Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
lહતા. પ્રભુદાસભાઈ એક દરખાસ્ત લઈને આવ્યા કે “પૂજ્ય આચાર્ય નંદનસૂરિ મહારાજ અને રામચંદ્રસૂરિજી! બિને પરસ્પર મળે અને વાતચીત કરે તો કાંઈક ઠેકાણું પડે. આ માટે હું રામચંદ્રસૂરિજીને તૈયાર કરું. તમે પૂજ્યT
આચાર્ય નંદનસૂરિજી મહારાજને તૈયાર કરો. તે સંમત થાય તો આપણે બંનેને ભેગા કરીએ”. મેં કહ્યું, ભલે ! ;! આપ રામચંદ્રસૂરિ મહારાજને સમજાવો. હું પૂજ્ય નંદનસૂરિ મ. માટે પ્રયત્ન કરું છું. હું શાંતિનગરમાં ;
નંદનસૂરિ મહારાજને મળ્યો. તે કબૂલ થયા. તેઓ કહે કે “શાંતિનગરના કોઈ બંગલામાં મળવું હોય તો ત્યાં ; jમળીએ. અને અહીં ન મળવું હોય તો વચ્ચે કોઈ પણ બીજા સ્થાને મળીએ”. મેં પ્રભુદાસભાઈને કહ્યું, પૂજય | નિંદનસૂરિ મહારાજ તૈયાર છે. આપ પૂજ્ય રામચંદ્રસૂરિ સાથે વાત કરો. તેઓ શાહપુર મંગલપાર્કના ઉપાશ્રયેT ગયા. ત્યાં લબ્ધિસૂરિ સાથે રામચંદ્રસૂરિજી બિરાજતા હતા. તેમને વાત કરી. “તેમણે કહ્યું એમ નહીં. આપણે ! ભૂમિકા નક્કી કરીએ. કઈ ભૂમિકા પર કઈ રીતે વાત કરવી ?” પ્રભુદાસભાઈએ કહ્યું, તમે બંને મળીને |
ભૂમિકા નક્કી કરજો. પણ વાતનું ઠેકાણું ન પડ્યું. અને મળવાનું અદ્ધર રહ્યું. | આ સિવાય રામચંદ્રસૂરિજી મહારાજ સાથે બીજી વાર પણ પાલિતાણામાં તેમણે પ્રયત્ન કરેલો.
બીજો એક પ્રસંગ એવો છે કે પ્રભુદાસભાઈએ બંને આચાર્યોને વિસ્તૃત કાગળ લખેલા. તેમાં એકબીજાની માન્યતા, સ્વભાવ, પ્રકૃતિ અને સંજોગોનું વિસ્તૃત વર્ણન કરેલુ. પણ તે બંને કાગળો અરસપરસ સામસામાના કવરમાં ગયા. એટલે પૂજય આચાર્ય રામચંદ્રસૂરિ પર લખેલો કાગળ પૂજય નંદનસૂરિજીના jકવરમાં બીડવામાં આવ્યો, અને નંદનસૂરિજી ઉપર લખેલો કાગળ રામચંદ્રસૂરિજીના કવરમાં બીડવામાં આવ્યો. | Jઆ બંને તે વખતે અમદાવાદમાં બિરાજતા હતા. બંનેએ પરસ્પર એકબીજાને તે કાગળ મોકલી આપ્યા. પણ I
પ્રભુદાસભાઈનું એકબીજા માટે શું કહ્યું છે તે તેમણે બંનેએ જાણી લીધું. : તિથિના સમાધાન અંગે, જ્યારે ખંભાતમાં પૂ. આ. નેમિસૂરિ મહારાજ શેઠ મૂળચંદ બુલાખીદાસના ઉપાશ્રયે બિરાજતા હતા, અને લબ્ધિસૂરિ મહારાજ જૈન શાળાએ બિરાજતા હતા, ત્યારે આ બંને આચાર્યો સ્તંભન પાર્શ્વનાથના દેરાસરે મળી ગયા. બંનેએ સાથે ચૈત્યવંદન કર્યું. ચૈત્યવંદન બાદ પૂ. લક્ષ્મણસૂરિ મહારાજે ! Iકહ્યું, “આપ બંને મુરબ્બી આચાર્યો ભેગા મળી તિથિના પ્રશ્નનું સમાધાન કરો. આ પછી પૂ. આ. લક્ષ્મણસૂરિ!
પૂ. આ. નેમિસૂરિજી મહારાજને મળ્યા. એવું નક્કી થયું કે સાગરજી મહારાજ વિગેરેની બધી જવાબદારી! નિમિસૂરિ મહારાજે લેવી અને આ સિદ્ધિસૂરિ મહારાજ અને રામચંદ્ર સૂ. વિગેરેની જવાબદારી લબ્ધિસૂરિ. મહારાજે લેવી. આ બંને આચાર્યો ભેગા મળી જે નિર્ણય લાવે તે સંઘે સ્વીકાર કરવો. આ માટે બંને તરફથી પ્રયત્નો શરૂ થયા. | પૂ.આ. નેમિસૂરિ મહારાજે શ્રીયુત શેઠ મૂળચંદ બુલાખીદાસને મોકલી સાગરજી મહારાજની સંમતિ! મેળવી લીધી. અને પૂ.આ. લબ્ધિસૂરિ મહારાજે સિદ્ધિસૂરિ મહારાજ તથા રામચંદ્રસૂરિ મહારાજ પાસે સંમતિ | માટે માણસ મોકલ્યો. તે માણસ પૂ. સિદ્ધિસૂરિ મહારાજ પાસે ગયો ત્યારે આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજે jસિદ્ધિસૂરિ મહારાજને કહ્યું કે “હું જાતે ખંભાત જાઉં છું. સંમતિ લખીને મોકલવાની કાંઈ જરૂર નથી”. માણસ સાથે કહેવડાવ્યું કે રામચંદ્રસૂરિ જાતે પોતે આવે છે. આ ચાલતું હતું ત્યારે નગીનદાસ શેઠ અને જીવાભાઈ | ખંભાત હતા. તે પૂ.આ. નેમિસૂરિજીને મળ્યા. ત્યારે તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે આ કાંઈ થવાનું નથી. રામચંદ્રસૂજીિ મહારાજ ખંભાત આવ્યા. પણ લબ્ધિસૂરિજી મહારાજ અને નેમિસૂરિજી વચ્ચે થયેલ જે વાત ! હતી તે વાત ઊડી ગઈ. આવા જેમાં હું ન હોઉં તેવા પણ ઘણા પ્રસંગો બન્યા છે.
================================ તિથિ ચર્ચા.
[૧૦૫
I
I
]
]
|