Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|આંખની તકલીફના અંગે હું કંઈ કામ ન આપી શકું તેમ હોવાથી તેઓએ પણ સંબંધ ઓછો કર્યો હતો. આમ | ચારે બાજુની પૂરી મુશ્કેલી હતી. વીરચંદભાઈએ છેવટે કંટાળીને નોટીસ આપી. આ નોટીસના જવાબમાં અમે | તેમને જે માલ તેમણે રોક્યો હોય તે લઈ જવાનું કહ્યું. પણ તેનો અંત આવ્યો નહિ.
'
આ દરમ્યાન પાલડી જે પ્લોટ સિદ્ધાર્થ સોસાયટીમાં લીધો હતો તેનું બાંધકામ શરૂ કર્યું હતું. બાંધકામ |લેબર કોન્ટ્રાક્ટથી શરૂ કર્યું હતું. જેમ પૈસાની સગવડ થાય તેમ કામ ચાલતું હતું. ડાબી આંખે પણ મોતીયો વળતો હતો. ધીમે ધીમે ડાબી આંખનું તેજ પણ ઓછું થતું હતું. કીર્તિભાઈ, નયન પ્રેસ અને એમ. બાબુલાલ પ્રિન્ટિંગ પ્રેસ એ બન્ને પ્રેસો સંભાળતા. જો કે તેમાં ખાસ આવક નહોતી. કીર્તિભાઈનું ઘર જુદું હોવાથી તેનો પણ ખર્ચ ઉપડતો. પાલડી સિદ્ધાર્થ સોસાયટીમાં જે મકાન બંધાતું તેની દેખરેખ રાખવા હું મારી નાની પુત્રીકૈલાસને લઈને જતો. કૈલાસ મને દોરીને લઈ જતી એવી આંખની સ્થિતિ થઈ હતી. વિક્રમ સંવત ૨૦૧૭ની
|આસપાસ તો આંખે નહિવત્ દેખાતું હતું. આ માટે મુંબઈ મોતીયાનું બીજી આંખનું ઓપરેશન કરાવવા વિચાર કર્યો. મુંબઈ શેઠ ભોગીલાલ લહેરચંદનો સારો સંબંધ હોવાથી તેમણે મને ડૅા. બનાજીને ત્યાં ઓપરેશન I કરાવવાનું સૂચવ્યું અને તેમણે કહ્યું કે ઓપરેશન માટે મારે ત્યાં ઉતરો. મુંબઈમાં તે વખતે મારા ભાઈ મણિલાલ મલાડ મુલચંદ મારવાડીની ચાલમાં રહેતા હતા. તેમનું મકાન નાનું હતું. તેથી ત્યાં ઉતરવાની સગવડ થાય તેમ ન હતું. આથી હું મુંબઈ ગયો અને શ્રી ભોગીલાલ લહેરચંદના બંગલે ઉતર્યો. ડૉ. બનાજીને ત્યાં ઓપરેશન કરાવ્યું. નજીકમાં કોટમાં રહેતા વાલજીભાઈ જેમને ડૉ. બનાજી સાથે ખૂબ સારો સંબંધ હતો ।તે અમારી કાળજી રાખતા. હું, મારાં પત્ની અને મારા સાળાનો છોકરો નટવરલાલ આ ત્રણ જણા ઓપરેશન | Iમાટે ગયા હતા. તે બધાની સગવડ વાલજીભાઈ કરતા. અવરનવર ભોગીલાલ શેઠ પણ અમારી ખબર લેતા. I આ ઓપરેશન વખતે મને બીક હતી કે કદાચ નિષ્ફળ જાય તો બન્ને આંખે અંધાપો આવે. પણ શાસનદેવની ! કૃપાથી આ ઓપરેશન સફળ થયું.
ડૉ. બનાજીને ત્યાંથી ૨જા અપાયા બાદ અમારે શેઠ ભોગીલાલ લહેરચંદના બંગલે જવાનું હતું. પણ | મુંબઈ ચોપાટી ઉપર રહેતા કાલીદાસ સી. ઝવેરીએ મારા ઓપરેશનની વાત સાંભળી. તે ડૉ. બનાજીને ત્યાં I આવ્યા અને મારાં પત્નીને કહ્યું, તમારે ક્યાંય જવાનું નથી. મારે ત્યાં ચોપાટી ઉપર સીધા આવવાનું છે. મારાં પત્નીએ કહ્યું, ભોગીભાઈ શેઠને વાત ક૨જો. તે ભોગીભાઈ પાસે ગયા અને કહ્યું, તમને પંડિતજીનો લાભ ઘણી વખત મળે છે ને મળશે. પણ મને આ વખતે લાભ લેવા દો. ખરી રીતે કાલીદાસ ઝવેરી સાથે |મારે કોઈ સંબંધ નહોતો. તેમણે મારા લખેલા કથાસાગર ભાગ ૧-૨-૩ વાંચ્યા હતા. તેને લઈને મારી પ્રત્યે હું 1પ્રેમ થયો હતો અને તેમના કુટુંબ સાથે મને એક વખત અમદાવાદ મળવા આવ્યા હતા, અને તે વખતે કહ્યું ! હતું કે મુંબઈ આવો તો મારે ત્યાં ઉતરજો. અગર મને ખબર આપશો. પણ પછી કોઈ પત્ર વ્યવહાર નહોતો. | તે કોઇ દ્વારા મારા ઓપરેશનના સમાચાર સાંભળી મળવા આવ્યા હતા આગ્રહ કર્યો હતો.
I ડૉ. બનાજીને ત્યાંથી રજા અપાયા બાદ અમે સીધા ચોપાટી ઉપર કાલીદાસ સી. ઝવેરીના મકાને ગયા. ત્યાં અમે આઠ દસ દિવસ રહ્યા હોઈશું. આ દિવસો દરમ્યાન તેમણે ખડેપગે રહી અમારી સેવા ચાકરી I કરી હતી. ઓપરેશન બાદ અમદાવાદથી વેકેશન પડવાના કારણે મારી ત્રણ દીકરીઓ પણ મુંબઈ આવી | હતી. તે પણ કાલીદાસ ઝવેરીને ત્યાં ઉતરી હતી. આ બધાની તેઓએ ખૂબ સાર સંભાળ રાખી હતી. આ આઠ દસ દિવસ દરમ્યાન અમારો તેમના કુટુંબ સાથે ગાઢ પરિચય થયો હતો. તેમને ત્રણ પુત્રો અને પાંચ
જીવનની ઘટમાળમાં]
[૪૫