Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
[બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટના કેસમાં તેમજ સાધુ - સાધ્વીઓના વિવાદોમાં હોવાથી મોટો ભાગ હું તે અંગે | બહારગામ ફરતો અને પ્રેસ માત્ર કારીગરને સોંપી ચલાવતો. આમ પ્રેસ ચાલતું. જેથી પ્રેસમાં લાભ થવાને બદલે નુકસાન થતું. વિ.સં. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી આ પ્રેસ માત્ર ડગુમગુ ચાલુ રહ્યુ. વચ્ચે એક સીલીન્ડર મશીન લીધા પછી કંકોતરીઓનું કામ સારા પ્રમાણમાં રહ્યું. આ કંકોતરીઓ મોટા ભાગે જિનેન્દ્રસૂરિજીની - રાજસ્થાનથી આવતી. આ રીતે ધીમે ધીમે કંકોતરીઓના છાપનાર તરીકે વધુ પડતી પ્રસિદ્ધિ મળતી ગઈ. વચ્ચે ગવર્નમેન્ટના ઇલેક્શનનું અને મહાજન બુક ડીપો વિગેરે બુક્સેલોનું પણ કામ કર્યું. આમ વિક્રમ સંવત | |૨૦૧૪ સુધી ખરી રીતે પ્રેસની પણ જમાવટ ન થઈ અને ભણાવવામાં પણ જમાવટ ના થઈ. સસ્તું હોવાથી I ઘર ખર્ચમાં બહુ મુશ્કેલી પડી નહિ. આ ગાળા દરમ્યાન ‘પર્વતિથિ નિર્ણય’ પુસ્તક અંગે હાઈકોર્ટમાં ચાલેલ કેસ અને સંસ્કૃતિરક્ષક સભાનાં હરિજન-પ્રવેશ અંગેનાં કાર્યોમાં મોટો ભાગ વ્યતીત કર્યો. પરિણામે બાળકોના અભ્યાસ પ્રત્યે પણ કશું ધ્યાન અપાયું નહિ અને આર્થિક સવલત પણ ઊભી કરાઈ નહિ. પુસ્તક છાપવાનું અને વેચવાનું કામ હતું, પણ વ્યવસ્થિત હિસાબ નહિ રાખવાના કારણે તેમાં પણ ખાસ લાભ મળ્યો નહિ. વિક્રમ સંવત ૨૦૧૪ માં રતનપોળમાં આવેલ ક્રિશ્ના પ્રિન્ટરી ગોવિંદલાલ મોહનલાલ જાનીનું હતું. જેની | સાથે પુસ્તકો છપાવવા અંગે પરિચય હતો. તે પ્રેસ તેના માલિક ગુજરી જવાથી ૧૧૦૦૦માં લીધું. થોડો વખત સ્વતંત્ર માલિકી રાખ્યા બાદ ઉનાવાના બાબુલાલ કેશવલાલને ભાગીદાર બનાવ્યા. આ ભાગીદાર પણ બહુ લાંબો વખત જીવ્યા નહિ. બારેક મહિનામાં જ મૃત્યુ પામ્યા. આ બાજુ મને જમણી આંખે મોતીયો પાક્યો અને તેનું ઓપરેશન કરાવ્યું. જે ઓપરેશન નિષ્ફળ ગયું. અને જમણી આંખ ગુમાવી. ક્રિશ્ના પ્રન્ટરી ।જે લીધું તે પ્રેસનું નામ એમ. બાબુલાલ પ્રિન્ટરી રાખ્યું. જોબના કામનો ખાસ અનુભવ ન હોવાના આ પ્રેસમાં હું |નફાને બદલે નુકસાન થવા માંડ્યું. અને ભાગીદાર ગુજરી જવાથી તેના વારસોએ ભાગીદારી છૂટી કરી. પ્રેસની બધી જવાબદારી મારા માથે આવી. પરિણામે એમ. બાબુલાલ પ્રેસ કમાતું નહિ હોવાથી ધીમેધીમે ખોટ વધતી ગઈ અને પૈસા માટે બીજા ભાગીદારની જરૂરિયાત ઉભી થઈ. આ માટે એક વીરચંદભાઈ નાગજીભાઈ નવા ભાગીદાર કર્યા. તેમાં તેણે રૂા. ૩૦,૦૦૦ રોક્યા. આ ભાગ એમ. બાબુલાલ પ્રેસમાં |રાખ્યો પણ નયન પ્રિન્ટિંગ પ્રેસ સ્વતંત્ર રાખ્યું. આ નયન પ્રેસ કંકોતરીનું કામ કરતું અતે તે મોટા દીકરા 1કીર્તિભાઈ ચલાવતા. આ પ્રેસમાં નફો ઠીક ઠીક રહેતો. એમ. બાબુલાલ પ્રેસ કમાતું નહિ હોવાથી નવા I Iકરેલા ભાગીદાર વીરચંદ નાગજીભાઈને ઇર્ષ્યા થઈ કે આ બન્ને પ્રેસોમાં આપણે ભાગ રાખવો. કેમ કે તમે I નયન પ્રેસમાં વધુ ધ્યાન આપો અને તેમાં જે કમાણી થાય તે તમારી આગવી અને એમ. બાબુલાલમાં કમાણી ન થતાં જે નુકસાન થાય તેમાં અમારે ભાગ આપવો તે કોઈ રીતે પાલવે નહિ. પરિણામે તેમણે ૩૦ હજાર પાછા માગ્યા અને કહ્યું કે પ્રેસ અમને સોંપી દો, અને કાં તો અમને અમારા પૈસા વ્યાજ સાથે ।પાછા આપી દો. આમાંથી એકેય કરવું મને પાલવે તેમ નહોતું. છેવટે મેં એમને કહ્યું અમે તમને તમારા |પૈસા છ મહિનામાં આપી દઈશું. પ્રેસ તો અમે આપી શકીએ તેમ નથી અને હાલ રોકડા આપી શકીએ તેમ નથી. તે કબૂલ થયા અને પ્રેસમાંથી છૂટા થયા. પણ પૈસા આપવાની પહોંચ અમારી પાસે ન હતી.
I
આ બાજુ મેં સેન્સસનું કામ રાખેલ. તેમાં ટાઈપો વિગેરેમાં પૈસા રોકવાના હતા. કારીગરોને પૈસા |ચુકવવાના હતા. અને આ બાજુ વીરચંદભાઈનો તકાદો હતો. એક આંખ ઓપરેશનમાં ગુમાવેલી હતી. I 1બીજી આંખે મોતીયો વળતો હતો. કીર્તિભાઈ જુદા રહ્યા હતા. અને આ બાજુ ધર્મસાગરજી વિગેરે પણ
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૪૪]