Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
Iતો આ કેસમાં આપ એફિડેવીટ કરશો’.
તેમણે કહ્યું, “બે દિવસ પછી મને મળજો”. હું ઘેર આવ્યો. ઘેર આવ્યા બાદ મને વિચાર આવ્યો |કે આ કેસમાં કેટલાક વિચારો પ્રભુદાસ ભાઈના રજૂ કર્યા છે. અને તે વિચારો ખૂબ જ જૂનવાણી હોવાથી કદાચ શેઠને નહીં ગમે અને ના પાડે. તો શેઠના મોભાને અનુરૂપ મારે તેમની એફિડેવીટનો ડ્રાફ્ટ કરાવી લેવો અને તે શેઠને આપવો, તે ઠીક રહેશે. મેં આવો ડ્રાફ્ટ કેસને અનુસરી સ્થાનિક વકીલ દ્વારા તૈયાર શંકરાવી ટાઇપ કરાવ્યો. અને બીજે દિવસે શેઠને પાનકોર નાકા તેમની ઓફિસે આ ડ્રાફ્ટ લઈને મળ્યો. તેમને I [આપ્યો. શેઠે કેસના કાગળો મને પાછા આપ્યા. અને કહ્યું, “મને મારી એફિડેવીટ કરવામાં વાંધો લાગતો ! નથી. ફરી એકાદ બે દિવસ બાદ મળો”.
I
આ બધી વાત મેં પૂ. આ. કૈલાસસાગરસૂરિ જે આંબલી પોળ-ઝવેરીવાડના ઉપાશ્રયે બિરાજતા હતા, તેમને તથા શ્રી ભગુભાઈ શેઠને કરી. ભગુભાઈ શેઠ ખુશ થયા. પણ આ વાત કૈલાસસાગરસૂરિએ [કેશુભાઈ શેઠને કરી. તેમણે મહારાજને કહ્યું, આ બને જ નહિ. શેઠ પહેલેથી ટ્રસ્ટ એક્ટની તરફેણમાં છે. I બે દિવસ બાદ હું શેઠને મળવા ગયો. ત્યાં રસ્તામાં પેઢીનાં મેનેજર નાગરદાસભાઈ મળ્યા. તેમને મે કહ્યું, શેઠ પાસે હું એફિડેવીટ અંગે જાઉં છું. તેમણે કહ્યું, કેશુભાઈ શેઠ, શેઠ પાસે બેઠા છે. માટે હમણાં જવાનું રહેવા દો. હું પાછો વળ્યો.
બીજે દિવસે બરાબર ચાર વાગ્યે શેઠ પાસે ગયો. ત્યારે પણ કેશુભાઈ શેઠ શેઠ પાસે બેઠા હતા. |મેં શેઠને કહ્યું આપની એફિડેવીટ કરાવવી છે. આપને ક્યારે અને ક્યાં અનુકૂળ છે. શેઠે કહ્યું, ‘‘તમારે જ્યાં I કરાવવી હોય ત્યાં બધે અનુકૂળ છે. અમદાવાદ કરાવવી હોય તો પણ અને મુંબઈ હાઇકોર્ટમાં કરાવવી હોય ! તો હું મુંબઈ બુધવારે આવું છું ત્યારે ત્યાં કરી આપીશ”.
કેશુભાઈ શેઠ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા અને શેઠને કહ્યું, ‘“આપણે ટ્રસ્ટ એક્ટનું સમર્થન કરતા આવ્યા છીએ, અને આ ભાઈ ટ્રસ્ટ એક્ટનો વિરોધ કરે છે, તેમાં આપ એફિડેવીટ કરશો તે ખરાબ નહિ
ગણાય ?
શેઠે જવાબ આપ્યો : આ લોકો પોતાના ખર્ચે આ બધી મહેનત કરે છે. અને ટ્રસ્ટ એક્ટની જે કલમો આપણને ખૂંચે છે, તેનો વિરોધ કરે છે. તેમજ તે જે કહે છે તેને સારા સારા બૅરિસ્ટરોનું સમર્થન છે. ખરી રીતે આપણે જે કરવાનું બાકી હતું તે કામ કરે છે. આપણને ટેકો આપવામાં શો વાંધો હોય ? તમને લાગે ।કે પેઢીના પ્રમુખ તરીકે મારે એફીડેવીટ ન કરવી જોઈએ તો હું મારી સ્વતંત્ર એફીડેવીટ કરવા તૈયાર છું. હું 1જો તેઓ આ કેસમાં સફળ થશે અને આપણે વિરોધ કરશું, તો લોકો આપણને ધિક્કારશે”. કેશુભાઈ શેઠ સમજ્યા કે શેઠ મક્કમ છે. એટલે તે બોલ્યા કે
આપ, પેઢીનાં . પ્રમુખ તરીકે એફીડેવીટ
કરો કે સ્વતંત્ર કરો બધું સરખું છે. આપના નામની કિંમત છે.
ત્યારબાદ બીજે દિવસે શ્રીચીમનલાલ મંગળદાસ દ્વારા કોર્ટમાંથી એફિડેવીટ કરનારને શેઠની પાસે લઈ જઈ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં શેઠની મેં એફિડેવીટ કરાવી. આ એફિડેવીટ પછી તો શ્રીરમણલાલ | દલસુખભાઈ, શ્રીજીવાભાઈ શેઠ વિ. બધા એફિડેવીટ કરવા તૈયાર થયાં.
આગળ જણાવ્યું તે મુજબ આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો, પણ હાઇકોર્ટે આ કેસ કાઢી નાખ્યો.
૧૨૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા