Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
અર્થ નથી”. તેઓ અહીંથી ગયા અને એમના પક્ષના આચાર્ય વિક્રમસૂરિ, ઓંકાર સૂરિ, ભદ્રંકર સૂરિ વિ. 1 બધાને મળી આવીને ફરી પાછા મારી પાસે મહિના પછી આવ્યા અને કહ્યું કે “અમે અમારા પક્ષની સંમતિ ! લઈ આવ્યા છીએ. એકલા રામચંદ્ર સૂ.ને મળ્યા નથી. બીજા બધા આ પ્રયત્ન કરવામાં સંમત છે”. મેં કહ્યું, '
સારું. મારે ત્યાં પ્રયત્ન કરીશ. તે પહેલાં આપણે એક વખત ભુવનભાનુસૂરિને મળીએ અને કઈ રીતે પ્રયત્ન કરવો તેનો વિચાર કરીએ”. તેઓ મુંબઈ ગયા.
આ પછી થોડા દિવસ બાદ મનુભાઈ અમૃતલાલ કોન્ટ્રાક્ટર મારે ત્યાં રૂ. ૧OOO/- લઈ આવ્યા અનેT હું ઘેર ન હોવાથી મારા પુત્રના હાથમાં તે પૈસા આપી ગયા. મેં મનુભાઈને ટેલીફોન કરી પૂછ્યું કે આ શાના પૈસા મોકલ્યા છે? તેમણે કહ્યું દીપચંદભાઈ તાસવાલાએ મને તમને આપવા માટે મોકલાવ્યા છે અને તે એટલા! માટે કે તમારે મુંબઈ જવું આવવું પડે તેના ખર્ચ માટે મોકલ્યા છે. મેં તેમને કહ્યું કે આ પૈસા પાછા લઈ જાવ,
અને મારે જવું હશે તો હું મારા ખર્ચે જઈશ. એ પૈસા મેં પાછા મોકલી આપ્યા. ત્યાર બાદ આ બધી વાતથી ; jશ્રેણિકભાઈ અને ફડિયાને વાકેફ કર્યા. પછી હું તથા કલ્યાણભાઈ ફડિયા બંને વિમાનમાં મુંબઈ ગયા. અમારી i સામે અમને લેવા શ્રી કેશવલાલ મોતીલાલ અને દીપચંદભાઈ તાસવાલા એરોડ્રોમ પર આવ્યા. અમે કેશવલાલી મોતીલાલના જમાઈને ત્યાં શાંતાક્રુઝ ઉતર્યા. જમી પરવારીને અમે ચંદનબાળામાં વિરાજતા પૂ. આ.! ભુવનભાનુસૂરિને મળ્યા. એમ નક્કી થયું કે મારે અને ભુવનભાનુસૂરિએ એકલાએ મળવું. એ મુજબ હું અને ! ભુવનભાનુસૂરિ એક રૂમમાં બેઠા. આડીઅવળી વાતો પછી ભુવનભાનુસૂરિએ કહ્યું કે “પૂર્વની પેઠે બારપર્વ |
અખંડ રાખવા અને કલ્યાણક તિથિઓ વિ. પૂર્વની પેઠે રાખવા સંમત છીએ. તમારે તમારા એક તિથિ પક્ષે | Iભા.સુ. પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ ભા. સુ. છઠની ક્ષયવૃદ્ધિ કરી ભા. સુ. | ચોથના રોજ સંવત્સરી કરવી. આ રીતે થાય તો અમારો પક્ષ બધી રીતે તૈયાર છે”. મેં કહ્યું, અમારે ત્યાં ! પૂ. આ. વિજયનેમિસૂરિ વિ. માં વાંધો નહીં આવે. પણ સાગરજી મ.નો સમુદાય આ કબૂલ નહીં કરે. ગયે ! વખતે તો ધર્મસાગરજી વિ. હતા એટલે આ માટે પ્રયત્ન કર્યો હતો. પણ આજે આ કરવું ઘણું મુશ્કેલ છે.
છતાં મારાથી બનતી બધી મહેનત હું કરીશ. આમ છતાં મને લાગે છે કે જો ભા.સુ. પાંચમની સંવત્સરી થાય , jતો ઘણું સહેલું થઇ પડે. કોઈનો અહમ પોષાય નહિ અને આપણા ગચ્છ સિવાય બીજા ગચ્છોની સાથે પણ j
આપણા ગચ્છની સંવત્સરી એક થાય. અને આ થાય તો ઘણું સારું થાય. અને આ થાય તો મને લાગે છે, કે ફળ આવશે. જો તમારા પક્ષના બધા સંમત થતા હોય તો મારા પક્ષ માટે હું મહેનત કરું”. તેમણે કહ્યું, I
મને તો બંનેમાં વાંધો લાગતો નથી”. મેં કહ્યું, “એમ નહિ પણ તમે લખો”. એમણે એક કાગળ લીધો ! અને લખ્યું કે “ભા. સુ. પાંચમની ક્ષયેવૃદ્ધિએ બીજાં પંચાંગોનો આશરો લઈ છઠની ક્ષયવૃદ્ધિ કરવાનું અને ; બારપર્વતિથિ અખંડ રાખવાનો તેમજ કલ્યાણક તિથિઓ પૂર્વવત્ રાખવાનું અમને કબૂલ છે.
તેમજ
ભા.સુ. ૫ ની સંવત્સરી કરવામાં આવે તો તે પણ કબૂલ છે. અને તેમાં પણ બાર પર્વ તિથિ અખંડ ; jરાખવાનું અને કલ્યાણક તિથિ પૂર્વવત રાખવાનું કબૂલ છે”.
આ કાગળ મેં એમની પાસેથી લીધો અને જણાવ્યું કે “પાંચમની સંવત્સરી કરવાનું મને વાજબી લાગે છે અને તે મુજબ પ્રયત્નો કરીશું તો ફળ મળશે. તેમ છતાં તમારો આગ્રહ હોય તો પહેલા માટે પણ પ્રયત્ન કરીશું. પણ મને તેમાં ફળ મળવાની આશા ઓછી દેખાય છે”. તેમણે કહ્યું કે “તે બંનેમાંથી ગમે ====== ===
= = = તિથિ ચર્ચા
[૯૧