Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
જે ગ્રંથ હું ન ભણ્યો હોય તે ભણાવવાનો આગ્રહ રાખતો અને તે માટે ઘર સપ્ત પરિશ્રમ કરતો. આ લક્ષ્મીશ્રીજી વિગેરે સાધ્વીઓને હું કિરાતાર્જુનીય ભણાવતો હતો અને ત્યાર બાદ પંચાશક અને ષોડશક ભણાવતો હતો. આ બન્ને ગ્રંથો કઠિન હોવા છતાં હું ઘેર પૂરી મહેનત કરતો. i આ મકાનમાં ચાર છ મહિના રહ્યા બાદ પતાસાપોળ ભઠ્ઠીની બારીએ લક્ષ્મીચંદ ગગલદાસનાનું મકાનમાં હું રહેવા ગયો. આ મકાનમાં હું દોઢેક વર્ષ રહ્યો.- -- ---
સંવત ૧૯૮૪ના વૈશાખસુદ ૧૧ ના લગ્ન પછી ૮૪નું ચોમાસું રાધનપુરમાં, અને ત્યાર બાદ વિક્રમ સંવત ૧૯૮૫ના શિયાળો, ઉનાળો રાજકોટ અને લીંચમાં, અને ૧૯૮૫નું ચોમાસું પાલીતાણામાં મહેસાણાની ; સૂક્ષ્મબોધક પાઠશાળામાં, અને ૧૯૮૬ મહેસાણા અને બ્રહ્મચર્યાશ્રમમાં પસાર કરી, ૧૯૮૭ના પોષ કે મહા | મહિનામાં હું અમદાવાદ આવ્યો. આ અમદાવાદમાં ૧૯૮૭ ને ૧૯૮૮ના મહા આસપાસમાં પાછીયાની! |પોળ અને ઝવેરીવાડ પટણીની ખડકીના ઘરમાં રહેવાનું થયું. ત્યારબાદ ભઠ્ઠીની બારીના મકાનમાં આવ્યો.
અહિં બે થી અઢી વર્ષનો ગાળો કાઢ્યો. વિક્રમ સંવત ૯૧ સુધી આ મકાનમાં રહ્યો. ૧૯૯૧ પછી વિ. સં.! ૧૯૯૨ નાગજીભુદરની પાળે નવાબના ખાંચે, વિ.સં. ૯૪માં ભઠ્ઠીની બારીમાં બુધાલાલ ત્રીકમલાલના મકાનમાં, પછી ૧૯૯૫ થી ૨૦૧૮ની સાલ સુધી ખેતરપાળની પોળના મકાનમાં અને ત્યારબાદ વિક્રમ સંવત ૨૦૧૮ના આસો મહિનાથી આજ સુધી ૪, સિદ્ધાર્થ સોસાયટી, પાલડી અમદાવાદમાં વસવાટ ચાલુ છે.]
૨૯. ગ્રંથ પ્રકાશનનો આરંભ ઝવેરીવાડ, પટ્ટણીની ખડકીમાં હું રહેતો હતો તે દરમ્યાન સાધુ-સાધ્વીને ભણાવવા ઉપરાંત રૂાં બજારના સટ્ટાના નાદે ચઢયો હતો. અને એ નાદમાં પૈસા ખોતાં અને મુશ્કેલી પડતાં આપોઆપ રૂ બજારથી! હું અટક્યો અને આ દરમ્યાન ગ્રંથ પ્રકાશનનું કામ શરૂ કર્યું. 1 સૌ પહેલાં પ્રમાણ નયતત્ત્વ લોકાલંકાર નું ભાષાંતર શરૂ કર્યું. આ ભાષાંતર પૂ. પ્રેમસૂરિ મહારાજના
સમુદાયના મુનિરાજ મનહર વિજયજીને ભણાવવામાંથી શરૂ થયું. તે મારી પાસે શાહપુર મંગળ પારેખના, lખાંચાના ઉપાશ્રયે ભણતા હતા. તેમની પ્રેરણાથી પાંચ પરિચ્છેદ સુધીનું મેં ભાષાંતર કર્યું.
પરિશ્રમી સ્વભાવ હોવાના કારણે રત્નાકરાવતારિકા અવલોકી અને તેમાં આવતાં વાદ સ્થળોનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત ચોથા પરિચ્છેદમાં આવતા જુદા જુદા હેતુઓને આ પ્રમાણનયતત્ત્વ લોકાલંકારની jટિપ્પણીમાં દાખલ કર્યા.
યાદ્વાદમંજરી, પદર્શનસમુચ્ચય, તર્કસંગ્રહ વિગેરે ગ્રંથોનો અભ્યાસ પણ પટ્ટણીની ખડકીના વસવાટ દરમ્યાન કર્યો.
બાલાભાઈ કક્કલની પાઠશાળા ઉપરાંત તિલકશ્રીજી મહારાજના ઉપદેશથી વિદ્યાશાળાએ ભણાવવાની! શરૂઆત થઈ. તે એ રીતે થઈ કે વચ્ચે હીરાભાઈ પંડિત બહારગામ જવાથી તેમના પાઠો મને સોંપવામાં!
યા. આ પાઠો મેં સુરજમલના ડહેલાના એક મકાનની પાઠશાળામાં લીધા. તે વખતે મારી પાસે રંજનશ્રીજી! મહારાજ, પ્રભાશ્રીજી મહારાજ, હેતશ્રીજી મહારાજ (નગરવાલા) અને ગુણશ્રીજી વિગેરે ભણતાં હતાં. તે બધાને હું હરિભદ્રીય આવશ્યક ભણાવતો હતો. જો કે આનો અભ્યાસ મેં કર્યો ન હતો, છતાં સખત ===============================
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા