Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
Iનીકળી ગયો. બાળક અને વૃદ્ઘમાં આટલો જ ફરક છે કે બાળકમાં નિર્દોષતા તુર્ત આવી જાય છે જ્યારે વૃદ્ધમાં I |સદોષતા જતી નથી.
“પૈસા હાથનો મેલ છે. સંપત્તિની કંઈ કિંમત નથી” આમ આદર્શમાં ભલે કહેવાતું હોય, પણ જગતમાં વાસ્તવમાં તેનું ઘણું મહત્ત્વ છે. સંપત્તિ કે દોલત જતાં માણસનું કોઈ સગું થતું નથી. સંબંધ રાખતું ।નથી. બાલ્યકાળમાં આ સત્યનો મેં પૂરો અનુભવ કર્યો છે. તેમાં પણ ગામડાનું સંકુચિત વાતાવરણ એટલું | સ્વાર્થમય અનુભવ્યું છે કે ‘રખે ને સંબંધ રાખતાં લપ વળગી ન પડે' તેની તકેદારી રાખીને સગાંઓ અળગા રહે છે.
I
૧૮. વિવાહ અંગે વાટાઘાટ
પાટણ વિદ્યાભુવનમાં સવારે વિદ્યાર્થીઓ દૂધ લેતા અને બપોરે અગિયાર વાગે સૌ જમતા. વિદ્યાર્થીદીઠ ગોઠવણીપૂર્વકનું એક કબાટ આપવામાં આવેલું. આ બાટમાંના એક ખાનામાં કપડાં, બીજામાં પુસ્તકો અને હું |ઉપરના ભાગમાં જમવા માટેનો થાળી-વાટકો અને બિસ્તરો રાખી શકાતા. જમ્યા પછી દરેક વિદ્યાર્થી પોતાના થાળી-વાટકા માંજીને કબાટમાં મૂકી દે.
અગિયાર વાગે જમ્યા પછી અડધા કલાકના આરામ બાદ “ભણ્યાભક્ષ્ય ન જે વિણ લહીએ'ની |સામૂહિક જ્ઞાનપૂજા ભણાવી સૌ પોતપોતાના વાંચનમાં પરોવાતા.
I બધા વિદ્યાર્થીઓ વચ્ચે કામની વહેંચણી થતી. કોઈ રસોઈ કરવાનું, કોઈ પાણી ભરવાનું, કોઇ સાફસૂફી કરવાનું કામ વહેંચી લેતા. હવે જે પ્રસંગ વર્ણવવાનો છે તે સમયે મારે ભાગે વાસણ માંજવાનું કામ આવેલું હતું.
બપોરે લીંમડાના વૃક્ષ નીચે ટુવાલ વીંટી હું તપેલું માંજતો હતો. ત્યાં અમારી વાડીના મોટા દરવાજાની બારી ઊઘડી અને તે દ્વારા મારા પિતા અને તેમની સાથે ૮૦ વર્ષના અંગરખું પહેરેલા એક વૃદ્ધ દાખલ થયા. તેઓ નજીક આવ્યા ત્યારે મારા પિતાએ મને ઇશારો કર્યો “કપડાં પહેરી આવ.” તો હું છૂટી પાટલીનું ધોતિયું અને ટૂંકી બાંયનો ઝભ્ભો પહેરી હાજર થયો.
વૃદ્ધે મને ઉંમર, અભ્યાસ વગેરે પૂછ્યું અને તેઓ બંને ત્યાંથી નીકળી ગયા. ફાટીપોળના દરવાજે આવેલા બાલાશ્રમમાં ભણતા મારા ભાઈ મણીલાલ પાસે ગયા. તે વૃદ્ધ વ્યક્તિ મારા પિતા સાથે બે કલાક ફર્યા બાદ પોતાને ગામ ચાલ્યા ગયા.
થોડા દિવસ પછી મારા પિતા આવ્યા. તેમણે કહ્યું, “આવનાર વૃદ્ધ વ્યક્તિ ઉનાવાના શેઠ માધવજી છગનલાલ હતા. તેઓ તને અને મણિલાલને જોવા આવ્યા હતા.” જોકે તે વખતે આમાં મને ઝાઝી સમજ ન પડી.
મારી ઉંમર ૧૮ વર્ષની-થઈ. ભાઈ મણીલાલ ૧૫ વર્ષનો થયો. પિતાજી પાસે ઘર, ખેતર કે કોઈ મૂડી કે ઓથ ન હતાં. પોતાના છોકરાઓ પરણીને ઘર માંડે તેની પૂરેપૂરી ઝંખના હતી. અને સાથે સાથે એ પણ ચિંતા હતી કે છોકરાંઓને પાટણ ભણાવવા મૂક્યા છે પરંતુ રખેને કોઈ સાધુ મહારાજની સોબતે ચડીને |સાધુ તો નહિ બની જાય ને ?
વિવાહ અંગે વાટાઘાટ]
[૨૭