Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
જે ખાનગી રકમ મળતી હતી તે બંધ થઈ ગઈ હતી. આથી સંસ્થા ચલાવવી કે બંધ કરવી તે વિમાસણમાં lહતા. આ બાજુ તેમની ઇચ્છા સારા ભણી શકે તેવા વિદ્યાર્થીને સારા વિદ્વાન બનાવવાની હતી. પણ સમયT અનુકૂળ ન હતો.
મહિને રૂ. ૨૫ની આવક મારી શરૂ થઈ ગઈ હતી. અને આ બાજુ ૫૦૦ શેઠ પોપટલાલ જોઈતારામ તરફથી મળ્યા હતા. તેમાંથી મારા પિતાએ બામણવાડામાં દેરાસરની પાસે મહિને રૂા. ૩-૫૦| ના ભાડાનું મકાન રાખ્યું. અને મારા પિતાના મોટાભાઈના દીકરી મણિબેન જે કમાણામાં રહેતાં હતાં તેમને! બોલાવી ઘર ચાલુ કરાવ્યું. તેમની પાસે અગાઉનો ઘરવખરીનો કોઈ સામાન ન હતો. આથી બધી નવી! 'ઘરવખરી વસાવી અને પાટણથી જ લગ્નની જાન જોડી.
પાટણથી રણુંજ થઈ ઉનાવા ગયા. જ્ઞાતિના રિવાજ મુજબ છાબ દાગીના વિગેરે જે કાંઈ કરવાનું હોય તે માટે મારા પિતાને કંઈ ચિંતા ન હતી. કેમ કે તે સારી રીતે જાણતા હતા જેમણે વેવિશાળ કર્યું છે! તે મારી સ્થિતિને સારી રીતે જાણે છે. જ્ઞાતિના રિવાજ મુજબ તો છાબને વધાવવા પહેલાં કન્યાપક્ષના માણસો. છાબને જુવે. પણ અહીં કશું કરવાનું ન હતું. લગ્ન સારી રીતે પતી ગયા. મેં વિદ્યાભવનમાંથી મહિના માટે રજા લીધી. અને હવે આગળ અભ્યાસ કરવો કે નહિ તે વિચારમાં પડયો. આ બાજુ પ્રભુદાસભાઈ પણ આગળ સંસ્થાને લાંબું ચલાવી શકે તેમ ન હતા. અને તેમની પણ તબિયત બગડી. વૈદ્યોએ તેમને ક્ષયના | દિર્દી તરીકે જણાવ્યા. તે આરામ માટે રાજકોટ ગયા અને અમારી આ સંસ્થા પૂજ્ય આચાર્ય નીતિસૂરિ! 'મહારાજના પ્રયાસથી રાધનપુર લઈ જવામાં આવી.
૨૦. રાધનપુરમાં વિધાભવન રાધનપુરમાં આ સંસ્થાનું સંચાલન શ્રી હરગોવનદાસ ભાભેરાએ સંભાળ્યું.
આ સંસ્થા રાધનપુર પરામાં લહેરચંદ ગાંધીના ડેલામાં શરૂ કરવામાં આવી. પાટણના વિદ્યાર્થીઓ અને રાધનપુરની આસપાસના કેટલાક છોકરાઓ દ્વારા આ સંસ્થાની શરૂઆત થઈ.
રાધનપુરમાં હું અભ્યાસ સાથે વિદ્યાર્થીઓને ભણાવતો. તેમજ અમારી સાથેના પાટણના વિદ્યાર્થીઓ! પૈકી શ્રીયુત મણિલાલ ગણપતલાલ તથા શાંતિલાલ સાઠંબાકર પણ વિદ્યાર્થીઓને ભણાવતા. હું ભણાવવાનું સાથે રાધનપુરમાં સાગરના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજી રહેલ પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની jપાસે ભણાવતા પંડિત ગિરજાશંકર મયાશંકર તથા જૈન શાળાના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસ ભક્તિવિજ્યજી; મહારાજ પાસે સાધુઓને ભણાવતા દામોદર પાંડેય (કાશીવાળા) પાસે બપોરે ભણતો. આમ રાધનપુરમાં ભણવા સાથે ભણાવવાનું રહ્યું.
આ સમય ગાંધીજીના જમાનાનો હતો. રાધનપુર રાય એ દેશી નવાબી રાજ્ય હતું. અમે ખાદીની ટિોપી અને ખાદીનાં કપડાં પહેરનારા હતા. રાધનપુરના નવાબને ખાદીની ટોપીવાળા પ્રત્યે સૂગ હતી. તેનેT થતું કે આ ખાદીની ટોપીવાળા મારા રાજયમાં ક્યાંથી દાખલ થયા? પણ આ સૂગ લાંબી ટકી નહિ. કેમકે. ગામની બહાર અમે હુ તુતુ વિગેરે રમતો રમતા. તે જોઈ તેમને આનંદ થયો અને અમારી પ્રત્યે લાગણીવાળા
= = = = = = = = = રાધનપુરમાં વિદ્યાભવન
[૩૧
I
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
|