Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
છે તથા ન થઈ.
[વિજય વલ્લભસૂરિ મહારાજ બાળદીક્ષાના વિરોધી હતા, અને દેવદ્રવ્યમાં સુપનાં (સ્વખાં)ની આવક સાધારણમાં | લઈ જવાના સમર્થક હતા. તેમને પણ સમજાવી વચલો માર્ગ કાઢયો અને પટ્ટકને સર્વસંમત બનાવવા પ્રયત્ન કરી સર્વ સમંત બનાવ્યો. પણ આ નવ આચાર્યો પૈકી બે આચાર્યો કોઈને કોઈ કારણસર પટ્ટકની સર્વસંમતિમાં! સંમત ન થયા. પટ્ટકમાં સાત આચાર્યોની સહી થઈ. બે આચાર્યોની સહી ન થઈ.
આ માટે બધા પ્રયત્ન પછી નેમિસૂરિ મહારાજે નગરશેઠને બોલાવી કહ્યું કે “આ બે આચાર્ય સંમત થતા નથી તો તમે હવે સંઘ બોલાવી આ પટ્ટકને જાહેર કરો. અને સાત આચાર્યોની સંમતિપૂર્વક પટ્ટક જાહેરા થયેલો જણાવો”. સાગરજી મહારાજ તે વખતે પાંજરાપોળના ઉપાશ્રયે હતા. તેમણે નેમિસૂરિ મહારાજને ! કહ્યું, “આ બરાબર નથી થતું. સંઘમાં વિખવાદ વધશે. કારણ કે અમદાવાદમાં સિદ્ધિસૂરિજીનું વિશિષ્ટ સ્થાન છે. તેને લઈ અમદાવાદમાં કુસંપ વધશે. તે દ્વારા ગામે ગામ કુસંપનાં બીજ વવાશે. અને સંમેલનની નિષ્ફળતા પુરવાર થશે”. નેમિસૂરિ મહારાજે કહ્યું “તો શું કરવું ?” *
સાગરજી મહારાજે કહ્યું કે “હું સિદ્ધિ-સૂરિને મળીશ”. તે નગરશેઠનાં વડે સિદ્ધિસૂરિ મહારાજને ! મળ્યા અને સમજાવ્યા તથા પટ્ટકમાં તેમની સહી લીધી. તે વખતે મનહરસૂરિ હાજર હતા. આ વખતે ; રામવિજયજી મહારાજે સાગરજી સાથે વાત કરવાનું કહ્યું. સાગરજી મહારાજે તેમની સાથેની વાત ટાળી. |રામવિજયજી મહારાજ સમજી ગયા કે સિદ્ધિસૂરિ મહારાજની સહી પછી જુદા પડવામાં સાર નથી. આથી |
તેમણે કહ્યું કે “બાપજી મહારાજ આવી ગયા એટલે અમે આવી ગયા.” અને તેમણે પણ દાનસૂરિ મહારાજની ! Jસહી કરાવી લીધી. આમ, પટ્ટક નવ આચાર્યોની સહી યુક્ત સર્વસંમત બહાર પડયો.
(૩) આ ૧૯૯૦નું મુનિ-સંમેલન ચાલતું હતું ત્યારે મારી ઉમર ૨૪ વર્ષની હતી. હું તે વખતે આ મુનિ સિંમેલનના કાર્યમાં સક્રિય રસ લેતો હતો. તે વખતે દરેક સાધુ-સાધ્વીઓનું એક લિસ્ટ તૈયાર કરતો. તે | Iલિસ્ટમાં દરેક સાધુ સાધ્વીઓનાં ગૃહસ્થાવસ્થાનાં નામ, સાધુપણાનું નામ, દીક્ષાનો સમય, અભ્યાસ વિગેરે! ઠેરઠેર મળીને નોંધતો હતો. અને આ બધા-મોટા-સાધુઓને પણ મળતો હતો. સંમેલનના કાર્યમાં શેઠા
ભગુભાઈ સુતરીયા મુખ્ય ભાગ લેતા હતા. તેમની સાથે પણ મારે સારો સંબંધ હતો. | આ સંમેલન યઈમે જૈન-અભ્યદય પ્રિન્ટિંગ પ્રેસ મેં ગોલવાડ રતનપોળમાં શરૂ કર્યું હતું અને તેમાંનું પિચસંગ્રહ, કમ્મપયડી વિગેરે ગ્રંથો છપાતા હતા. આ મુનિ સંમેલનનો પટ્ટક મારા આ પ્રેસમાં છપાયો છે.' તેની ગુજરાતી અને હિન્દી બંને આવૃત્તિ મારા ત્યાં છપાઈ છે. આ સંમેલન દરમ્યાન આ નવે આચાર્યોનો! થોડો ઘણો પણ સંબંધ રહ્યો હતો. સંમેલનનાં ટાઈમ દરમ્યાન દાનસૂરિ મહારાજ હસ્તકની કલ્પદીપિકા અને નારચંદ્ર મારે ત્યાં છપાતા હતાં. | મુનિ-સંમેલન બાદ ૧૯૯૦નું ચાતુર્માસ સાગરજી મહારાજનું પાંજરાપોળે થયું, અને મુનિ સંમેલનની! પૂર્ણાહુતિ બાદ ડહેલાના ઉપાશ્રયના ધર્મવિજયજી ગણિવર બનતા સુધી ચૈત્ર વદ આઠમના દિવસે કાળધર્મ | પામ્યા. તેમની નિકરણ-યાત્રા ભવ્ય નીકળી હતી. અને દેવ-વંદનમાં નેમિસૂરિથી માંડીને તમામ સાધુઓ હાજર હતા. આમ, ૧૯૯૦નું મુનિસંમેલન એ એક યાદગાર સંમેલન હતું. આ સંમેલનમાં નેમિસૂરિ | |મહારાજની કુનેહ, નગરશેઠનું ધૈર્ય અને સાગરજી મહારાજની વિદ્વત્તાનાં દર્શન થયાં હતાં.
=========================== મુનિ સંમેલન]
૧૧