Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
-
I
તે કરો. મને કબૂલ છે અને મારા પક્ષના બધા આચાર્યોને કબૂલ કરાવવા હું પ્રયત્ન કરીશ. તમે તમારે ત્યાં પ્રયત્ન કરો”. આ વાત અમારી ત્યાં અટકી.
આ દરમ્યાન શ્રીયુત શ્રેણિકભાઈ શેઠ મુંબઈ ગયા તે વખતે તેમને મુંબઈમાં લાલબાગવાળા જેઠાભાઈ; વિ. તથા ભુવનભાનુસૂરિ શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે તિથિના પ્રશ્ન સમાધાન કરવામાં આવે તો બધું પતી જાય તેમ છે, માટે તમે કાંઈક પ્રયત્ન કરો. અને મારી સાથે થયેલી બધી વાતચીત કરી. શ્રેણિકભાઈએ કહ્યું કે તમે રામચંદ્ર સુ.ને મળો અને તેમનો શો અભિપ્રાય છે તે જાણે અને પ્રયત્ન કરો. ત્યારે તેમણે કહ્યું ! કે તે તો કોઈ જાતની વાત કરવા તૈયાર નથી. અમે ઘણો ઘણો પ્રયત્ન કર્યો. પણ તેમના તરફથી કશો સહકાર મળતો નથી. 1 શ્રેણિકભાઈ શેઠ અમદાવાદ આવ્યા પછી મને મળ્યા અને મને કહ્યું, “તમે આ. રામચંદ્ર સૂ.ને મળો | અને તેમનું શું દિલ છે તે જાણો અને એકતિથિ પક્ષ તરફથી પણ પ્રતિભાવ છે તે જાણો. જો પ્રયત્ન કરવાથી પરિણામ સારું આવે તો સંઘનો ઉદ્યોત થાય”. હું દેવેન્દ્રસાગરસૂરિને મળ્યો અને તેમની સાથે કેટલીક વાત કરી. ઊંઘતા ઝડપાવાય નહીં તે માટે એક પત્રિકા તૈયાર કરી અને તે પત્રિકા શાસન સુરક્ષા સમિતિના ! નામે પ્રગટ કરી. આ પત્રિકામાં આજ સુધીનો બનેલો ટૂંકો ઈતિહાસ લખો અને સમાધાનની ભૂમિકામાં જુદી ;
જુદી ભૂમિકાઓ સાથે પાંચમની સંવત્સરીની પણ ભૂમિકા દર્શાવી. આ પત્રિકાઓ હેતુ એ હતો કે એકતિથિ jપક્ષના આચાર્યો તરફથી બધેથી એકસરખો અવાજ જાય. પણ ખરી રીતે પ્રયત્ન કરવાનો તો બે તિથિ |
પક્ષવાળાને હતો. કારણકે એક તિથિ પક્ષવાળા તો બહુમતીમાં હતા અને તેમના સમુદાયો ઘણા હતા. સૌT lપોતપોતાની વાતમાં મસ્ત હતા અને તેઓને સમાધાનની બાબતમાં કાંઈ પડી ન હતી. આ પછી શ્રેણિકભાઈના! કહેવાથી મેં રામચંદ્ર સૂત્રને મળવાનો વિચાર કર્યો. રામચંદ્ર સૂ. મ. તે વખતે લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયમાં ! બિરાજતા હતા. મેં પ્રથમ કુમુદભાઈ વેલચંદને બોલાવ્યા અને કહ્યું કે તમે પ્રથમ રામચંદ્ર સૂ. ને મળો અને jતેમને જણાવો કે તિથિના પ્રશ્ન અંગે હાલ જે વાતાવરણ ચાલે છે તે સંબંધમાં પંડિત મફતલાલ તમને મળવાનું Tમાગે છે. તેમણે કહ્યું, ખુશીથી કાલે શનિવારે બપોરે બે વાગ્યા પછી મળવા આવે. તે મુજબ હું લક્ષ્મીવર્ધકનાT Iઉપાશ્રયે હું કુમુદભાઈ વેલચંદને સાથે લઈને ગયો. અમે એક રૂમમાં બંધ બારણે બેઠા. તે વખતે આ. વિ.1 રામચંદ્ર સૂપ, મહોદય સૂ. તથા હેમભૂષણ વિ., હું તથા કુમુદભાઈ હતા.
મેં આ જે કાંઈ બની રહ્યું હતું તે બધી વાત કરી. અને જણાવ્યું કે તમારા પક્ષના આ. ભુવનભાનુસૂરિ jવિ. તરફથી આ પ્રયત્ન થાય છે. અમારાવાળાને તો કાંઈ પડી નથી. તમારાવાળા બધા કારસૂરિ ભદ્રંકર
સૂરિ ભુવનભાનુસૂરિ વિ. બધા તિથિનું સમાધાન કરવા તૈયાર છે. અને તેની શી ભૂમિકા છે તે પણ કહ્યું.T તિઓ પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની, બાર પર્વ તિથિ-અખંડ રાખવાની અને કલ્યાણક તિથિઓ! યથાવત રાખવાની તેમજ પાંચમની સંવત્સરી થાય તો પણ તે રીતે કરવામાં તેઓ તૈયાર છે. તેના પુરાવા રૂપે મેં ભુવનભાનુસૂરિના હાથની લખેલી અને તેમના અક્ષરવાળી ચિઠ્ઠી તેમને બતાવી. આ ચિઠ્ઠી તેમણે ખૂબ ધારી ધારીને જોઈ. મને કહ્યું હું આની ઝેરોક્ષ કોપી કરાવી લઉં. મેં ના પાડી. તેમણે કહ્યું, આપણે આની કોપી કરી લઈએ. મેં તેની પણ ના પાડી. મેં કહ્યું તમને જેટલું યાદ રહે તેટલું રાખી લો. માત્ર તમારી જાણ ખાતર આ ચિઠ્ઠી બતાવી છે. જેથી તમને ખ્યાલ આવે કે તમારા પક્ષના સાધુઓ કઈ રીતના તૈયાર છે. I 'મહારાજે ચિઠ્ઠી વાંચી પાછી આપી.
=============================== ૯૨]
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા –––––––––––
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--