Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|સૂરિજીના પક્ષે ખૂબ ખૂબ પ્રચાર કર્યો, પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. ચુકાદો બહાર પડયા પછી તરફેણમાં અને વિરુદ્ધમાં ખૂબ ખૂબ છાપાબાજી ચાલી. પહેલાં હતો તેના કરતાં પણ વધુ કલેશ વધ્યો. શેઠને પણ આ બાબતમાં પડયા બદલ પસ્તાવો થયો. આ પછી તેમનાં નિવેદનો બદલ પડાપડી કરનારાઓને શેઠે ઘસીને ના પાડી દીધી. આ પછી પણ, આ વિવાદમાં મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી, તેના પુરાવાઓ સાગરજી મહારાજને એક પછી એક વધુ મળતાં રહ્યાં.
પૂ. આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજ જુનાગઢથી વિહાર કરી અમદાવાદ આવતા હતા તે વખતે જામનગર પાસેના પ્રાયઃ પડધરી ગામના ઉપાશ્રયમાં ઉતર્યા હતા. ત્યાં બપોરનો વિશ્રામ કર્યા બાદ સાંજે ત્યાંથી વિહાર કર્યો. પરંતુ આ ઉપાશ્રયના ટેબલના એક ખાનામાં પુનાના મોહનલાલ સખારામે લખેલા કાગળો તથા તેમણે મોહનલાલ સખારામને લખેલા કાગળની કોપીઓ વિસરાઈ ગઈ. આ પછી ત્યાં નગરવાળાં સાધ્વી હેતશ્રીજી મહારાજ આવ્યાં. તેમણે આ કાગળો જોયા. અને તે કાગળો સાગરજી મહારાજને સુરત મોકલ્યા. |આથી મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી તેની વધુ દૃઢતા થઇ. આમ સાગરજી મહારાજ પાસે આ બધી સામગ્રી ભેગી | થઈ અને તે સામગ્રી એમ જણાવતી હતી કે મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી, અને મેં જે ચુકાદાનો ઇન્કાર કર્યો તે ઠીક જ કર્યું છે. આ પછી પણ કીર્તિમુનિ અને ભાનુસૂરિ વિગેરેએ પણ વૈદ્ય સાથે પત્ર વ્યવહાર કર્યો. અને હું પણ વૈદ્યને પુનામાં મળ્યો. તથા રામસૂરિના ભક્તો પણ પુનામાં મળ્યા. આ બધાનું ફલિત એ ચોક્કસ હતું મધ્યસ્થી વૈદ્ય તટસ્થ રહ્યા નહોતા. વધુમાં પંડિત સુખલાલજી અને ગુર્જર ગ્રંથ રત્નવાળા શંભુભાઈ મળ્યા. હું તેમનું પણ કહેવું થયું કે શેઠે વૈદ્યને મધ્યસ્થી બનાવવામાં ભૂલ ખાધી છે. તે એટલા ગંભીર અને મધ્યસ્થી | |માટે યોગ્ય નથી.
આ વૈદ્યનો ચુકાદા અંગેનો ઊહાપોહ ઘણાં વર્ષો સુધી ચાલ્યો અને આજે પણ યથાવત્ છે.
(૧૧)
ડૉ. પી. એલ. વૈદ્યના ચુકાદા પછી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હતા, તેથી આ ચુકાદાને અનુસરીને પેઢીના વહીવટમાં તેઓ પર્વતિથિઓની વ્યવસ્થા કરશે તેવી ધારણા આચાર્ય વિજયરામચંદ્રસૂરિના ભક્તોની હતી. અને તે માટે પેઢીની મિટિંગમાં કસ્તુરભાઈ શેઠ શું વલણ લે છે તે રાહ જોતા હતા. આ દરમ્યાન મેં શેઠ વાડીલાલ દોલતરામના મુળચંદભાઈ તથા કેટલાક પાસે પાલીતાણાની ભાતા ખાતામાં ચૌદશ-અમાસની ક્ષથવૃદ્ધિએ શ્રીસંઘ અને રામચંદ્રસૂરિજીની વચ્ચે જે મતભેદ |આવતો હતો તેમાં શ્રીસંઘને અનુસરતી ચૌદશે આયંબિલ વિગેરે ભગુભાઈ શેઠની વારીમાં નોંધાવી દીધું હતું. Iઅને તેની પાકી પહોંચ પેઢી પાસેથી મેળવી લીધી હતી.
થોડા વખત બાદ પેઢીની મિટિંગ મળી. તેમાં પર્વતિથિની ચર્ચા થઈ કે આપણે શું કરવું ? શેઠે |અગાઉની તિથિઓ નોંધાયેલી જોઇ અને બધાની વાતો સાંભળ્યા પછી કહ્યું કે ‘આપણે જૂની પરંપરા પ્રમાણે Iજે રીતે કરતા હતા તે રીતે કરવાનું છે. ચુકાદો ભલે હું લાવ્યો, પણ કોઈએ માન્ય ન કર્યો હોવાથી આપણને તે ચુકાદા સાથે કોઈ નિસ્બત નથી, મારા ઘરમાં પણ જૂની પ્રણાલિકા પ્રમાણે બધાં વર્તવાનાં છે. અને આપણે પેઢીની પરંપરાગત પ્રણાલિકા પ્રમાણે વર્તવાનું છે.' આમ આ ચુકાદાનો પેઢીમાં સ્વીકાર થયો નહિ.
તિથિ ચર્ચા]
[૭૩