Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|સહી કરશો. તેમણે કાગળ લખી આપ્યો. આ કાગળ લઈ અમે મુંબઈ આવ્યા. અમારે ત્યાં તો ખાસ મુશ્કેલી | પડે તેવું હોય તો માત્ર સાગરજી મહારાજના સમુદાયનું હતું. બીજા કોઈને તો ખાસ વાંધો ન હતો. સાગરજી મ. ના સમુદાયમાં દેવેન્દ્ર સા. મ. આ પટ્ટક કરવામાં સંમત હતા. પણ તેમને કંચનસાગરસૂરિ અને નરેન્દ્ર સાગરજીની બીક હતી કે તે વિરુદ્ધ પડે તો અમારા સાગર સમુદાયમાં મુશ્કેલી ઊભી થાય.
|
આથી અમરચંદ રતનચંદ, રજનીકાંત દેવડી અને હું એરોપ્લેન દ્વારા મુંબઈથી ભાવનગર થઈ I !પાલીતાણા ગયા અને સુરતથી શાંતિલાલ હજારી ભાવનગર થઈ પાલીતાણા આવ્યા. આજ સુધી અમારી પાસે I એક તિથિ પક્ષના અને બે તિથિ પક્ષના જુદા જુદા કાગળ ઉપર સહીઓ હતી. પણ એક જ ડ્રાફ્ટ ઉપર બંને તિથિ પક્ષના આચાર્યોની સહીઓ હવે કરાવવાની હતી. અમે પાલીતાણા કંચનસાગર સૂરિને મળ્યા, અને દેવેન્દ્રસાગર સૂરિની ભલામણનો પત્ર તેમને આપ્યો. અમારી સાથે સાગરજી મહારાજના પક્ષના અનન્ય ભક્ત ।શાંતિભાઈ વિ. હોવાથી મુશ્કેલી પડી નહિ, અને કંચનસાગરજીએ આ પટ્ટક સ્વીકારવાનું દેવેન્દ્રસાગરજીને |લખી આપ્યું. આ પછી અમે તળાજા બિરાજતા નરેન્દ્રસાગરજી પાસે ગયા. તેમને પટ્ટક વંચાવ્યો. કંચન 1 સાગરસૂરિનો દેવેન્દ્રસાગરસૂરિ ઉપરનો કાગળ પણ વંચાવ્યો અને કહ્યું કે આ કામ આ રીતે પતી જાય તેમ છે. નરેન્દ્રસાગરજીએ પટ્ટકની કોપી માગી. અમે જ્યાં સુધી નક્કી થાય નહિ ત્યાં સુધી આપવાની ના પાડી. તેમણે પણ છેવટે અમને સંમતિ આપી. અમને મોટામાં મોટી બીક સાગરજી મ. ના પક્ષની હતી તે ટળી ગઈ. એટલે એક તિથિ પક્ષના આચાર્યોની સર્વસંમતિ મેળવવામાં અમને કાંઈ વાંધો નહિ આવે તેવો વિશ્વાસ બેઠો. |અને એક ડ્રાફ્ટ ઉપર બંને પક્ષના આચાર્યોની સહી કરાવવાનો કાગળ હતો તેના ઉપર યશોદેવસૂરિની સહી | કરાવી. ત્યારબાદ હું અને રજનીકાંત વિ. અમરેલી બિરાજતા ભુવનરત્નસૂરિ પાસે ગયા. ત્યાં તેમની પણ સહી કરાવી. ત્યાંથી આવ્યા બાદ અમદાવાદમાં મેરૂપ્રભ સૂરિ મ. અને દેવેન્દ્રસાગર સૂરિ મ. ની સહીઓ ! કરાવી. આ સમય પર્યુષણનો આગળનો દિવસ હતો. પર્યુષણના પહેલા દિવસે હું અને રજનીકાંત ભદ્રંકરસૂરિ પાસે ગયા. વ્યાખ્યાન ઊઠ્યા બાદ તેમને મળ્યા અને આ બધી વાતથી તેમને વાકેફ કર્યા અને તેમની સહી ।માગી. અત્યાર સુધી તો તેઓ આ કરવામાં તલપાપડ હતા પણ સહી કરવાનો વખત આવ્યો ત્યારે એમ કહ્યું ... |કે વિબુધપ્રભસૂરિને વાંધો આવશે. છેવટે તેમણે કલાપૂર્ણ સૂરિની માફક એક કાગળ લખી આપ્યો કે ઓંકારસૂરિ સંમત થાય તો મારા વતી પણ તે સહી કરે. અમે વાવ ચોમાસું બિરાજતા કારસૂરિ પાસે ગયા. આ દિવસ | પર્યુષણનો બીજો દિવસ હતો. ઓંકાર સૂરિ મ. અમારી બધી વાત સાંભળી. કલાપૂર્ણસૂરિ અને ભદ્રંકરસૂરિ બંનેના કાગળો પોતાની જોડે રાખી, બંનેની વતી અને પોતાની એમ ત્રણેય સહીઓ કરી આપી. અમે ।અમદાવાદ આવ્યા. વિક્રમ સૂ. મ. તે વખતે શાંતિનાગરના ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની સ્થિતિ ડામાડોળ İહતી. કારણકે અમદાવાદમાં તે વખતે રામચંદ્ર સૂ.મ. લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયે હતા. તે અમદાવાદમાં હોય અને I Iતેમને ન ગમતી વાતમાં સહી કરવી તે તેમને માટે ઘણું કઠણ હતું. પણ રજનીકાંત દેવડીના પ્રયાસથી તેમણે ! સહી કરી આપી. રાજેન્દ્રસૂરિ તે વખતે સાબરમતી ચોમાસું હતા. તેમણે સામેથી કહેણ મોકલ્યું કે મારી સહી લઈ લો. તેમણે સહી કરી આપી. આ દરમ્યાન પર્યુષણની ચૌદશ આવી. તે દિવસે મારાથી મોટા મારા કાકાના પુત્ર અમરાઈવાડી રહેતા તે ગુજરી ગયા. અમારે ચૌદશની રાતે અહીંથી નીકળી મુંબઈ જવાનું હતું. પણ હું મારા કુટુંબમાં મોટો હોવાથી ન નીકળી શક્યો. રજનીકાંત મુંબઈ ગયા. ઉતાવળા થયા. અને તાલાવેલીમાં તેઓ રામસૂરિ ડહેલાવાળાને મળ્યા. તેમણે તેમની સહી માગી. ડહેલાવાળાએ જોયું કે કાગળ |
તિથિ ચર્ચા]
[૯૯