Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|ક્ષેમંકરસાગર કહે કે મારે દીક્ષામાં સ્થિર થવું છે તો કુટુંબીઓએ કોઈપણ જાતનો કકળાટ કર્યા વિના સંમતિ |આપવી અને જો ક્ષેમંકરસાગરજીનું મન કુટુંબની વિનવણીથી ઘેર જવાનું થાય તો તેને સાધુ મહારાજોએ | આગ્રહ કર્યા વિના રજા આપવી.
પૂ. સાગરજી મહારાજે નવદીક્ષિતને સ્થિર કરવા શાહપુર મંગળપારેખના ખાંચે બિરાજતા પંન્યાસ İભક્તિવિજ્યજી (સમીવાળા) મહારાજને બોલાવ્યા. તેમણે ક્ષેમંકરસાગરજીને સજઝાય, સ્તવન વિગેરેથી |સાધુપણામાં સ્થિર રહેવા વૈરાગ્યવાસિત ઉપદેશ આપ્યો. અને તેમના કુટુંબીઓએ કુટુંબની પરિસ્થિતિ, બાળકોની નિરાધારતા વિગેરે દ્વારા ઘેર આવવા સમજાવ્યું.
આ બન્નેના પ્રયત્નો બાદ ક્ષેમંકરસાગરજીને પોળના આગેવાનોએ પૂછ્યું : મહારાજ ! બોલો, ઘેર |જવું છે કે દીક્ષામાં રહેવું છે ? મહારાજે કહ્યું, મેં દીક્ષા લીધી છે અને કોઈ પણ સંજોગોએ હું તે પાળવા Iઇચ્છું છું. ઘેર જવા માંગતો નથી. નિર્ણય મુજબ કુટુંબે અનુમતિ આપી કપડવંજ વિદાય થયું. મેં સાગરજી મહારાજને કહ્યું, મહારાજ ! બાઈએ છોકરીને ફેંકી તે મરી ગઈ હોત તો જૈન જૈનેતર બધા જૈન-શાસનની અવહેલના કરત. આવી જાહેર દીક્ષા કરતાં તો ખાનગી દીક્ષા શું ખોટી ? વધુમાં મેં કહ્યું કે આ બાઈ જ્યારે રોકકળ કરતી હતી ત્યારે મહોદય સાગરજીની આંખમાં પણ આંસુ હતાં. માટે દીક્ષા આપવાની જાહેર |નીતિમાં વિચાર કરવો જોઈએ. જેમાં કુટુંબની પૂરી સંમતિ હોય અને પાછળ રોકકળ થાય તેમ ન હોય તેને |જ જાહેર દીક્ષા આપવી જોઈએ. જેને માટે સંમતિની કચાશ હોય તેને માટે દીક્ષિત થનારને પરિપક્વ કરી |
કુટુંબને મનાવી લેવાની શક્યતા દેખી ખાનગીમાં દીક્ષા આપવી વધુ હિતકર લાગે છે. મહારાજશ્રી મૌન |
રહ્યા હતા.
૨૮. અમદાવાદમાં સ્થિર જીવન
હાજાપટેલની પોળ, પાછીયાની પોળ પછી હું ઝવેરીવાડ પટણીની ખડકીમાં રહેવા ગયો, જે મકાન આણંજી કલ્યાણજીની પેઢીની પાસે હતું. અહીંના વસવાટ દરમ્યાન નજીકમાં વાયદા રૂ બજા૨ના ભાઈ ૨હેતા હતા તેમના સંસર્ગથી હું વાયદાના ધંધામાં - સટ્ટાના ધંધામાં રસ લેતો થયો. શરૂઆતમાં આ સટ્ટાનો ધંધો | |રૂ બજારનો હતો. પણ પછી શેર બજારના ધંધામાં પડ્યો. આમ મારી બાવીસ વર્ષની ઉંમરથી જે સટ્ટાનો નાદ લાગ્યો તે આજ સુધી છૂટ્યો નથી. આ સટ્ટાના ધંધામાં એંકદરે ગાયને દોહી કુતરીને પાવા જેવું બન્યું છે. વહેલી સવારથી રાત સુધી ભણાવવાની મહેનત કરી જે કાંઈ કમાતા તે સટ્ટામાં ગુમાવતા. પૈસાની પૂરી મુશ્કેલી અને દલાલને કોઈ વખત પૈસા ન આપી શકવાના કારણે તકાદો થતો તે બધું સહન કરવા છતાં |સટ્ટાનો નાદ છેક સુધી છૂટ્યો નહિ.
અહીં રહેતો હતો તે દરમ્યાન હું રંજનશ્રીજી મહારાજ વિગેરે નાની બાર સાધ્વીઓ વિદ્યાશાળાએ યોગોહન માટે જતાં તે નિહાળો. તેમજ આ વસવાટ દરમ્યાન પાટીયાના ઉપાશ્રયે સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી, સાધ્વીશ્રી યાશ્રીજી વિગેરે મારી પાસે કિરાતાર્જુનીય ભણતાં.
પહેલેથી જ મને વાંચવાનો શોખ હતો. તેમાંય ખાસ કરીને જે ગ્રંથ ભણ્યા ન હોઈએ તે ગ્રંથ મહેનત કરી ભણાવવાનો શોખ હતો. મારો અભ્યાસ જો વધ્યો હોય તો તેનું મુખ્ય કારણ હું સાધુ- સાધ્વીજીને
અમદાવાદમાં સ્થિર જીવન]
[૩૯