Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
૨૩ મહેસાણામાં અને પાલીતાણામાં પાટણમાં લગ્ન થયા પછી ઘર શરૂ કર્યું હતું. આ ઘર વ્યવસ્થિત ચલાવવા માટે મારા કાકાના દીકરા | પિોપટભાઈનાં વહુ માણેક થોડા દિવસ ત્યાં રહ્યાં હતાં. આ અરસામાં મહેસાણા પાઠશાળાના સંચાલકI વેિણીચંદભાઈના ભાઈ કિશોરભાઈ મને મળ્યા, અને મહેસાણામાં નોકરી રહેવા કહ્યું. શરૂઆતમાં તમને પરીક્ષક તરીકે રાખીશું, પછી તમને સંસ્થાના મુખ્ય શિક્ષક તરીકે ધીમે ધીમે લઈ લઈશું. હું કબૂલ થયો, અને પરિક્ષક તરીકે સંસ્થામાં જોડાયો. પરીક્ષકની તાલીમ માટે તે વખતના પરીક્ષક ખીમચંદભાઈ ભુદરભાઈ | સુરેન્દ્રનગર પરીક્ષા લેવા ગયા હતા, તેમની પાસે ગયો. તેમની સાથે સુરેન્દ્રનગરની પાઠશાળાઓની પરીક્ષાઓ લીધી. તેમની પાસે મને ખાસ શીખવા જેવું લાગ્યું નહિ. આથી મેં એકલાએ પાટડી, વીરમગામ, ઝીંઝુવાડા | Iવિગેરે ઠેકાણે પરીક્ષા લીધી. પાટડીમાં સકરચંદ ખેમચંદ સાથે સારો પરિચય બંધાયો અને ઝીંઝુવાડામાં તેT
વખતના પ્રજ્ઞાચક્ષુ માસ્તર સુખલાલ સાથે પણ ઠીકઠીક પરિચય થયો. 1 જીવનમાં નોકરીની પ્રથમ શરૂઆત હતી. કોઈની તાબેદારી વેઠી ન હતી તેમજ કેવી રીતે નોકરી !
કરવી તેનો પણ અનુભવ ન હતો. તેમાં ખાસ કરીને વીરમગામમાં પરીક્ષકને ઉતારવા માટે કોઈ તૈયાર નાં lહતું. આ જોઈ મને પરીક્ષકની નોકરી કરવાનું મન રહ્યું નહિ અને હું ઝીંઝુવાડા પરીક્ષા પતાવી આદરીયાણામાં શંખેશ્વર થઈ ઘેર પાટણ આવ્યો. અને મહેસાણા સંસ્થાને કાગળ લખી નાંખ્યો કે મારાથી પરીક્ષકની નોકરી નહિ થઈ શકે. સંસ્થા મને છોડવા તૈયાર ન હતી. તેણે કહ્યું, અમારી એક શાખા પાલીતાણા છે. ત્યાં ; ભણાવવાનું છે તો તમે ત્યાં રહો. ચોમાસામાં સાધુ-સાધ્વી માટે અમે કિશોરભાઈ તથા ચકાભાઈ રસોડું Tખોલવાના છીએ. ત્યાં તમારી જમવાની અને રહેવાની વ્યવસ્થા થશે. ત્યાં તમને કંઈ જ મુશ્કેલી નહિ પડે. | Jઅને ત્યાં તમને નહિ ફાવે તો અમે તમારી મહેસાણામાં વ્યવસ્થા કરીશું. નોકરી છોડવાની તમારે જરૂર નથી.] હું કબૂલ થયો અને પાલીતાણા ગયો.
૨૪. અધ્યાપન-પાલીતાણામાં પાલીતાણામાં સૂક્ષ્મતત્ત્વાવબોધક પાઠશાળા નામની મહેસાણા પાઠશાળા ની શાખા હતી. આ મકાન! હાલના બાબુ બિલ્ડિંગ સામે બે ખંડનું હતું. એકમાં શ્રેયસ્કર મંડળની શાખા ઓફિસ હતી અને બીજામાં સાધુ સાધ્વીને ભણાવવાનું હતું. કિશોરભાઈએ અને ચકાભાઈએ સાધુ-સાધ્વીની ભક્તિ માટે કોટાવાળી ધર્મશાળામાં jરસોડું ખોલ્યું હતું. ત્યાં જમતો, રહેતો અને પાઠશાળામાં સાધુ-સાધ્વીને ભણાવતો. મને યાદ છે તે મુજબ તે વખતે મારી પાસે શંભુભાઈ જેમણે કનકસૂરિ મહારાજના સમુદાયમાં દીક્ષા લીધેલી છે અને મંગલપ્રભસૂરિ | મહારાજના ભાઈ દીક્ષિત હતા તે ભણતા, તેમજ મોહનસૂરિ મહારાજના સમુદાયની સાધ્વીઓ વિગેરે ભણતાં.! અહી હું ચોમાસાના ચાર મહિના જેવું રહ્યો હોઈશ. આ સાલ વિક્રમ સંવત ૧૯૮૫ હતી.
અહી ખરતરગચ્છના સાધુઓ હરિસાગરજી મહારાજ તથા વીરપુત્ર આનંદસાગરજી મહારાજ અને મોહનસૂરિ મહારાજ વિગેરેના પરિચયમાં આવ્યો. તેમજ મોટી ટોળી અને નાની ટોળીની પાઠશાળા તથા વીરબાઈની પાઠશાળાના સંપર્કમાં પણ રહ્યો. આ ચાર માસ દરમ્યાન ગુરુકુળ, બાલાશ્રમના ધાર્મિક શિક્ષકો, i સુિપ્રિટેન્ડેન્ટો અને કેટલીક ધર્મશાળાના મુનિમોના પરિચયમાં આવ્યો. આ સમયે મારી ૨૦ વર્ષની ઉંમર હતી.'
I
=========
======================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - -
|