Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
૭. આગમ મંદિર
(૧) પૂ.આ સાગરાનંદસૂરિ મહારાજ પાલિતાણા હતા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે આગમનાં Tગ્રંથો પ્રતાકારે તો બધા છપાઈ ગયા છે. પણ આ કાગળમાં છાપેલા ગ્રંથી કોઈ આસમાની સુલતાનીમાં નાશી Jપામે ત્યારે કોઈ પથ્થર કે તામ્રપત્રમાં કરાયેલા હોય તો વધુ સારું. આ માટે તેમણે આરસમાં ૪૫ આગમ ગ્રંથોને કોતરાવાનો વિચાર કર્યો. પણ સાથે સાથે એ પણ વિચાર્યું કે આ કોતરાવેલા આગમગ્રંથો કોઈ એક
સ્થળે ઈમારતમાં ચોંટાડીશું તો કોઈ દર્શનનો લાભ લેવા નહિ આવે. આ માટે કોઈ ભવ્ય દેરાસરની વ્યવસ્થા Iકરી હોય અને તેની ભીંતમાં આ આગમગ્રંથો કોતરાવ્યા હોય તો દેરાસરના હિસાબે આ આગમ ગ્રંથોનો સહુ Iકોઈ લાભ લેશે.
આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે વિચાર કર્યો. તે માટે તેમને પાલિતાણા જ વધુ યોગ્ય લાગ્યું. કેમકે ગામેગામના સંઘો પાલિતાણામાં દર્શન માટે આવે અને દેરાસરની સાથે આગમનાં પણ દર્શન jકરે. આમ કરવાથી આગમ પ્રત્યેની ભક્તિ સચવાઈ રહેશે તેમ વિચાર્યું. ! પાલિતાણાની સ્થિરતા દરમ્યાન તેમણે જમીનની શોધ કરી અને તળેટીને અડીને જ તેમણે વિશાળ ! જમીન શ્રાવકો દ્વારા ખરીદાવી. આ માટે તેમણે જુદી જુદી વ્યક્તિઓના અભિપ્રાયો લીધા.
વિ.સં. ૧૯૯૩માં પૂ. સાગરજી મ. અને પૂ. નેમિસૂરિ મ.નું ચાતુર્માસ જામનગરમાં સાથે થયું. પૂ. I 'નેમિસૂરિ મ. સાથે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈને સારો સંબંધ હોવાથી તેઓ જામનગર) 'નેમિસૂરિ મ. પાસે આવતા. તેમણે તેઓને વાત કરી. નગરશેઠે એક પ્લાન એવો તૈયાર કરાવ્યો જેમાં! ચારેબાજુ ફરતો કોટ રાખી વચ્ચે સ્વસ્તિકના આકારમાં દેરાસરનું સંકુલ ઊભું કરવું. તેમાં એક પાંખડીમાં છ અને પાંચ દેરી, બીજી પાંખડીમાં પણ તે પ્રમાણે છે અને પાંચ દેરી, આમ ચાર પાંખડીમાં મળી કુલ ૪૪i દેરીઓ અને મોટું દેરાસર આમ ૪૫ આગમનાં ૪૫ દેરાં થાય. આકાશમાં ઊંચે એરોપ્લેન પસાર થાય ત્યારે 1 |પૃથ્વી પર મોટો ૪૫ દેરાના સંકુલવાળો સાથિયો પથરાયેલો દેખાય. આ દેરાઓમાં ૪૫ આગમો આરસમાં | કોતરાવી ચોંટાડવાનો પ્લાન તેમણે તૈયાર કરી પોપટલાલ ધારશીભાઈને આપ્યો. શરૂઆતમાં તો આ વાત! ઠીક લાગી. પણ પછી વિચારતા સાગરજી મ.ને તે વાત ગમી નહિ. તેમણે તો એ વિચાર કર્યો કે વચ્ચે ચાર શાશ્વત ભગવાનોથી પ્રતિષ્ઠિત થયેલ દેરાસર રાખવું. અને ભમતીમાં ૨૦ વિહરમાન ભગવાન અને ૨૪ jતીર્થકર ભગવાન એમ ૪૪ ચૌમુખજીની પ્રતિમાઓ ભરાવી, સ્તંભ ઉપર સ્થાપી, ઉપર આરસમાં કોતરાયેલાં |
આગમો ચોંટાડવાં. છે તે વખતના પ્રસિદ્ધ સોમપુરા મિસ્ત્રીઓને તેમણે બોલાવ્યા. આ વાત તેમને કરી. તેમની પાસે પ્લાન તૈયાર કરી પ્રભાશંકર મિસ્ત્રીને આ કામ સોંપ્યું. પ્રભાશંકર મિસ્ત્રી તે વખતના સર્વ સોમપુરા મિસ્ત્રીઓમાં મુખ્ય ગણાતા હતા અને શિલ્પશાસ્ત્રના સારા જાણકાર હતા. આ પ્રભાશંકર મિસ્ત્રીએ સરકાર તરફથી સોમનાથ | મહાદેવનો જીર્ણોદ્ધાર હતો. તેમજ અમદાવાદ ગાંધીનગરની રચના પાછળ પણ તેઓ સરકારના ખાસT સલાહકાર હતા. ======
================== ૧૫૮]
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા -- - - - - - - - - - - - - - - - - - - - --