Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
ડૉ. પી. એલ. વૈદ્ય રૂબરૂ ચર્ચા કરી પાલીતાણા છોડ્યા પછી તેમની પાસેથી શું ચુકાદો આવે છે. તેના માટે સૌ કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. પણ તે ચુકાદો આવ્યા પહેલાં પુનામાં રામસૂરિના ભક્તોએ! વૈદ્યનું બહુમાન કર્યું, અને આ બહુમાનના સમાચાર “જૈન વિગેરે પેપરોમાં છપાયા. તેમજ ચુકાદો કસ્તુરભાઈ ! શેઠને સોંપ્યા પહેલાં વૈદ્ય કેટલાક લાગતા વળગતા માણસો આગળ ચુકાદો કોની તરફે છે એની જાણ કરી.'
અને આવી જાણવાળા માણસોએ પોતાના સ્નેહી સંબંધીઓને આ જાણનો પ્રચાર કર્યો. ! ખાસ કરીને જીવાભાઈ શેઠે રાધનપુર પન્યાસ સુમતિવિજયજીને, આચાર્ય જંબુસૂરિજીએ સાધ્વી શ્રી. રંજનશ્રીજીને, તેમજ ભુરાલાલ પંડિતે કેટલાકને જણાવ્યું કે આ ચુકાદો રામસૂરિજી તરફે છે. એટલું જ નહિ. ! પણ કાંતિલાલ ભોગીલાલ નાણાવટી જેવાને ખુદ વૈધે પણ કહ્યું કે આ ચુકાદો રામવિજયજી તરફે છે. આ બધી પ્રવૃત્તિ થઈ અને તેની જાણ જૈન જગતમાં ફેલાઈ ત્યાં સુધી શેઠની પાસે ચુકાદો આવ્યો નહોતો. આનું |પરિણામ એ આવ્યું કે સાગરજી મહારાજને વૈદ્યની તટસ્થતા મ્પર શંકા ઉપજી. તેમણે મને પુના મોકલ્યો. ] Jઅને બીજા માણસો દ્વારા તપાસ કરાવી તો તેમની શંકામાં તેમને દઢતા થવા લાગી. પરિણામે કસ્તુરભાઈ શેઠT
તરફથી વૈદ્યના ચુકાદાની જાણ સાગરજી મહારાજને કરાય તે પહેલા સાગરજી મહારાજે કપડવંજથી તાર કરી! શેઠને જણાવ્યું કે “વૈદ્ય તટસ્થ રહ્યા નથી, તેથી તેમની તરફથી જે કોઈ ચુકાદો આવે તે મને અને મારા અનુયાયીઓને કોઇને કબૂલ નથી.” આ તાર કર્યા પછી બે દિવસે ચુકાદાનું રજીસ્ટર કસ્તુરભાઈ શેઠ તરફથી સાગરજી મહારાજને કપડવંજ મોકલવામાં આવ્યું. આ રજીસ્ટર તેમણે એવું લખી પાછું મોકલ્યું કે અમારેj તમારી સાથે કોઈ આવો રજીસ્ટરનો પત્ર વ્યવહાર નથી. આ રજીસ્ટર વૈદ્યના નિર્ણયનું હોય તો તે અમારે, સ્વિીકારવાનું નથી. વૈદ્યના નિર્ણયનું રજીસ્ટર માની અમે તેમને પાછું મોકલીએ છીએ.
આ પછી તેમણે “સવેળાની ચેતવણી” એ હેડીંગ આપી વર્તમાનપત્રોમાં જાહેરાત કરી કે વૈદ્યનો jચુકાદો સંઘને અને અમોને કબૂલ નથી. વૈદ્ય તટસ્થ રહ્યા નથી. આથી આ ચુકાદો બહાર પડે તો માનવાનો
નથી. વર્તમાનપત્રોની જાહેરાત ઉપરાંત હેન્ડબીલ છપાવી માણસો મોકલી તેનો પ્રચાર કર્યો. આમ વૈદ્યનો | Tચુકાદો અધવચ્ચે રઝળી પડ્યો. પછી તે ચુકાદો કસ્તુરભાઈએ બહાર પાડ્યો અને વીરશાસન અને પ્રવચનપત્ર! વિગેરે જે રામચંદ્રસૂરિજીના પક્ષના વાજિંત્રો હતા તેમણે તે ચુકાદો અને તેના ગુજરાતી અનુવાદને બહાર પાડી પ્રચાર કર્યો. પણ ચુકાદાના પરિણામે જે સમાધાન થવાનું હતું તે ન થયું.
- ત્યારબાદ પૂ. આચાર્ય સાગરાનંદસૂરિના ભક્તો અને બીજાઓએ “જૈનધર્મ પ્રભાવક સમાજ નામની | અમદાવાદમાં સંસ્થા ઊભી કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે ચીમનલાલ મંગળદાસ અને સેક્રેટરી તરીકે ! Iકાંતિલાલ લખભાઈ વિગેરે થયા. આ સંસ્થાએ પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી મહારાજથી માંડીને ૩૩ સમુદાયોના નામપૂર્વક જાહેરાત કરી કે “આ ચુકાદાને જૈન સંઘને સાથે કંઈ લેવાદેવા નથી. આ ચુકાદામાં સાગરજી મહારાજ જોડાયેલા હતા, પણ તે મધ્યસ્થી તટસ્થ નહિ રહેવાના કારણે તેમાંથી અલગ થયા છે. અને બીજાઓને તો આ ચુકાદા સાથે કાંઈ લેવાદેવા નથી. સકલ ગામોના જૈન સંઘો જે રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિએj પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતાં હતાં તેમ તથા પર્વાનંતર પર્વતિથિ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની! ક્ષયવૃદ્ધિ કરશે. આમાં કોઈ ફેર નથી.”
આ બધાથી શેઠને ખોટું લાગ્યું. તેમની પાસે સેવક' પત્રના પ્રતિનિધિને મોકલી એવું નિવેદન કરાવ્યું કે જે આચાર્યે સહી કરી હતી તે ફરી જાય તે માટે હવે શું કહેવું?” આ મતલબના નિવેદનનો રામચંદ્રj
=============================== | ૭૨].
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા |
— — — — — — — — — — — —