્રમાણમાં તડામાર તૈયારી શરૂ કરી.
(૪)
આ મેળાવડામાં એવો કાર્યક્રમ રાખેલો કે અમદાવાદની પાઠશાળાના ધાર્મિક ભણતા બધા વિદ્યાર્થીઓ 1 હઠીભાઈની વાડીએ જાય. ત્યાં સ્નાત્ર પૂજા ભણાવે. સવારનો નાસ્તો પાણી કરે. પછી ભગુભાઈના વંડે | ચતુર્વિધ સંઘની મોટી સભા થાય. આમાં આ. ભગવંતો અને આગેવાનોનાં વક્તવ્યો થાય. અને એ સભામાં |
માણેકબેનના હસ્તે ઇનામો વહેંચાય. બપોરે બધાં બાલક બાલિકાઓને જમણ આપવામાં આવે. અને જમણી | બાદ વકતૃત્વ હરિફાઈ યોજાય. રાત્રે વસ્તુપાલ તેજપાલના પ્રસંગનો એક ડાયલોગ-નાટ્યપ્રયોગ ભજવાય.' : આ બધું નક્કી થયું.
તે મુજબ સવારે હઠીભાઈની વાડીએ દર્શનં વિગેરેનો પ્રોગ્રામ યોજાયો. અને ભગુભાઈનાં વડે નવાં વાગે ચતુર્વિત સંઘની સભાનું આયોજન થયું. આ પ્રસંગે સાગરજી મ., નીતિસૂરિ મ. વિગેરે અહીં બિરાજતા, હોવાથી તેઓને પધારવાનું આમંત્રણ અપાયું.
સભા શરૂ થાય તે પહેલા માણેકબેનને બોલાવવા જવા માટે મને કહેવામાં આવ્યું. પણ હું કામમાં | ગૂંથાયેલ હોવાથી ભગવાનજી કપાસીને મોકલ્યા. માણેકબેને કહ્યું કે, “મફતલાલ પંડિત નથી આવ્યા?"i Iકપાસીએ કહ્યું કે “તે કામમાં રોકાયેલ હોવાથી નથી આવ્યા. હું આવ્યો છું.” માણેકબેનની ઇચ્છા હતી કેT . આ સભામાં બોલવાનું ભાષણ તેમણે તૈયાર કર્યું હતું તે મને વંચાવવું હતું પણ તે ન બન્યું.
-- સભા શરૂ થઈ. સાગરજી મ., નીતિસૂરિ મ. વિગેરે આ. મહારાજો આવી ગયા. આગેવાન ગૃહસ્થો, પણ આવી ગયા. માણેકબેન પણ આવી ગયાં. સાગરજી મહારાજે શ્રુતજ્ઞાન ઉપર થોડું બોલ્યા બાદ બકુભાઈI =============================== રાજનગર ઇનામી પરીક્ષા]
[૧૬૯