Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
C
વિભાગ – ૨
તિથિ ચર્ચા]
6 હી
તિથિ ચર્ચા
(૧)
આપણા સંઘમાં તિથિનો પ્રશ્ન લગભગ ૯૨ વર્ષથી ચર્ચાય છે. આનું મૂળ વિક્રમ સંવત ૧૯૫૨થી છે. પરંતુ ૧૯૫૨, વિક્રમ સંવત ૧૯૬૧ ને વિક્રમ સંવત ૧૯૮૯ આ ત્રણ વર્ષમાં સંવત્સરી અંગે આ પ્રશ્ન હતો. આ ત્રણ વર્ષમાં સંઘમાન્ય પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે કઈ તિથિનો ક્ષય કરી |ચોથ ઊભી રાખી સંવત્સરી કરવી તે પ્રશ્ન હતો. પણ વિક્રમ સંવત ૧૯૯૨-૯૩માં સંઘમાન્ય પંચાંગમાં | Iભાદરવા સુદ બે પાંચમ આવી. ત્યારે કઈ તિથિની વૃદ્ધિ કરવી અને ભાદરવા સુદ ૪ ઊભી રાખી સંવત્સરી કરવી તે પ્રશ્ન ઊભો થયો. અને તેમાંથી પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ જે પહેલાં નહોતી થતી, તેને બદલે એક પક્ષે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાનું રાખ્યું. અને બીજા પક્ષે જૂની પ્રણાલિકા મુજબ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાનું અને પર્વાનંતર પર્વની તિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વતર અપર્વ તિથિની |ક્ષયવૃદ્ધિ કરવાનું પ્રણાલિકા મુજબ હતું તે કાયમ રાખ્યું. જેને લઈને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરનાર બે | તિથિવાળો પક્ષ, અને જેઓ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા તે એકતિથિવાળો પક્ષ મેં કહેવાયો. આઠમ, બે ચૌદશ વિગેરે બોલવા અને કરવાથી બે તિથિવાળો પક્ષ કહેવાયો.
વિક્રમ સંવત ૧૯૫૨માં તે વખતનું સંઘમાન્ય પંચાંગ ચંડાંશુચંડૂ હતું. તેમાં ભાદરવા સુદ પાંચમનો ।ક્ષય આવ્યો. આથી એ પ્રશ્ન ઉભો થયો કે આપણે ત્યાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને । |પૂનમ એ શુકલપક્ષ અને કૃષ્ણપક્ષની થઈ ૧૨ પર્વતિથિઓ છે. આ પર્વતિથિઓની પંચાંગમાં ક્ષય-વૃદ્ધિ આવે । Iત્યારે બીજના બદલે એકમ, પાંચમના બદલે ચોથ, આઠમના બદલે સાતમ, અગિયારસના બદલે દશમ, ચૌદશના બદલે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની રીત હતી. તથા પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેની જોડેની પર્વતિથિ ચૌદશ હોવાથી તેરસની ક્ષય-વૃદ્ધિ થતી હતી. અને તે મુજબ લોકોની આરાધનાની સમજ માટે તેવા ભીંતીયાં પંચાગો છપાવી કાઢવામાં આવતાં હતાં. જ્યારે મુદ્રણની પરિસ્થિતિ નહોતી ત્યારે ટહેલિયા İદ્વારા અને વ્યાખ્યાનમાં આ પ્રમાણે જાહેર કરાતું હતું અને તે પ્રમાણે સર્વ લોકો બાર પર્વની આરાધના કરતા |
હતા.
[૫૯