Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
શું છે તેમને વિશ્વાસમાં લેજો”. શેઠે મને કહ્યું, “તમે નિશ્ચિંત રહો. હું કોઈ પણ છૂટછાટ મૂકવા તૈયાર નથી અને I આપણી સાથે રહેલા સાધુઓને પહેલાં વિશ્વાસમાં લઈશ. પછી જ આગળ વાત કરીશ. મારી વાત તો એ છે કે એ પક્ષના કેટલાક શ્રાવકોની પ્રતિમાઓ નકરામાં પાસ થઈ છે. તેઓ પ્રતિષ્ઠામાં સામેલ થવા માંગે છે કે નહિ ? અને સામેલ ન થવા માંગતા હોય તો તેમને કેન્સલ કરી બીજાને આપી દેવાની વાત છે. તેઓ કાંઈ આનાકાની કરે અગર તેઓમાં જે કોઈ શંકાસ્પદ હોય તેમની જગ્યાએ બીજાને તૈયાર રાખવાની વાત ।છે. જરાયે ઢીલું મૂકવાની કે બાંધછોડ કરવાની વાત નથી. આથી આમાં કાંઈ શંકા રાખવાનું કારણ નથી.| |આમ છતાં તમે કોઠ જઈ આવો અને કસ્તૂરસૂરિ અને દેવેન્દ્રસાગરસૂરિને મળી આવો. તેમના કાને આવી વાત હોય તો તે શંકા ન રાખે. કોઈ પણ વાત તેમની સંમતિ વગર આગળ ચલાવવામાં નહિ આવે”.
(૧૦)
આ બધું ચાલતું હતુ તે દરમ્યાન મુંબઈથી માણેકલાલ ચુનીલાલ વિગેરે ગૃહસ્થોની સહીઓ સાથેનો | એક કાગળ શેઠ ઉપર આવ્યો. આ કાગળ એ હતો કે ‘‘નકરાથી પ્રતિષ્ઠા કરવાનું જે પેઢીએ નક્કી કર્યું છે। તેનાથી દેવદ્રવ્યને ભારે નુકસાન થાય છે તેમ અમારું માનવું છે. અને નકરાથી પ્રતિષ્ઠા કરવાની વાતમાં! અમારો વિરોધ છે”. બીજો એક કાગળ રજિસ્ટરથી કૈલાસસાગરજી મ.નો આવ્યો. આ કાગળમાં તેમણે જણાવ્યું હતું કે ‘‘નકરાથી પ્રતિષ્ઠા કરવાનું રાખવાથી દેવદ્રવ્યને ભારે નુકસાન થાય તેમ છે. આથી નકરાથી પ્રતિષ્ઠા કરવાના આપેલ આદેશમાં અમારો સન્ન વિરોધ છે”. આ કાગળ આવ્યો ત્યારે હું શેઠ પાસે બેઠો । હતો. શેઠે મને કાગળ વંચાવ્યો. મેં કહ્યું, ‘‘કૈલાસસાગરસૂરિ સાથે મારો સારો સંબંધ છે. હું એમને સમજાવવા |પ્રયત્ન કરીશ”. શેઠે કહ્યું, “સારું ! પ્રયત્ન કરો” મેં શેઠને કહ્યું, “તમે તમારી ગાડી મોકલજો. હું પાલિતાણા જઈશ”. શેઠે કહ્યું કે મારી ગાડી નહિ આવી શકે. પણ તેમણે રસિકલાલ મોહનલાલ છોટાલાલની ગાડી મોકલી. હું પાલિતાણા ગયો. તે વખતે રાજેન્દ્રવિહારમાં કૈલાસસાગસૂરિ મ. ઉપધાન કરાવતા હતા. હું તેમને મળ્યો. મેં તેમને શેઠનો આશય સમજાવ્યો. પણ મહારાજ ન માન્યા. એ તો એક જ વાત લઈને બેઠા હું કે ઉછામણીથી દેવદ્રવ્યની મોટી આવક થાત. પેઢીએ નકરાથી પ્રતિષ્ઠાનો આદેશ આપી આ આવક ગુમાવી છે. હું પાલિતાણા હતો તે દરમ્યાન કસ્તૂરભાઈ શેઠ પેઢીના પ્રતિનિધિઓ સાથે પાલિતાણા આવ્યા. તે [કૈલાસસાગરસૂરિજીને મળ્યા. સુખશાતા પૂછી. પણ મહારાજે કોઈ વાત કાઢી નહિ, તેમ શેઠે પણ કોઈ વાત કાઢી નહિ. ઊઠતી વખતે શેઠે કહ્યું કે મફતલાલ આવ્યા છે તે સાંભળ્યું છે તો બોલાવો. હું તેમની પાસે ગયો. તેમણે કહ્યું, “તમે રોકાવાના છો ?” મેં કહ્યું, “ના” તો તેમણે કહ્યું “તમારે આવવું હોય તો કાલે અમારી સાથે અમદાવાદ આવો”. મેં કહ્યું, “સારું”.
શેઠના ગયા પછી મેં મહારાજ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે શેઠે કોઈ વાત કાઢી નથી અને મેં પણ વાત કાઢી નથી. મેં મહારાજશ્રીને કહ્યું કે આ ઠીક કર્યું નથી. શેઠ આવ્યા હતા તો તમારે વાત કાઢવી હતી. તમારી વાત સમજાવવી હર્તી અને શેઠનું દૃષ્ટિબિંદુ સાંભળવું હતું. મહારાજે કહ્યું, ‘“શેઠ પાસે તમે જાઓ અને કહો કે મહારાજ તમને મળવા બોલાવે છે”.
હું શેઠ પાસે ગયો. શેઠને વાત કરી કે મહારાજ તમને બોલાવે છે. શેઠે મને કહ્યું, “શું કરવું ? જવું કે ન જવું ?' મેં કહ્યું, “જવું હોય તો જાવ અને ન જવું હોય તો તમારો કોઈ વાંક કાઢે તેમ નથી.
પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ] :
[૧૪૧