Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
પર્વ તિથિ નિર્ણય પુસ્તકનો લેખક અને સંપાદક હું છું. અને આ બધી જવાબદારી મારા એકલા ઉપર આવે ! અને કેસ થાય ત્યારે પુસ્તક છપાવનાર શેઠિયાઓ ખસી જાય તો શું થાય? આથી મેં એક સરક્યુલર તૈયાર ! કર્યો. તેમાં લખ્યું કે “આ પુસ્તક જૈન ધર્મ પ્રભાવક સમાજે પંડિત મફતલાલને છાપવા આપ્યું છે અને તેની ! જવાબદારી સમાજની છે.” આ સરક્યુલરમાં બધાએ ટપોટપ સહીઓ કરી. કોઈએ ઉપર વાંચ્યું નહિ. સહીઓવાળો સરક્યુલર મેં મારી પાસે રાખ્યો અને હું થોડો નિશ્ચિત બન્યો. આ પછી બે દિવસ બાદ મારા | iઉપર આવી હતી તેવી નોટિસ શ્રીચીમનલાલ મંગળદાસ ઉપર અને શ્રી કાંતિલાલ લખુભાઈ ઉપર આવી. |
શ્રી ચીમનભાઈ આ નોટિસને વાંચ્યા બાદ ગભરાયા અને મોહનલાલ છોટાલાલ વિગેરે સમાજના સભ્યોને ! મળ્યા. તેમણે કહ્યું કે હું પ્રમુખ થયો તેની આ આપત્તિ છે. તે વખતે મોહનલાલ છોટાલાલ વિગેરેએ કહ્યું કે ! પંડિત મફતલાલ બે દિવસ ઉપર આપણી પાસે સરક્યુલરમાં સહી કરાવી ગયા હતા તે શું હતું? કોઈને આ ; વસ્તુની પૂરી યાદ નહોતી. મને બોલાવ્યો અને પૂછ્યું કે સરક્યુલરમાં શું લખ્યું હતું? મેં કહ્યું, આ પર્વતિથિ | નિર્ણય પુસ્તક સમાજે મને છાપવા આપ્યું છે તે લખ્યું હતું. તેમણે કહ્યું, અમારા ઉપર નોટિસ આવી છે. ત્યારે મેં કહ્યું, મારા ઉપર પણ નોટિસ આવી છે. ! જરા તપી જઈ શ્રીમોહનભાઈએ કહ્યું, અમારા ઉપર તમને વિશ્વાસ ના બેઠો કે જેથી તમારે આવો ! સરક્યુલર કાઢવો પડ્યો? મેં કહ્યું, હું એકલો પડી જાઉં માટે સરક્યુલર કાઢ્યો હતો.
આ સંબંધમાં હું પૂજ્ય હંસસાગરજી મહારાજને મળ્યો. તેમણે મને આશ્વાસન આપ્યું. પણ મુંબઈમાંથી I આ નોટિસ નીકળી હતી અને નોટિસ કાઢ્યા પછી ૨૫000 રૂપિયાની રકમ જણાવી મુંબઈ હાઈકોર્ટમાં ! ચીમનભાઈ, કાંતિભાઈ અને મને પ્રતિવાદીઓ ગણી કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરવાની સાથે જ મુંબઈમાં તે વખતે સારા ગણાતા બેરિસ્ટરો કનૈયાલાલ મુનશી, તારાપોરવાળા વિગેરેને રીટેનર ફી આપી રોકી | jલીધા હતા. અમારા ઉપરાંત પૂ. સાગરજી મહારાજને પણ તે વખતે તે વાવી મુકામે બિરાજતા હોવાથી ;
નોટિસ પહોંચાડી હતી. ! આ પછી ધર્મપ્રભાવક સમાજની મિટિંગ મળી અને આ નોટિસનો જવાબ આપવા વિગેરે કાર્ય |
કરવાનું નક્કી કર્યું. હું તથા ચીમનભાઈ વિગેરે મુંબઈ ગયા. અને તે વખતે પાયધુની, જયંત મહાલમાં રહેતા | jજયંત મેટલ વર્કસવાળા ચીમનભાઈને ત્યાં ઊતર્યા. તેમના સોલીસીટર પૂર્ણાનંદ જશુભાઈ હતા. તેમની ઓફિસ |
મુંબઈ કોટમાં ટેમરીડ લાઈનમાં હતી. ત્યાં અમે તેમને મળ્યા અને નોટિસનો જવાબ તૈયાર કરાવ્યો. આ| Lજવાબમાં કોઈ ભૂલ ન થાય માટે બીજા પ્રસિદ્ધ બેરીસ્ટરોની સલાહ લેવાનું રાખ્યું. ત્યારે ખબર પડી કે પ્રસિદ્ધ I
બેરીસ્ટરો મુનશી, તારાપોરવાળા વિગેરેને તો તેમણે રોકી લીધા છે. આથી અમે તે વખતે એમ.પી. અમીન ! પાસે તે નોટીસનો જવાબ તૈયાર કરાવ્યો. અને ચીમનલાલ સેતલવાડ જે નિવૃત્ત હતા, તે છતાં લાગવગથી ; તેમની પાસે એપ્રુવ કરાવ્યો. આ બધા કામમાં જુનિયર બેરિસ્ટર તરીકે અમે સુરચંદભાઈ બદામીના પુત્ર પ્રિસન્નચંદ્ર બદામીને રોક્યા હતા.
અમે આ પ્રવૃત્તિમાં હતા ત્યારે અમને ખબર પડી કે આચાર્ય મહારાજ સાગરાનંદસૂરિને જે નોટિસ ! વાપીમાં આપી હતી તે નોટિસનો જવાબ તો તેમણે કોઈની સલાહ લીધા વિના તેમની ભાષામાં અને રીતરસમ મુજબ આપી દીધો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે “આ કાગળો છાપવા આપતા પહેલા મેં તમારા અસીલને પૂછાવ્યું હતું કે તમારા લેટર પેપર ઉપર અને તમારી સહીપૂર્વકના આ કાગળો છે તો તે સંબંધી ખુલાસો | ============================= ==
[૭૫ - - - -
તિથિ ચર્ચા] .
–