Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
છેલ્લે હંસસાગરજી મહારાજની જુબાનીમાં કરાણીએ એ પ્રશ્ન ઉઠાવ્યો કે આ અક્ષર રામચંદ્રસૂરિજીના| છે એ સાચું, પણ ઉપર કેશવલાલ નામ રબરથી કાઢી મોહનલાલ લખ્યું છે. આ ચિઠ્ઠીઓ પ્રવચનના પ્રુફ અંગે ! લખાયેલી છે અને તેમાં વૈદ્યનું જે નામ છે તે પી.એલ. વૈદ્ય નહિ પણ વડોદરાવાળા વૈદ્ય છે. જાણી જોઈને બદનામ કરવા આ ચિઠ્ઠીઓનો ઉપયોગ થયો છે. આનો જવાબ હંસસાગરજી પાસે કે અમારા બેરીસ્ટર પાસે નહોતો કારણ કે કાચથી સ્પષ્ટ દેખાતું હતું કે કેશવલાલને બદલે મોહનલાલ લખેલું હતું.
આ અંગે અમે ગોડીજીમાં મળ્યા અને મોટા બદામી સુરચંદભાઈ તથા તેમના પુત્ર પ્રસન્નચંદ્રને I બોલાવ્યા. આ જુબાની દરમ્યાન સમાજવાદી કાર્યકર પુરુષોત્તમ બેરીસ્ટર પણ અમારા પક્ષે હતા. આ બધાના મળ્યા પછી અમારા તરફથી એ દલીલ થઈ કે આ ચિઠ્ઠીઓ રામચંદ્રસૂરિજીના હાથની છે તે સાચી છે. કેશવલાલને બદલે મોહનલાલ લખાયું છે તે પણ સાચું છે. બનવા જોગ છે કે તેમાં જે વૈદ્યનો ઉલ્લેખ છે તે વડોદરાના વૈદ્યનો હોઈ શકે. પણ આ બધું કાવતરું અમને ફસાવવા માટે સામા પક્ષ તરફથી કરાયું છે. કેમકે |જો આ ચિઠ્ઠીઓ અમે ઊભી કરી હોત તો સી.આઈ.ડી. પાસે નિર્ણય કરાવત નહિ અને કોર્ટમાં રજૂ કરતI નહિ. આથી આ ચિઠ્ઠીઓ અમને ફસાવવા માટે કાવતરાપૂર્વક સામા પક્ષે જ કરી છે. આ વાત કમિશ્નરને પણ ગળે ઊતરી અને તેણે તે પણ નોંધ્યું. હંસસાગરજી મહારાજ ઉપરાંત સુરત મુકામે તે વખતે બિરાજતા પૂ. સાગરાનંદસૂરિજીની પણ કમીશનથી જુબાની લેવામાં આવી. સાગરજી મહારાજને સામા પક્ષના વકીલ તરફથી ઘણી જાતના પ્રશ્નો પૂછાયા. પણ તેમણે જે હતું તે યથાવત્ કહ્યું. હંસસાગરજીની જુબાનીમાં લક્ષ્મીચંદ |અને તેની પત્ની લક્ષ્મીબાઈ સંબંધી જે પ્રશ્નો હતા સંબંધે યથાવત્ જે જાણકારી હતી તે કહ્યું.
આ કેસ ચાલતો હતો તે દરમ્યાન શાસનસુધાકર પેપરમાં હંસસાગરજી મહારાજે કેસ સંબંધી કેટલીક વિગતો પ્રગટ કરેલી, તે અંગે લક્ષ્મીચંદે કોર્ટનો તિરસ્કાર કર્યો છે તેવી મતલબની અરજી કરી. શાસન |સુધાકરના તંત્રી, હંસસાગરજીના મોટાભાઈ મોતીચંદને પણ કોર્ટમાં ઘસડ્યા. એમને પણ અમે અમારી સાથેના |વકીલો દ્વારા તેમના જવાબો અપાવ્યા. છેવટે કેસ હાઈકોર્ટના જજ આગળ નીકળ્યો. શરૂઆતમાં આ જજ | પારસી હતા. સંસ્કૃતના અભ્યાસી ન હતા. આથી આ કેસ અમદાવાદના વતની નાનુભાઈ ભગવતી જજ પાસે ! મુંબઈ હાઈકોર્ટમાં નીકળ્યો. તેમણે કેસ નીકળતાં જ સમાધાનની ભૂમિકા રજૂ કરી અને કહ્યું કે હવે આ પુસ્તક જ્યારે ફરી છાપો ત્યારે લક્ષ્મીચંદના કાગળ નહિ છાપવા. આમ જજની રૂબરૂ સમાધાન થયું અને કેસ માંડવાળ થયો. સાથે સાથે મોતીચંદભાઈનો પણ કેસ માંડવાળ થયો. આ કેસમાં બન્ને પક્ષોએ સારો ખર્ચ કર્યો.
આ કેસ લગભગ બે વર્ષ ચાલ્યો હશે. આ માટે મારે મુંબઈના ઘણા આંટા ખાવા પડ્યા. આ કેસ | દરમ્યાન મોટે ભાગે હું મારા મિત્ર તારદેવમાં રહેતા મણિલાલને ત્યાં ઊતરતો. જ્યારે કેસમાં ચીમનભાઈ વિગેરેની જરૂર પડતી ત્યારે હું અને ચીમનભાઈ મરીન ડ્રાઈવ ઉપર કાંતિલાલ ઇશ્વરલાલને ત્યાં ઉતરતા. એ વખતે સોંઘવારી હોવાથી ઘરના ખર્ચની બહુ વિટંબણા નહોતી. પણ હું મારું ભણાવવાનું તથા કોઈપણ |આર્થિક ઉપાર્જન કરવાનું કરી શક્યો નહિ. તેમજ જે માણસોએ મને વિશ્વાસ આપ્યો હતો કે તમે નોકરી છોડી Iદો, બધું થઈ રહેશે. તેઓએ કશું કર્યું નહિ. પૂ. સાગરાનંદસૂરિજી મહારાજને લાગ્યું કે આ માણસે પોતાનીI નોકરી ગુમાવી છે. રાત દિવસ જોયા સિવાય મહેનત કરી છે માટે કાંઈક કરવું જોઈએ. આથી તેમણે સુરત ગોપીપુરામાં આનંદ પુસ્તકાલયમાં એક સાધુ-સાધ્વીજીઓને ભણાવવાની પાઠશાળા ખોલી તેમાં મારો મહિને ૩૦૦ રૂપિયા પગાર નક્કી કર્યો. અને હું સુરત રહ્યો. સુરતમાં મોતીચંદ કસ્તુરચંદને ત્યાં જમતો અને
તિથિ ચર્ચા]
[૭૭