Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
-
-
મનસુખભાઈ ભગુભાઈને સાગરજી મહારાજની વાત સાચી લાગી. તેથી તેઓ સંવત્સરી કરવા પેટલાદ ગયા! Jઅને સાગરજી મહારાજ સાથે સંવત્સરી કરી. સાંભળીએ છીએ કે તે વખતે તેમણે પેટલાદમાં સંવત્સરીના દિવસે સોનાના વેઢની પ્રભાવના કરી હતી.
આમ વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ચોથ કઈ રીતે રાખવી ; તેનો મતભેદ હતો. પણ બન્ને પક્ષો પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ તો ન જ થાય તેમાં કબૂલ હતા. માત્ર ચૌદશ-T પૂનમ જોડિયું પર્વ ગણાય છે તેમ ચોથ - પાંચમને જોડિયું પર્વ ગણવું કે નહિ તેનો મતભેદ હતો. !
ટૂંકમાં ૧૯૫૨માં શાસનમાં સર્વમાન્ય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તે માન્યતા સર્વસંમત હતી.'
વિક્રમ સંવત ૧૯૬૧માં પણ સંઘમાન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તે ! વખતે પણ વિક્રમ સંવત ૧૯૫૨ની માફક સંઘના મોટાભાગે બીજા પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ ! છઠનો ક્ષય કર્યો. આ વખતે પૂજ્ય આનંદસાગરજી મહારાજ કપડવંજ મીઠાભાઈ ગુલાલચંદના ઉપાશ્રયે ! ચોમાસું હતા. ગામના બીજા ઉપાશ્રયે પૂજ્ય આત્મારામજી મહારાજના સાધુઓ ચોમાસુ હતા. કપડવંજ એ Íસાગરજી મહારાજની જન્મભૂમિ છે. સાગરજી મહારાજે વિચાર્યું કે સંવત્સરીના પ્રશ્ન ગામમાં મતભેદ પડેT એિ ઠીક નહિ. તેમણે પોતાની વાત ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની મનમાં રાખી. પણT સાથે જણાવ્યું કે મારે આ પ્રશ્ન સંઘમાં ભેદ પાડવો નથી. તેથી કુવૃષ્ટિ ન્યાયે તેમણે ભાદરવા સુદ ૬ ના ક્ષયે !
ભાદરવા સુદ ચોથ સંવત્સરી કરવામાં સંમતિ આપી. i આ રીતે વિક્રમ સંવત ૧૯૬૧માં બધાં ગામોના સંઘોમાં ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા | સુદ ચોથના સંવત્સરી કરવાનું રાખ્યું. આમ વિક્રમ સંવત ૧૯૬૧માં વિના મતભેદે ભાદરવા સુદ ૬ નો ક્ષયT થયો. આ વખતે પણ કોઈએ પર્વતિથિ પાંચમનો ક્ષય કર્યો નથી અર્થાત્ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તે ! માન્યતા સંઘની હતી તે જ રહી.
(૪) વિક્રમ સંવત ૧૯૮૯માં પૂજય સાગરજી મહારાજનું ચોમાસું જામનગરમાં હતું. આ વખતે તેઓને 'ત્યાં પૂજ્ય ચંદ્રસાગરજી મહારાજ વિગેરેની ટુકડી દીક્ષિત થયેલી હતી અને તેઓનું વર્ચસ્વ પણ સારું હતું. આ સિદ્ધચક્ર માસિક છપાતું હતું. તેમાં શાસન પ્રભાવનાના સમાચારો અને પૂજ્ય સાગરજી મહારાજનાં વ્યાખ્યાનો ! છપાતાં હતાં. આ વખતે તેમને દાનસૂરિજી મહારાજ સાથે દીક્ષા કેટલામાં વર્ષે આપવી તેના અને મરીચિના ઉત્સુત્ર વચન સંબંધમાં કેટલાક મતભેદો હતા. તેની નોંધ વીરશાસન પેપર અને સિદ્ધચક્રમાં છપાતી હતી. 1 આમ તે બે વચ્ચે ગાયકવાડ સરકારની દીક્ષાના કાયદા પ્રસંગે થયેલો મનમેળ આ બધાં કારણે ઘટી ગયો હતો. 1 | ચંદ્રસાગરજીની ટુકડી અને કેટલાક ભક્તોના આગ્રહથી તેમણે વિક્રમ સંવત ૧૯૮૯માં પંચાંગના!
ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું અને પંચાંગની ત્રીજની ઉદયતિથિના દિવસે ભાદરવા સુદ | ચોથની સંવત્સરી કરવાનું જાહેર કર્યું
જ્યારે આચાર્ય દાનસૂરિ મહારાજ તરફથી છપાતા વીરશાસન પત્રમાં બીજા પંચાંગનો આશરો લઈi ================================ તિથિ ચર્ચા
૬િ૧ | — — — –