Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
(૨)
વિ.સં. ૧૯૯૦ના ફાગણ સુદ ત્રીજના દિવસે, નગરશેઠના વંડે વિશાળ મંડપ બંધાયો હતો તેમાં દૂરદૂરથી આવેલા પૂજ્ય આચાર્યાદિ મુનિ-ભગવંતો પધાર્યા. એકી-સાથે આ બધા મુનિ-ભગવંતોને જોવાનોદર્શન કરવાનો અમદાવાદને પહેલો અવસર હતો. આથી આસપાસનાં ગામોના—બહારગામોના પ્રતિષ્ઠિત |આગેવાનો અહીં પધારેલા. સ્નાત્રપૂજા બાદ નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈએ આમંત્રણ પત્રિકા વાંચી. । મુનિ-ભગવંતો સમક્ષ શાસનમાં રહેલા પ્રશ્નોની રજૂઆત કરી સુંદર ઉકેલ લાવવા વિનંતી કરી અને શાસનની ! શાન બઢાવવા પ્રાર્થના કરી. આ પછી બધા ગૃહસ્થો વિખરાયા.
આચાર્યાદિ મુનિ ભગવંતોની બેઠક મળી. શરૂઆતમાં સૌ મૌન હતા. કોઈ કાંઈ બોલ્યું નહિ. આ |પછી નેમિસૂરિ મહારાજને કહેવામાં આવ્યું કે આપ મંગલાચરણ કરો. કારણ કે આપ સૌથી મોટા આચાર્ય | છો. નેમિસૂરિ મહારાજે જવાબમાં કહ્યું, ‘‘આપણે સૌ સરખા, કર્કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી. આપણે | બધા બાર નવકાર ગણી કામ શરૂ કરો”. પણ બધાનો આગ્રહ થયો “ના ! આપ મંગલાચરણ કરો.” છેવટે નેમિસૂરિ મહારાજે મંગલાચરણ કર્યું. કામનો પ્રારંભ થયો. થોડી ચર્ચા બાદ આવેલા આચાર્યો પૈકી મુખ્ય મુખ્ય નવ આચાર્યોની કમિટિ નિમાઈ. તેમાં પૂ.આ. નેમિસૂરિ મહારાજ, પૂ.આ. સાગરાનંદસૂરિજી મહારાજ, |પૂ.આ. સિદ્ધિસૂરિ મહારાજ, પૂ.આ. નીતિસૂરિ મહારાજ, પૂ.આ. વલ્લભસૂરિ મહારાજ, પૂ.આ. દાનસૂરિ | |મહારાજ, પૂ.આ. (પાયચંદગચ્છ) સાગરચંદજી મહારાજ, (ત્રિસ્તુતિક ગચ્છ) ભૂપેન્દ્રસૂરિજી, જયસિંહસૂરિ મહારાજ (ખરતર ગચ્છ), આ નવ મુખ્ય આચાર્યોની કમિટિ નીમાઈ. એક પછી એક પ્રશ્નોની ચર્ચા ચાલી. આ બધા પ્રશ્ન વખતે નેમિસૂરિ મહારાજ સાગરજી મહારાજને આગળ ધરતા અને જવાબનું કામ તેમને સોંપતા. કોઈ ગૂંચ ઊભી થાય તો તેનો ઊકેલ તે લાવતાં. આમ, આ સંમેલન ૩૩ દિવસ ચાલ્યું. આ ૩૩
દિવસ દરમ્યાન જુદી જુદી ચર્ચા પછી સર્વસંમતિપૂર્વક પૂ.આ. નંદનસૂરિજી, પૂ.પંન્યાસ રામવિજયજી [પૂ.પૂણ્યવિજયજી અને પૂ.ચંદ્રસાગરજી મહારાજની કમિટિ નિમાઈ. આ ચાર જણાએ ભેગા મળી એક પટ્ટક Iતૈયાર કર્યો. અને પટ્ટક મુનિ સંમેલનમાં રજૂ થયો. તે પટ્ટક ઉપર મુખ્ય નવ આચાર્યોની સંમતિ લેવાની હતી. I પણ આ દરમ્યાન યોગી શાંતિવિજયજી મહારાજ કેસરીયાજી પ્રકરણ અંગે ઉદયપુરના રાણા અને પ્રધાન સાથે સંઘર્ષમાં ઊતરેલા અને તેમાં તે ઉપવાસ ઉપર ઉતરેલા. તેમને સમર્થન આપતો ઠરાવ આ સંમેલનમાં મુનિ ભગવંતોએ કરેલો. તેમાં દાનસૂરિજી અને સિદ્ધિસૂરિજી મહારાજનો વિરોધ હતો. બીજી કેટલીક બાબતમાં ।પણ તેમનો વિરોધ હતો. તેને લઈ પટ્ટક ઉપર તે નવ આચાર્યોને બદલે સાત આચાર્યોની સહી થઈ. દાનસૂરિ | 1અને સિદ્ધિસૂરિની સહી ન થઈ.
આ સંમેલન દરમ્યાન કાર્યવાહી ગુપ્ત રાખવાની હતી છતાં કોઈને કોઈ રીતે ગમે તે દ્વારા જાણ મેળવી ‘જૈન જ્યોતિ' પેપર ધીરજલાલ ટોકરશી પ્રકાશિત કરતા હતા, તેના વધારા બહાર પડતા. આ ।માહિતી તે ક્યાંથી મેળવે છે તે માટે ખૂબ સંભાળ રાખવા છતાં ગમે તે રીતે તે મેળવીને છાપતાં, અને લોકો Iતે વધારો વાંચી સંમેલનની કાર્યવાહીથી વાકેફ થતાં. આ સંમેલન દરમ્યાન વિજયનીતિસૂરિ મહારાજ અને I વિજય વલ્લભસૂરિજીનું ગ્રુપ જે પ્રારંભમાં અલગ હતું, તેને પૂ.આ. નૈમિસૂરિ મહારાજે પોતાની કુનેહથી પોતાનું કરી લીધું. વિદ્યાવિજયજી સારા વક્તા અને બોલકા હતા. તેમને પણ પોતાની વતી તેમણે મૂકવાનો આગ્રહ કરી પોતાના કરી લીધા. આમ, જે શરૂઆતનાં ત્રણ ગ્રુપો હતાં તેમાં બે ગ્રુપ તો એકમેક થઈ ગયાં.
૧૧૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા