Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
Iઆપી છે. તે મુસદ્દામાં પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ હતી. અને આમાં પણ તે જ છે”.
મહારાજે કહ્યું, ‘“મેં પંડિતજીના દબાણથી સહી કરી આપી હતી. પણ પછીથી તેમને કાગળ લખી મારી સહી કેન્સલ કરવાનું તરત જણાવ્યું હતું”. આ પછી શ્રેણિકભાઈની સાથે હું પણ મહારાજ સાહેબની |સાથે ચર્ચામાં જોડાયો. મેં પણ મહારાજશ્રીને ખૂબ સમજાવ્યું. પણ મહારાજશ્રી સંમત ન થયા. આ પછી બધા | Iઆગેવાનો વિખેરાયા અને બપોર પછી મુંબઈમાંની શ્રેણિકભાઈની ઓફિસે મળવાનું રાખ્યું.
બપોરે શ્રેણિકભાઈની ઓફિસે મળ્યા અને એમ નક્કી થયું કે રામસૂરિ મહારાજ ન માને તો પણ પટ્ટક બહાર પાડવો. પરંતુ દેવેન્દ્રસાગરસૂરિ મક્કમ હોવા જોઈએ. જો દેવેન્દ્રસાગરસૂરિ મક્કમ ન હોય તો | પટ્ટક બહાર ન પાડવો.
આ વખતે કુમુદભાઈ વિગેરેએ કહ્યું કે દેવેન્દ્રસાગર સૂરિની સહી છે માટે પટ્ટક બહાર પાડી દેવો. ।પણ શ્રેણિકભાઈએ મના કરી અને કહ્યું કે આપણે અમદાવાદ જઈ દેવેન્દ્રસાગરસૂરિને મળો પછી વાત.
આ મુજબ હું, શ્રેણિકભાઈ, ફડિયા વગેરે અમે નારણપુરા ઉપાશ્રયે દેવેન્દ્રસાગરસૂરિને મળ્યા. દેવેન્દ્રસાગરસૂરિજી આદિથી અંત સુધી આ પ્રવૃત્તિમાં સક્રિય હતા અને રામસૂરિજીની સહી લેવા માટે પણ અંતેમનો તનતોડ પ્રયત્ન હતો. છતાં જ્યારે કંચનસાગરસૂરિ, નરેન્દ્રસાગરજી અને અભયસાગરજી તરફથી વિરોધ | |આવ્યો ત્યારે તે ચમકી ઊઠ્યા. કહ્યું કે મારી સહી પણ કેન્સલ સમજવી. મારે મારા સમુદાયમાં ફાટિયા પડે તે કોઈ રીતે પાલવે તેમ નથી. શ્રેણિકભાઈએ ઊઠતાં ઊઠતાં કહ્યું, ‘‘આપ પૂજ્ય આચાર્ય ભગવંત છો, પણ ગચ્છાધિપતિ માટે જે શક્તિ જોઈએ તે આપ બતાવી શકતા નથી”. આમ પટ્ટક બહાર પાડવાની વાત ખોરંભે પડી. અને રામસૂરિ મહારાજને મનાવવાની વાત દૂર રહી, પણ તેઓએ તેમના વ્યાખ્યાનમાં પટ્ટક માટે ભેગા થયેલા આચાર્યોની ઠેકડી ઉડાડી.
૨૬ મહિના સુધી આ વાત પડી ભાગી. પણ આ માટે કરેલો પ્રયત્ન નિષ્ફળ જાય તેને માટે પૂજ્ય જમ્મુવિજયજી મહારાજ વિગેરેને પણ ઘણું દુઃખ થયું.
આ અરસામાં કપડવંજમાં મુનિ શ્રી શીલચંદ્રવિજયજીની ગણી પદવી થઈ, અને તે વખતે પૂજ્ય આચાર્ય સૂર્યોદયસૂરિ મહારાજને ભાવનગર ચોમાસાની વિનંતી કરવામાં આવી. ત્યારે તેમણે પટ્ટકને અનુલક્ષી ‘‘ભા. સુ. પાંચમના ક્ષયે ભા. સુ. છઠના ક્ષયપૂર્વકની ભા. સુ. ચોથના દિવસે સંવત્સરી કરવાની હોય તો વિચાર થાય”, તે જણાવ્યું. આથી ભૂંસાઈ ગયેલા પટ્ટકની વાત ફરી સળવળી.
આમ છતાં મેરૂપ્રભસૂરિ વગેરે બધા નક્કી થઈ ગયા હતા કે આપણે કશું કરવું નથી. એકતિથિ પક્ષવાળા ભા.સુ. પાંચમના ક્ષય ભા. સુ. ત્રીજનો ક્ષય કરે છે, તે પ્રમાણે કરીશું. આપણે આપણામાં મતભેદ ઊભો કરવો નથી.
આ વાત ઓપેરા સોસાયટીના ઉપાશ્રયે તેઓ પધાર્યા ત્યારે તેમણે કહી અને મને કહ્યું કે તેઓએ પ્રયત્ન કર્યો પણ ફળ ન આવ્યું. પણ આપણામાં મતભેદ પાડવો નથી.
આ બધું છતાં ભુવનભાનુસૂરિ, ઓમકારસૂરિ, ભદ્રંકરસૂરિ વગેરે ખૂબ જ કટિબદ્ધ હતા
તિથિ ચર્ચા]
[૧૦૧