Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
Jપોલીસ બોલાવવી પડી અને પોલીસની હાજરીમાં મહારાજને સ્થળાંતર કરાવવું પડ્યું. આવી જ પરિસ્થિતિ વાલકેશ્વરમાં પણ થઇ. વાલકેશ્વરમાં પૂ. ભદ્રંકર વિ. (નવકાર મંત્રવાળા) હતા. તેમને પણ છોડીને લોકોએ પર્યુષણ કર્યા. આ પ્રમાણે કોટ વિગેરે ઠેરઠેર થયું. મોટા ભાગના મુંબઈએ નેમિસૂરિ મ. અને વલ્લભસૂરિ ની ! માન્યતા મુજબ પર્યુષણ કર્યા. સાધુઓ ઠેરઠેર રામચંદ્રસૂરિના હતા. પણ તેઓને દૂર રાખી લોકોએ પર્યુષણ | કર્યા.
આ વિ.સં. ૧૯૯૨નો સંવત્સરીનો પ્રસંગ જે સાલમાં આવ્યો તે જ સાલમાં રામચંદ્રસૂરિ મ. ની I આચાર્ય પદવી લાલબાગ - ભૂલેશ્વરમાં થઈ હતી. અર્થાત્ તેમની આચાર્યપદવીના પ્રથમ વર્ષથી જ આ તિથિ ! ચર્ચાનો ગણેશ મંડાયા. જે આજ સુધી ચાલુ છે. આ વર્ષે ભક્તિસૂરિ મ. સમીવાળાએ સંવત્સરી રામસૂરિ માફક કરી હતી. પણ તે એવા ભદ્રિક પુરૂષ હતા કે તેઓ કહે કે મને ખબર નહીં એટલે મેં કરી, અને ખબર પડી jએટલે વિ.સં. ૧૯૯૩માં નેમિસૂરિ વગેરેની સાથે કરી.
(૮). | વિક્રમ સંવત ૧૯૯૩માં પૂજય આચાર્ય વિજય નેમિસૂરિ મહારાજ તથા ૫. આચાર્ય સાગરાનંદસૂરિ | 'મહારાજ જામનગર બન્ને સાથે જ ચોમાસું હતા. આ દરમ્યાન સંઘમાં તિથિના પ્રશ્ન ખૂબ ક્લેશ વધવાના કારણે ! સંઘના આગેવાનો વ્યથિત હતા. તેઓ તેમને અને આચાર્ય વિજય રામચંદ્રસૂરિને મળ્યા. પેપરોમાં ખૂબ 1 કલુષિત લખાણ આવતું હોવાથી તેઓએ વિનંતી કરી કે આનો કોઈ પણ રીતે નિકાલ આવે તો સારું. તેને ! લઈ સંઘના મુખ્ય અગિયાર આગેવાનોની એક કમિટિ નમવામાં આવી. આ કમિટિમાં શેઠ જીવતલાલ ! પ્રતાપસિંહ, ભગુભાઈ સુતરીયા, પ્રતાપસિંહ મોહનલાલ, વિગેરે હતા. આ કમિટિએ એવું નક્કી કર્યું કે બન્ને ! પક્ષો તરફથી શાસ્ત્રીય ચર્ચા થાય. કમિટિ બે વિદ્વાન મધ્યસ્થોને નીમે. અને આ બે મધ્યસ્થી સંમત થઈ જે ; ચુકાદો આપે તે ચુકાદો આ કમિટિ સંઘ વતી બહાર પાડે અને તે બે સભ્યો પરસ્પર સંમત ન થાય તો ત્રીજા | એક વિદ્વાન સરપંચને નીમવો. અને તે આપે તે ચુકાદો કમિટિએ સંઘ વતી બહાર પાડવો. આમાં એમ નક્કી Iકરવામાં આવ્યું કે રામચંદ્ર સૂરિજી મહારાજ જે કહે છે તે શાસ્ત્રથી અને ચુકાદાથી સિદ્ધ થાય તો તે કહે છે ! તિમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ બોલવી, લખવી વિગેરે કરવું. અને જો જૂના પક્ષની વાત સિદ્ધ થાય તો તેમણે ! પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું વિગેરે છોડી દેવું અને જૂની પરંપરાને સ્વીકારવી.
આ મુસદ્દા મુજબ ચર્ચા કરવાનું સ્થળ ખંભાત નક્કી કરવામાં આવ્યું. રામચંદ્રસૂરિ મહારાજના પક્ષj તરફથી બે સાધુ જેમાં તે વખતે કલ્યાણવિજયજી અને રામચંદ્રસૂરિજીની વાત હતી. અને પરંપરાવાળી પક્ષી તિરફથી સાગરજી મહારાજ અને તેમની સાથે નંદનસૂરિજી કે લાવણ્યસૂરિજીને રહેવાનું હતું. આ માટે કઈ ! તિથિઓમાં આ વ્યવસ્થા કરવી તે માટે શ્રીયુત શેઠ જીવાભાઈ જામનગર આવ્યા. અને નક્કી કર્યા મુજબ તે ; તિથિઓ નક્કી થાય એટલે સાગરજી મહારાજ વિગેરેએ વિહાર કરી ખંભાત જવું તેમ ઠર્યું. | જીવાભાઈ શેઠ મુંબઈ ગયા. તેમણે તાર કર્યો. અને તે મુજબ સાગરજી મહારાજ અને તેમનાT આગ્રહથી નેમિસૂરિજી મહારાજ વિગેરેએ ભરઉનાળામાં વિહાર કર્યો. પણ પછીથી જીવાભાઈ શેઠ ફરી ! 'નેમિસૂરિજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે રામચંદ્રસૂરિજી દક્ષિણ તરફ વિહાર કરવા માગે છે અને ! લબ્ધિસૂરિજી મહારાજ કે કલ્યાણવિજયજી મહારાજ, રામચંદ્રસૂરિજી ખસી જતાં હોય તો આમાં ભાગ લેવા ===============================
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
-
-
-
-
-
-
-
-
---
-
-
-
-
-
-
-