Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|બધા જ ખર્ચની વ્યવસ્થા અમદાવાદના મંડળે ઉપાડી હતી.
બાવીસીના પંચના આગેવાનોમાં ઉનાવાવાળા વાડીલાલ પીતાંબરદાસ અને મણુંદના માધવલાલ કેવળદાસ વિગેરે મુખ્ય આગેવાનો હતા. અને પાંત્રીસીના પંચના આગેવાનો મોઢેરાવાળા મોહનલાલ ગાંધી અને લુણવાવાળા વાડીલાલ ઉત્તમચંદ વિગેરે મુખ્ય હતા.
આપણે નરોડા મુકામે કાર્યવાહીનો વિચાર કરીએ તે પહેલાં આ બે પંચોનો ટૂંકો ઇતિહાસ અને તેમની કામ કરવાની રીતિનો પરિચય મેળવીએ.
પહેલાં કહી ગયો છું તે મુજબ વિક્રમ સંવત ૧૯૧૦માં ૨૨ ગામના સમુદાયને લઈ બાવીસીનું પંચ | |સૌ પહેલા સવાળા મુકામે (વીસનગર પાસે) રચાયું. આ પંચના મુખ્ય કાર્યકર્તા ઉનાવાના ભગવાનજી જેઠા
હતા.
વિક્રમ સંવત ૧૯૩૦ની આસપાસ પાંત્રીસીના પંચની રચના થઈ. આ પાંત્રીસીના પંચની પણ İરચના કરનાર ઉનાવાના જ વતની હતા. આમ પાંત્રીસી ગામોના સમુદાયને લઈ તેનું નામ પાંત્રીસી પડ્યું હતું. આ પંચમાં બોકરવાડા, લણવા, પીંડાલપુરા, વડાવલી, ધીણોજ, મોઢેરા વિગેરે પાટણવાડાનાં ગામો | ઉપરાંત મહેસાણાની આસપાસના મોટપ, મગુના, દેલોલી વિગેરે તથા ચુંવાળના કાલરી, બેચરાજી, કુંકવાવ વિગેરે ગામો હતાં.
આ બન્ને પંચો દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. ૫૦ થી ૬૦ વર્ષ સુધી એક સરખી રીતે આ બન્ને પંચો । ચાલ્યા, અને સરખા કુલ, વ્યવહાર વ્યાપાર વિગેરેને લઈને પરસ્પર કન્યાવ્યવહાર થતાં, એકબીજા સગા |સંબંધી ગુંથાયા. વચ્ચે વચ્ચે હુંસાતુંસી-તડા વિગેરે પડ્યા અને કેટલાક સંપત્તિવાનોને ગામડાનો વ્યવહાર ન| ગમવાથી પાટણ વિગેરે મોટા ગામોમાં કન્યાવ્યવહાર કર્યો. તેમને તેમણે પંચ બહાર મૂક્યા. પંચ બહાર રહેનારાઓને અકારું લાગવાથી દંડ આપી દાખલ થયા વિગેરે ઘણા બનાવો બન્યા.
ખાસ મોટો બનાવ સંવત ૧૯૮૦ની આસપાસ બન્યો. તેમાં પાંત્રીસીના પંચના ચુંવાળનાં ગામો | પાંત્રીસીના પંચથી જુદાં પડ્યાં. કેમ કે તેઓ પાટણવાડાનાં ગામોમાં કન્યાઓ આપતા પણ તેમને પાટણવાડાવાળા | |કન્યા ન આપતા. આ ભેદ તેમને ખૂંચ્યો. અને તેઓ એ પાંત્રીસી એ જ નામ રાખી પોતાનો જુદો ગોળI કર્યો.
બાવીસીના પંચમાં પંચના શેઠ તરીકે ઉનાવા અને મણુંદ બે ગામ ગણાતા હતા. કારણકે પંચનાં ઘરોની સંખ્યા આ બે ગામોમાં મોટી હતી. ભાલક બાવીસીના પંચનું ગામ હતું. તેમાં ઘરોની સંખ્યા ઉનાવા, । મણુંદ જેટલી અગર તેથી પણ વધારે હતી. છતાં તેને શેઠનું ગામ ગણાતું ન હતું. આ વાત ભાલકના સભ્યોને |ખટકતી હતી. તેથી તેઓ અને તેમના કેટલાંક સંબંધી ગામો ચુંવાળથી છૂટા પડેલા પાંત્રીસીના પંચમાં દાખલ | થયા અને તે પંચનું નામ બદલી પાંત્રીસી-બાવીસી રાખ્યું.
આમ છતાં મૂળ પાંત્રીસીમાંનાં પાટણવાડાના વડાલી, બોરીઆવી વિગેરે ગામો બાવીસીમાં દાખલ થયાં. પણ પંચનું નામ બાવીસી જ રહ્યું.
આ પરિસ્થિતિથી જે બાવીસીનું પંચ મોટું હતું તે ઘટીને ૨૫૦ થી ૩૦૦ એકડાવાળું તદ્દન નાનું પંચ | બની ગયું. અને પાંત્રીસીનું પંચ ચુંવાળવાળા જુદા પડ્યા છતાં ભાલક, દેણપ વિગેરે ઘણાં ગામો મોટી!
જીવનની ઘટમાળમાં]