Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
આપશો. પણ તેમણે કશો ખુલાસો ન આપ્યો તેથી આ કાગળ સાચા માની મેં પંડિત મફતલાલને છાપવામાં Jઆપ્યા છે. હવે જો તમારો અસીલ એમ કહે કે આ કાગળ મારા નથી તો મને તે તેના છે તેવું માનવાનો!
કોઈ આગ્રહ નથી.” 1 અમે ચીમનલાલ શેતલવડ પાસે નોટિસનો જવાબ એપ્રુવ કરાવ્યા પછી જેશીંગભાઈની વાડીવાળા મધુરીબેનના સંબંધે વાડીવાળાની લાગવગથી ભૂલાભાઈ દેસાઈને મળ્યા. તેમણે આ નોટિસો, તેનો જવાબ બધું વાંચ્યા પછી કહ્યું કે સોલીસીટરો અને એડવોકેટના જવાબ કરતાં તમાસ-આચાર્ય મહારાજે જે જવાબ આપ્યો! છે તે બરાબર છે. આમાં પરિણામ કાંઈ આવવાનું નથી. એડવોકેટો અને સોલીસીટરો તમારા બન્નેના પૈસા
ખંખેરશે અને છેવટે સમાધાન થશે. તેના કરતાં કસ્તુરભાઈ શેઠ જેવા ડાહ્યા માણસને વચ્ચે રાખી પતાવી લો. jઆમાં કોર્ટે ચઢવાની જરૂર નથી. અમે કહ્યું, આમાં કસ્તુરભાઈ શેઠ પડી શકે તેમ નથી. -
જવાબો-પ્રતિ જવાબો થયા. સામા પક્ષે ઇન્વેન્ટરી માંગી. અમારા સોલીસીટરે ના પાડી. પરિણામેT Iકેસ કોર્ટમાં આગળ ચાલ્યો. વર્ષ દોઢ વર્ષ ચાલ્યો હશે. તેમાં કેસ ચાલ્યા પહેલાં હંસસાગરજી મહારાજની અને
સાગરજી મહારાજની કમીશનથી જુબાની રાખવામાં આવી. આ કેસ દરમ્યાન હંસસાગરજી મહારાજ મુંબઈ 1 કોટમાં અને ત્યાર પછી ગોડીજીમાં હતા. આ કેસની જુબાનીમાં અમારા તરફથી પ્રસન્નચંદ્ર બદામી અને Tલક્ષ્મીચંદ તરફથી કરાણી બેરિસ્ટર હતા. શનિવારે શ્રીયુત ઈશ્વરનું મદ્રાસી પાસે આ જુબાની ચાલતી હતી. | Jઆ જુબાની લગભગ આઠ દસ શનિવાર ચાલી હશે. હંસસાગરજી મહારાજ નવા નવા ઇસ્યુ કાઢતા, અને Jપેલા લોકો રામચંદ્રસૂરિજી મહારાજને પૂછી નવાનવા પ્રશ્નો પૂછતા. પરિણામે એક ડેફેમેશનમાંથી ઘણા! ડફેમેશન ઊભા થતા.
એક પ્રસંગ એવો આવ્યો જેમાં મિ. કરાણીએ પૂછ્યું કે બકુભાઈ મણીલાલ અમદાવાદના સગૃહસ્થ છે તે તમે જાણો છો ? ત્યારે હંસસાગરજીએ કહ્યું. “હા, તે ગૃહસ્થ છે તે જાણું છું. પણ તે સગૃહસ્થ નથી.! પછી સગૃહસ્થ કેમ નથી તેનું તેમણે વિવેચન કર્યું. આમ આ બધી ચર્ચા આડે રસ્તે વળી ગઈ.
છેલ્લે પર્વતિથિ નિર્ણયમાં છાપેલ સોળ ચિઠ્ઠીઓની વાત નીકળી. આ ચિઠ્ઠીઓ સંબંધી અમારા કોઈના મનમાં કાંઈ શંકા નહોતી. આ ચિઠ્ઠીઓમાં ઉપર મોહનલાલ નામ લખેલું હતું અને તેમાં “ની પાના સોળ' ! આવાં લખાણો હતાં અને તેમાં વૈદ્યના નામનું સૂચન હતું. તેથી આ ચિઠ્ઠીઓ વૈદ્ય ઉપર લખાયેલી છે, એમ માન્યું હતું.
આ ચિઠ્ઠીઓ હંસસાગરજી મહારાજને તેઓ કીકાભટની પોળના ઉપાશ્રયે હતા તે દરમ્યાન મળી! હતી. ચિઠ્ઠીઓના અક્ષર રામવિજયજી મહારાજના હતા. તે અક્ષર હંસસાગરજી મહારાજ સારી રીતે ઓળખતા હતા. તેમાં મોહનલાલ અને વૈદ્યના નામનો નિર્દેશ હોવાથી તે ચિઠ્ઠીઓ પી.એલ.વૈદ્ય અંગેની છે તેમ માની તેમણે મને છાપવા આપી હતી. જો કે ચિઠ્ઠીઓમાં લખનારનું નામ ન હતું. પણ અક્ષર રામચંદ્રસૂરિજીના જj હતા. તેથી તેમણે જ આ બધું કર્યું છે તેમ માન્યું હતું.
પરંતુ સદ્ભાગ્યે અમને એવું સૂઝયું કે રામવિજયના સાચા અક્ષરો સાથે આ અક્ષરો મેળવી પોલીસ jખાતાનું સર્ટિફિકેટ લેવું. એટલે અમે શ્રીયુત ચીનુભાઈ સોલીસીટર દ્વારા પુના સી.આઈ.ડી. ખાતાને આ 1ચિઠ્ઠીઓ મોકલી. આ અક્ષર રામચંદ્રસૂરિજીના છે તે સર્ટિફીકેટ મેળવ્યું હતું. ================================
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
— — — — — — — — — — —- - - - - - - -
૭૬]