Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
ખરીદીમાં તે જુદા રહેવા છતાં આજ સુધી તેમણે એક પૈસો પણ ન આપ્યા છતાં તેમને યોગ્ય મદદ કરી છે.. તેમને ત્રણ પુત્રીઓ છે અને તે ત્રણેય પુત્રીઓને સારે ઠેકાણે પરણાવી છે. આ ત્રણેય લગ્નમાં પણ દાગીના. | વિગેરેમાં પણ યથાશક્ય મદદ કરી છે.
આમ બન્ને પુત્રોનો પરિવાર વ્યવહારિક મોભાપૂર્વક પરણી ચૂક્યો છે અને ઇજ્જતભેર બન્નેનો; iવ્યવહાર સારી રીતે ચાલે છે.
મારે આ બે પુત્રો ઉપરાંત એક પુત્ર અને ત્રણ પુત્રીઓની વિગતમાં પ્રથમ બે પુત્રીઓ પછી એકI Jપુત્ર અને પછી એક પુત્રી છે. બે પુત્રીઓમાં મોટી પુત્રી ચંદ્રા મણુંદ નિવાસી શ્રીયુત દલસુખચંદ ભીખાચંદના! : પુત્ર મહેન્દ્રકુમાર સાથે અને બીજી પુત્રી હંસા ભાલક નિવાસી શેઠ છનાલાલ ભપલદાસ વકીલના પુત્ર
નરેન્દ્રકુમાર સાથે વિક્રમ સંવત ૨૦૨૨માં બન્ને સાથે અમારી જ્ઞાતિમાં પરણી છે. અને એના યોગ્ય કરિયાવર j જ્ઞાતિના વ્યવહાર મુજબ કર્યા છેમારી શક્તિ મુજબ આપ્યું છે અને બન્ને સુખી છે. પોત-પોતાના વ્યવહારj સારી રીતે ચલાવે છે.
- ચિરંજીવી નયનકુમારના લગ્ન વિક્રમ સંવત ૨૦૨૮માં અમારી જ્ઞાતિના મોટપ ગામમાં શાહ અમૃતા કેશવલાલની દીકરીની થયા હતા. આ લગ્ન બાદ બે વર્ષમાં જ તેની સાથે મેળ ન પડવાથી કોર્ટમાં છૂટાછેડા 1 લેવા પડ્યા. આ બે ત્રણ વર્ષના ગાળાનો પ્રસંગ મારા જીવનનો દુઃખદ પ્રસંગ હતો. કેમકે મારી પત્નીની ;
તબિયત નરમ રહેતી હતી. અને આ પુત્રવધૂ ઘેર રહેતી ન હોવાથી વીશીના ભાણા વિગેરેથી ચલાવવું પડતું.i Jઅને જ્ઞાતિમાં પણ એકબીજાના સગાઓના સંઘર્ષથી ઘણું સાંભળવું પડતું. પણ કોર્ટમાં જલ્દી નિકાલ આવી Tગયો અને વિક્રમ સંવત ૨૦૩૫ની સાલમાં છૂટાછેડા કોર્ટે આપ્યા.
આ છૂટાછેડા બાદ તુરત જ બે જ મહિનામાં તેનાં પુનઃ લગ્ન બોરસદે કર્યા. જે આજે સુસંપન્ન રીતે? ચાલે છે અને તે મારી સાથે રહે છે. ધંધામાં નયનકુમાર નયન પ્રિન્ટિંગ પ્રેસ અને એમ. બાબુલાલ પ્રિન્ટિંગ ibસ એ બન્ને પ્રેસમાં યથાવત્ રીતે જોડાયેલા છે. છતાં જગત ટ્રેડર્સ નામનો તે સ્વતંત્ર ધંધો કરે છે. i
હાલ મારી સાથે તે રહેતા હોવાથી મારો બધો કારોબાર તેમના કબજામાં છે. મારાં પત્ની વિક્રમ Jસંવત ૨૦૩૫માં સ્વર્ગવાસી થયા પછી નયનકમાર મારી સાથે રહે છે. અને તેને તથા તેમના પરિવારને હુI
સંભાળું છું. iી છેલ્લી પુત્રી કૈલાસનાં લગ્ન વિક્રમ સંવત ૨૦૩૦માં ધીણોજ નિવાસી હરગોવનદાસ લહેરચંદના પુત્ર વિજયકુમાર સાથે અમારી જ્ઞાતિમાં થયાં તેઓ અરવિંદ મીલમાં સારા સ્ટેટસવાળી નોકરી કરે છે. તેમને | કસ્તુરભાઈ શેઠની ઓળખાણથી લગ્ન પહેલાં જ વેવિશાળ વખતથી જ, નોકરી રખાવ્યા હતા. તે સારી રીતેT 'સુખી છે અને તેમનો વ્યવહાર સારી રીતે ચાલે છે. આમ મારી આ કૌટુંબિક સ્થિતિ છે.
વિદ્યાભવનના વિદ્યાર્થીજીવન દરમ્યાન હસ્તલિખિત માસિકમાં લેખો લખવાની અને પંદર દિવસે ! ; અને મહિને વકતૃત્વ હરિફાઈ યોજવાની પદ્ધતિથી લખવાની અને બોલવાની થોડી કળા ખીલી હતી. તે અને
વિદ્યાભવનના વિદ્યાર્થીકાળ દરમ્યાન જુદી જુદી સંસ્થાઓની વિવિધ હરિફાઈઓમાં ભાગ લેવાની પદ્ધતિથી jજે એક બીજાનો સંપર્ક સાધવાની કળા ખીલી હતી, તેના પરિણામે વ્યવહારિક જીવનમાં પડ્યા પછી
================================ જીવનની ઘટમાળમાં
[૫૩ - - - - - – - - – – – – – – – – – – – – – – – – – – – – – – –