Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
રાખવાનો વિચાર કર્યો. અને તે સિવાય પણ બીજી વિશેષ પ્રતિમાઓ ભરાવી હતી, તેની અંજનશલાકા| | કરાવી પરોણાગત તરીકે ભોંયરામાં રાખવાનો વિચાર કર્યો.
આ વખતે હું પાલિતાણા હતો. આવડી મોટી પ્રતિમાનો તે વખતે સોંઘવારીનો વખત હોવાથી ફક્ત ૩૫૦ રૂા. ખર્ચ આવ્યો હતો. મેં મહારાજશ્રીને વિનંતી કરે કે મારા આર્થિક સંજોગો તો સાધારણ છે પણ જો આ પ્રતિમાજીઓ કોઈને આપવાના હો તો તેમાંથી મને એક આપશો. હું તેના નકરાના ૩૫૦ રૂ।. આપી I દઈશ. મેં એ ચાર પ્રતિમા પૈકી એક પ્રતિમા રાખી. આ પ્રતિમાનું અંજનશલાકા વખતે તેમણે મૃગનું લાંછન| | કોરાવી શાંતિનાથ ભગવાન નામ રાખ્યું. આજે પણ તે પ્રતિમા ભોયરાંમાં પેસતાં જ મૂળનાયક તરીકે બિરાજે! છે. મારા જીવન માટે તે એક અમૂલ્ય લાભ છે.
આ પ્રતિમાના સ્થાપનથી હું અને મારું કુટુંબ જ્યારે જ્યારે પાલિતાણા જઈએ છીએ ત્યારે અચૂક એકાદ દિવસ વધુ રોકાઈ તે પ્રતિમા ભગવંતની પૂજા કરવાનું ચૂકતા નથી.
આગમમંદિરની પ્રતિષ્ઠા થયા ૨૦-૨૫ વર્ષ પછી આગમ મંદિરના ટ્રસ્ટીઓને લાગ્યું કે ભોંયરામાં! સ્થાપન કરેલી પરોણા દાખલ તરીકે રાખેલી પ્રતિમાઓ, જો કોઈને બહારગામ લઈ જવી હોય આપવાનીI શરતે રાખી હતી. પણ ઘણા વખતથી કેટલીક પ્રતિમાઓ ભોંયરામાં રહેલી છે. કોઈ બહારગામ લઈ ગયું નથી. તો નકરાથી જેને જોઈએ તેને પ્રતિમાઓ આપી તેની પ્રતિષ્ઠા કરાવી લેવી. આ નિર્ણયની મને મોડી જાણ થઈ અને મારા નામે અંજનશલાકા કરાવેલી પ્રતિમા બીજા ભાઈના હાથે પ્રતિષ્ઠિત થઈ ગઈ. આમાં । છતાં ત્યાં રહેલી પ્રતિમાઓને પ્રતિષ્ઠા કરવાનું અને નકરાથી જુદી જુદી વ્યક્તિને સોંપવાનું કામ શ્રીયુત | રતિલાલ નાથાલાલને પેઢીના ટ્રસ્ટીગણે સોંપેલું હોવાથી મેં તેમની દ્વારા ભોયરાંમાં રહેલ મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. જે પ્રતિમા શાંતિનાથ ભગવાનની સામેના જ ગોખલામાં છે. આમ, શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવવાનો અને મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મને જે મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય માનું છું. કારણ કે પાલિતાણામાં આવો લાભ મળવો મુશ્કેલ છે. આવો લાભ સાગરજી મ.ની । મારી ઉપ૨ની કૃપાનું ફળ છે.
(૭/૪)
પાલિતાણા આગમમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાનું મુહૂર્ત નીકળ્યું અને તેને અનુસરી આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી. આ પત્રિકાઓ કાઢ્યા બાદ આ મુહૂર્ત બરાબર નથી, આ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે તો ઘણો અનર્થ થશે. આવી વાતનો તે વખતે પાલિતાણામાં રહેતા ખતરગચ્છીય | યતિ લક્ષ્મીચંદજી દ્વારા ખૂબ ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રચારને લીધે આગમમંદિરના ટ્રસ્ટીઓ ક્ષુબ્ધ| બન્યા. તેઓ મહારાજશ્રીને (સાગરજી મ.) મળ્યા, અને કહ્યું કે “સાહેબ ! મુહૂર્ત માટે શંકા બતાવવામાં! આવે છે તો વિચાર કરો. મહારાજના મગજમાં એક વાત નિશ્ચિત રૂપે બેસી ગઈ હતી કે આ લક્ષ્મીચંદના વિરોધની પાછળ રામચંદ્રસૂરિનો હાથ છે અને તે જ આ બધું કરાવે છે. એટલે ટ્રસ્ટીઓને કહ્યું કે ગભરાઓ નહીં ! સૌ સારાં વાનાં થશે. ખોટા પ્રચારથી શંકાશીલ ન બનો.
ટ્રસ્ટીઓ અને મહારાજ વચ્ચે અંતર ઊભું કરવામાં બીજો એક પ્રશ્ન એ હતો કે મહારાજશ્રી આ અંજન શલાકામાં જે પ્રતિમાઓની અંજનશલાકા કરાવવાની હતી તે પ્રતિમાઓને કંદોરો કરાવવાની તરફેણમાં
આગમ મંદિર]
[૧૯૧