Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|
આ પછી ગોડીજીના ઉપાશ્રયે (મુંબઈ) એક સભા બોલાવાઈ અને અમદાવાદના પગલે ત્યાં પણ અમારું બહુમાન કર્યું. ચુકાદાની પ્રશંસા સાથે તેમાં સાથ આપનાર ભોગીભાઈ શેઠ વિગેરેની પણ પ્રશંસા કરી.! અને ધર્મસાગરજી મ. ને તો ખૂબ-ખૂબ બિરદાવ્યા.
(૧૨) પૂ. ધર્મસાગરજી મ. આ કેસ દરમ્યાન જે કાંઈ ખર્ચ થાય તે ખર્ચ તેઓ ઇન્દોરની પેઢી દ્વારા કરતા હતા. પણ તે પાછો બીજેથી મેળવીને પેઢીને પરત કરતા હતા. આમ, આ ખર્ચ સુપ્રીમમાં લગભગ ૧૮000નો થયેલો, તે ભેગા કરવા માટે મને કહ્યું કે કસ્તુરભાઈ શેઠ ચુકાદાની પ્રશંસા કરે છે તો તેમની! ' દ્વારા આ ૧૮૦૦૦ રૂ. મેળવી લેવા પ્રયત્ન કરો.
શેઠને મળ્યો. શેઠને કહ્યું, સુપ્રિમમાં લડવામાં ૧૮000 રૂ.નો ખર્ચ થયો છે. આપણે પૈસા ભેગા Iકરવાના છે. શેઠે મને કહ્યું “ટીપ કરો. મારા ૫૦૦ રૂા. લખી લો અને આગળ ચાલો”. મેં કહ્યું, “તમારા I૫00 લખે આ ટીપ ક્યારે પૂર્ણ થાય ?” તેમણે મને જવાબ આપ્યો : “તમે અમદાવાદમાં ઘણા વખતથી!
કામ કરો છો. ઘણાના પરિચયવાળા છો. એક પૈસા લખાવે તેવા આગેવાનોનું લિસ્ટ કરો. અને બધાને ત્યાં : ફરી વળો. જે આપે તેના લો. અને ના આપે અને તમને ૧૮૦૦) માં જેટલાં ખૂટે તેટલા તમારે મારી i પાસેથી લઈ જવા”. મેં તેમની સમક્ષ લિસ્ટ તૈયાર કર્યું. અને ફરવા માંડ્યું. જણાવતા આનંદ થાય છે કેj
બધાના પૈસા ભરાઈ ગયા અને ૧૮૦૦૦ રૂા. પૂરા થઈ ગયા. શરૂઆતમાં કેટલાકે આનાકાની કરેલી ત્યારે Jતેમને મેં કહેલું કે આ લિસ્ટ શેઠે તૈયાર કર્યું છે, અને તેમણે કહ્યું છે, જે ના આપે તેના નામ આગળ ચોકડી!
કરી આગળ ચાલશો. તમે ના આપો તેનો વાંધો નહિ પણ તમે પછી ન કહેશો કે તમે આ વાત કેમ ન કરી.' . ટૂંકમાં શેઠના નામથી આ અમારી ટીપ ભરાઈ ગઈ. તે બધા પૈસા ગુલાબચંદ નગીનદાસની પેઢીમાં ભરાવી iદીધા.
(૧૩) બૉમ્બે હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલતો હતો તે દરમ્યાન પૂ. ધર્મસાગરજી મ. તરફથી! | દિવ્ય પ્રકાશ નામનું એક પાક્ષિક પેપર શરૂ કરવામાં આવ્યું હતું. આ પેપર નયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતું,
હતું. આ પેપરમાં ટ્રસ્ટ એક્ટ અંગે તેમજ બીજા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. આમાં મોટા jભાગના લેખો હું લખતો હતો. તેમજ કોઈક લેખ ટ્રસ્ટ એક્ટની વિરુદ્ધના લેખો આવતા હતા. તેમજ કોઈને
પોતાના ટ્રસ્ટો સંબધી મુશ્કેલીઓ હોય તે જણાવવામાં આવતી. આનાં સરનામાં વિગેરેનું બધું કાર્ય હું તથા 1ચિરંજીવી કીર્તિ જે અભ્યાસ કરતો હતો, તે કરતા હતા. આ પેપર હાઈકોર્ટ અને સુપ્રિમમાં કેસ ચાલ્યો તેT દરમ્યાન ચાલુ રહ્યું હતું. પછી નાહક ખર્ચ કરવાનો અર્થ નથી તેમ જાણી બંધ કરવામાં આવ્યું હતું. !
ટૂંકમાં ૨૦૦૫ થી ૨૦૧૧-૧૨ સુધીનાં વર્ષો મારાં આવી ભાંજગડમાં જ પસાર થયાં. તે દરમ્યાન |પ્રેસ હતો, પણ ધ્યાન નહિ આપવાના કારણે કશું કમાતો ન હતો. અને આ કેસ વિગેરેની દોડાદોડીમાં Iભણાવવાનું પણ અનિયમિત હતું. સોંઘવારી હોવાથી ઘરખર્ચમાં ખાસ મુશ્કેલી નડી નહીં. પણ ધંધાકીય કોઈI | પ્રગતિ કરી નહિ, તેમજ બાળકોના અભ્યાસ તરફ અને ઘર તરફ ધ્યાન નહિ આપવાનાં કારણે બાળકો સારો.
============================= બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ]
|
|
[૧૨૩]
|