________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. જ્યા ભાંગાકાર ન થઈ શકે ત્યાં ભાજ્ય અંકના તેવા અશે કરવા કે જે પ્રકારે ભાગાકાર થઈ શકે. (૪) આ જગતી (ચૂછાનિધૂિરતુ) મેરૂપર્વતની ચૂલિકા, મેરુપર્વત અને પર્વતના કૂટની જેવી (વિમળા૬િ) જેના વિષ્કભનું કરણ કરાય તેવી છે. જેમકે મેરૂ પર્વતની ચૂલાનો વિષંભ (જાડાપણું) મૂળમાં–તળીયે બાર જ છે અને ઉપરને વિષ્કભ ચાર. જન છે, તે બારમાંથી બાદ કરવાથી શેષ આઠ પેજન રહે છે. હવે તેની ઉંચાઈ ચાળીશ જન છે, તે આઠને ચાળીશે ભાંગી શકાય તેમ નથી, તેથી ભાજ્યના અંકને (આઠને) પાંચે ગુણતાં ચાળીશ થાય છે. એટલે ભાજ્ય અને ભાજકનો અંક સરખો થવાથી એક પંચમાંશ (યજનને પાંચમે ભાગ) લબ્ધ થાય છે. તેથી મૂળથી ઉપર ચડતાં ચને એને એક પંચમાંશ (જનનો પાંચમો ભાગ) જાડાઈમાં હાનિ પામતો જાય છે અને ઉપરથી નીચે ઉતરતાં યેજને યેજને એક પંચમાંશ વૃદ્ધિ પામે છે. - તથા ગિરિના ઉદાહરણમાં મેરૂપર્વતને મૂળ વિખુંભ દશહજાર ને નેવું યોજન અને એક એજનના અગ્યારીયા દશ ભાગ (૧૦૦૯૦૧૧) છે, તથા ઉપરને વિષ્કભ હજાર (૧૦૦૦) જન છે. તે મૂળવિકૅભમાંથી બાદ કરતાં નવહજાર ને નેવું યોજન અને એક યોજનના અગ્યારીયા દશ ભાગ (૯૦૯૦૧૧) શેષ રહે છે. હવે મેરૂ પર્વતની ઉંચાઈ એક લાખ (૧૦૦૦૦૦) જનની છે. તેના વડે ૯૦૯૦૬ આ અંકને ભાંગી શકાય નહીં તેથી ભાજ્ય રાશિ (૦૯૦)ને અપ્યારીયા ભાગ કરવા માટે અગ્યારે ગુણીએ ત્યારે નવાણુ હજાર નવ સો ને નેવું (૯૯૯૦) થાય તેમાં દશ અંશ નાંખવાથી એક લાખ (૧૦૧૦૦૦ ) અંશ થયા. લાખને લાખે ભાંગતાં અગ્યારી એક અંશ આવે છે, તેથી મેરૂ પર્વત ઉપર મૂળથી ચડતાં દરેક પેજને અગ્યારી એક એક અંશ વિકૅભમાં ઘટતો જાય છે અને ઉપરથી નીચે ઉતરતાં એક એક અંશ વધતું જાય છે. આવી રીતે ગણતાં મૂળથી ઉપર ચડતાં કુલ અગ્યારીયા લાખ અંશ એટલે ૯૦૯૦૨ યજન ઘટે છે અને ઉપરથી નીચે ઉતરતાં તેટલા યોજન વધે છે.
નીચેથી એક હજાર જન ઉપર આવતાં સમભૂતળા પૃથ્વીનું તળ આવે છે. ત્યાં મેરૂપર્વત બરાબર દશ હજાર યોજન પહોળો રહે છે. ત્યાંથી ૯૦૦૦ યોજના ઉપર જતાં નવ હજાર જન ઘટે છે, અને એક હજાર યોજન રહે છે. તે જ પ્રમાણે નવાણું હજાર યોજન ઉતરતાં નવ હજાર યોજન પહોળાઈમાં વધે છે એટલે ભૂમિ પર આવતાં દશ હજાર થાય છે. તેનું યંત્ર આગળ આપેલું છે.
(અથવા જેટલા જન ઉપર ચડીએ અથવા ઉતરીએ તેટલી સંખ્યાને અગ્યારે ભાંગવા. ભાગમાં આવે તેટલા યોજના અને શેષ રહે તેટલા અગ્યારીયા ભાગ જાડાઈમાં ચડતાં ઘટે, ઉતરતાં વધે. જેમકે અગ્યાર જન ચડીએ કે ઉતરીએ તો અગ્યારને અગ્યારે ભાંગતાં ભાગમાં એક આવે છે અને શેષ શૂન્ય રહે છે. માટે