Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
સંવત ૧૯૨૮-૨૯નાં વર્ષમાં તે વખતનાં ચંડાંશુચંડૂ પંચાંગમાં ભાદરવા સુદ એકમનો ક્ષય હતો. તે I વખતે શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિએ તેરસનો ક્ષય કરવાનું જણાવ્યું હતું. એની સામે સાગરગચ્છના શ્રીપૂજ્ય શાંતિસાગરસૂરિએ જણાવ્યું હતું કે પૂનમનાં ક્ષય વૃદ્ધિએ આપણે બધા તેરસની ક્ષય-વૃદ્ધિ કરીએ છીએ. પણ એકમનાં ક્ષયે તેરસનો ક્ષય કરવો વાજબી નથી. આ ચર્ચા હતી. પણ પૂનમનાં ક્ષયવૃદ્ધિએ તેરસની ચર્ચા ન હતી. આ અંગે તે વખતનાં બન્ને શ્રી પૂજ્યોનાં હેન્ડબિલ છપાયાં હતાં. તે હેન્ડબિલની નકલ મેં પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં છાપી છે. આ બંને હેન્ડબિલોમાં બંને શ્રીપૂજ્યો સ્પષ્ટ લખે છે કે ‘‘પૂનમની ક્ષયવૃદ્ધિએ Iતેરસની ક્ષય-વૃદ્ધિ કરવી તે તો તપગચ્છનો ધોરી માર્ગ છે.’’ પણ આ વાત તેઓના ખ્યાલમાં ન હોવાથી તેમણે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થઈ તે નાનપણની ભૂલભરેલી સ્મરણશક્તિનાં આધારે જણાવેલું. અને વધુમાં જમ્બુસૂરિએ આ હેન્ડબિલો છાપેલાં તેમાં “પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થાય
તપગચ્છનો ધોરી-માર્ગ છે” તે લીટીઓ કાઢીને હેન્ડબિલ છાપેલું. પાછળથી મેં બધી વાત પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિ મહારાજને કનકસૂરિ મહારાજની હાજરીમાં જણાવેલી અને તે વખતનાં હેનબિલ પણ બતાવેલાં. પણ એ અંગે જાહેરમાં ખુલાસો તેમનાં તરફથી થતો બે તિથિપક્ષવાળાએ અટકાવેલો. આમ, આ ચોમાસાની | |ફેરબદલીથી સિદ્ધિસૂરિમહારાજ બે તિથિ પક્ષના સમર્થક તરીકે વધુ જાહેર થયા.
આને લઇને શાસન સુધાકર પેપર હંસસાગરજીએ શરૂ કર્યું અને જૈન ધર્મ વિકાસ નીતિસૂરિ મહારાજ İતરફથી શરૂ થયું.
બીજો પ્રસંગ
પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિમહારાજ રતિલાલ નાથાલાલની પ્રેરણાથી અતિ-વૃદ્ધ અવસ્થાએ પણ ડોળી વિના શત્રુંજ્ય અને ગિરનારની યાત્રાએ ગયા ત્યારે પાલિતાણામાં પૂજ્ય નીતિસૂરિ મહારાજ અને સાગરાનંદસૂરિ મહારાજ બિરાજતા હતા. આ બંને આચાર્યોને સિદ્ધિસૂરિ મહારાજ સાથે જૂનો ગાઢ પરિચય હતો. બંને આચાર્યો તેમને પૂજ્ય અને ઉપકારી માનતા હતા. પૂજ્ય નીતિસૂરિ મહારાજ તો જ્યારે અમદાવાદથી વિહાર શંકરે ત્યારે પૂજ્ય સિદ્ધિસૂરિ મહારાજને વંદન કરીને વિહાર કરતા. અને અમદાવાદમાં આવે ત્યારે જો સિદ્ધિસૂરિ | |મહારાજ અમદાવાદમાં હોય તો તેમને વંદન કરવા જતા. પૂજ્ય સાગરજી મહારાજને પણ સિદ્ધિસૂરિજી મહારાજ ઉપર ખૂબજ સદ્ભાવ હતો. અને ઘણીવાર વિદ્યાશાળામાં તેઓ સાથે રહ્યા હતા. પાલિતાણા જ્યારે સિદ્ધિસૂરિ મહારાજ આવ્યા ત્યારે પાલિતાણામાં હું હતો. મેં પૂજ્ય સાગરાનંદસૂરિજી મહારાજને અને નીતિસૂરિજી મહારાજને કહ્યું કે તમે બન્ને બાપજી મહારાજને મળો. અને તિથિની ચર્ચાથી શાસનને કેટલું નુકસાન થયું છે અંતે સમજાવો. તમારો તેમની સાથે સારો સંબંધ છે. ભદ્રિક મહાત્મા છે. અને શાસનનું પુણ્ય હોય તો તે |સમજી જાય તો પછી રામચંદ્રસૂરિજીના પક્ષનું બહુ જોર નહિ ચાલે. તેના જવાબમાં સાગરજી મહારાજે મને । [કહ્યું કે તેઓ આટલા વર્ષે યાત્રા કરવા આવ્યા છે. તેમની વધતી ભાવના છે. તેમાં આ વાત નાખવી મને વાજબી લાગતી નથી. આ વાત પૂજ્ય નીતિસૂરિ મહારાજને પણ ગમી. આ બંને આચાર્યો તેમને મળ્યા. પણ આ તિથિ સંબંધી કશી વાત કરી નહિ.
કે
૬૮]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા