Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
સિંઘવીને પહેરાવવાની છે તે તમે પહેરાવજો. હું માળા લઈને તમને આપીશ તેથી બંને સચવાઈ જશે. આ નિમિત્તે વાદવિવાદમાં પડવાથી સાધુ સમાજનું સારું ન દેખાય.”
પ્રત્યુત્તરમાં પં. ભક્તિવિજયજી મહારાજે જણાવ્યું કે, “મહારાજ ! માળ તો આપે જ પહેરાવવાની; છે. હું નહિ પહેરાવું. શેઠશ્રી નગીનદાસનો આગ્રહ હશે તો પણ મારે હરગીજ નથી પહેરાવવાની.” j ! આનું પરિણામ એ આવ્યું કે જે વિસંવાદ કે રોષ હતો તેનું સુંદર સમાપન થઈ ગયું. અને આ.! વિજ્યનીતિસૂરીશ્વરજી મ. તથા પૂ. પં. ભક્તિવિજય મ. ના વરદ્ હસ્તે તીર્થમાળાનું પરિધાપન થયું. આ
હતી તે વખતની સાધુઓની નિખાલસતા ! | ભદ્રેશ્વર તીર્થમાં સંઘ પાંચ દિવસ રહ્યો. આ તીર્થમાં ૨૧૮ થાંભલા અને ૧૬૨ પ્રતિમાઓ છે.! તેમાંની ઘણીખરી પ્રતિમાઓ તો પ્રાચીન છે. મુખ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા ભગવાન મહાવીરના નિર્વાણ પછી! ૨૩મા વર્ષે થયાનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ તેનો ઉદ્ધાર વિ.સં. ૧૩૧૫માં ધનકુબેર જગડુશાહે કરાવેલ.!
આ પછી સંઘ મુંદ્રા, નાની ખાખર મહા વદી ચોથના દિવસે પહોંચ્યો. નાની ખાખરમાં સો ઘરનું દેરાવાસી જૈનોના છે. ગામમાં કોટયાધિપતિ શ્રીમંતો છે. ગામ નાનું પણ મોટી મોટી હવેલીવાળાં મકાનો છે. અહીં વરસાદ પડ્યો. આખો સંઘ પાણીથી લથબથ થયો. ગામલોકોએ અને શ્રીમંતોએ પોતાનાં ઘર ખાલી કરી આખા સંઘને સમાવી લીધો. સંઘની અનહદ ભક્તિ કરી. | ત્યારબાદ બિદડા, કોડાય વ. સ્થળે થઈ મહાવદ ૧૦ ના દિવસે સંઘ માંડવી પહોંચ્યો. માંડવીમાં! Jસંઘનું ખૂબ ભવ્ય સ્વાગત થયું. અહીં છ દેરાસરો છે. આઠસો ઘર દેરાવાસીના છે. બસો ઘર સ્થાનકવાસીના ! છે. અહીં પણ સંઘવીને માનપત્ર આપવામાં આવ્યું. સંઘ તરફથી સંઘજમણ અને ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. રાજ્યનાં જોવા લાયક બધાં સ્થળો સંઘ માટે ખુલ્લો મૂક્યાં હતાં. ત્યાંથી સંઘ ભુજ ગયો. ભુજની વસતી ૩૧,000 ની હતી. ૨૦૦ ઘર દેરાવાસીનાં અને ૨૦૦ ઘર સ્થાનકવાસીનાં હતાં. 1
રાજ્ય તરફથી ગામેગામ હુકમ કરવામાં આવ્યો હતો કે સંઘને કોઈ જાતની અગવડ ન પડે. તેમની! તમામ જરૂરિયાતો પૂરી પાડવી. તેમજ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સંઘના યાત્રાળુ પાસેથી કોઈએ! પણ વધુ ભાવ ન લેવો. ભુજમાં પાંચેય દિવસ રાજય તરફથી મોટરો, ગાડીઓ વ. તમામ સામગ્રીઓ સંઘની! તહેનાતમાં રાખવામાં આવી હતી. મહારાવ તરફથી સંઘને જમણ આપવામાં આવ્યું હતું. કચ્છના જે ભાઈઓને સંઘજમણનો લાભ ન મળ્યો તે ભાઈઓએ જુદી જુદી લ્હાણીઓ કરી હતી.
ભદ્રેશ્વર પછી સંઘ માંડવી અને ભુજ આવ્યો તે દરમિયાન સંઘનો પડાવ ચાર પાંચ ગાઉ દૂર હોય! પણ વચ્ચે આવતાં ગામડાં વિવિધ રીતે સંઘની ભક્તિ કરતા. કોઈ જગ્યાએ દૂધ, કોઈ જગ્યાએ પુરી-મગ! અને કોઈ જગ્યાએ છાશની વ્યવસ્થા થતી. કેટલીક વખત તો ચાર-પાંચ ગાઉના અંતરમાં સંઘનું ત્રણથી ચાર | વખત સન્માન થતું.
જૈન-જૈનેતરો સંઘદર્શન કરી પોતાના જીવનને ધન્ય માનતા. કચ્છના ભદ્રિક લોકો દરેક યાત્રાળુને તું હાથ જોડતા અને સાધુ-સાધ્વીઓ પસાર થતા હોય ત્યારે પગે પડતા. આ ભદ્રિક લોકોએ આવો સંઘ તેમના જીવનમાં પ્રથમવાર જ જોયેલો. તો વળી સંઘના યાત્રિકોએ પણ સાધર્મિકોની આવી ભક્તિ પ્રથમવાર! જોઈ હતી. ===
=====================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા – – – –
- - - - - - --
૨૪].