________________
૯૪
શ્રી લઘુક્ષેત્રસમાસ. પ્રથમ આપણે બૂદ્વીપની પરિધિ કાઢવી છે, તેથી જંબુદ્વીપને વિષ્ક જે લાખ જનને છે તેને વર્ગ કરવા માટે લાખે ગુણતાં ૧૦૦૦૦૦૦૦૦૦૦ થાય તેને દશે ગુણતાં એક મીંડું વધારવું તેથી ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢવું છે. તે આ રીતે–જેનું વર્ગમૂળ કાઢવું હોય તેના છેલ્લા અંક ઉપર વિષમનું (1) ચિન્હ કરવું. તેની પહેલાના અંક ઉપર સમનું ( – ) ચિન્હ કરવું, તેની પહેલાં વિષમ, તેની પહેલાં સમ, એ રીતે સર્વ અંક પર ચિન્હ કરવાં. પછી આ રીતે કરવું–પ્રથમ વિષમપદથકી શરૂઆત કરવી એટલે વિષમના અંકમાંથી વર્ગના સ્થાનમાં જે આવે તેને ત્યાગ કરે. એટલે બાદ કરવા પછી તેમાંથી નીકબેલા મૂળને એટલે ભાગમાં આવેલા અંકને બમણા કરી તે અંકવડે શેષને એટલે બાદ કરતાં બાકી રહેલા અંકને ઉપરથી વિષમપદ ( બે અંક ) ઉતારીને ભાંગવા. જે ભાગમાં આવે તેને પંક્તિને વિષે એટલે પ્રથમ ભાગમાં મૂકેલા વર્ગમૂળના અંકની પાસે મૂકવા. પછી પ્રથમની જેમ તે વર્ગને શેધીને એટલે બાદબાકી કરીને ભાગમાં આવેલા અંકને પ્રથમની જેમ બમણ બમણા કરતા જવા અને શેષ રહેલાને ઉપરથી વિષમ વિષમપદ ( બબે અંક ) ઉતારીને બમણું કરેલા અંકવડે ભાગાકાર કરવો. છેવટ ભાજકરાશિમાં જે બમણે કરેલો અંક હોય તેને અર્ધ કરે. તે અંકને વર્ગમૂળ જાણો. (અથવા ભાગમાં જે અંક આવ્યા હોય તે જ વર્ગમૂળ છે એમ જાણવું.)
- I - I I - - - જેમકે–૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આ વર્ગને વિષમ સમ કર્યો. પછી પ્રથમને વિષમ અંક ૧૦ છે તેનું વર્ગમૂળ ૩ છે તેથી ૧૦ ને ૩ વડે ભાગવા. ભાગમાં ૩ આવ્યા, ભાજ્યરાશિ ૧૦ છે તેમાંથી ૯ બાદ કરવા. બાકી ન રહ્યો. ઉપરથી વિષમ પદ (બે મીંડાં) ઉતારવાથી ૧૦૦ થયા તેને ભાગમાં આવેલા ૩ ને બમણાં કરી ૬ વડે ભાગવા. અહીં વિશેષ એ છે કે ૧૦૦ માંના છેલ્લા અંક (0) સિવાય બાકીના ૧૦ ને ૬ વડે ભાગતાં ભાગમાં જે આવે તેમ હોય તે અંકને ૬ ની સાથે મૂકી પછી ભાગાકાર કરવો. જેમકે અહીં ૧૦ ને ૬ વડે ભાગતાં ભાગમાં ૧ આવે છે તેને ૬ ની સાથે મૂક્તાં ૬૧ થાય છે, તેથી ૧૦૦ ને ૬૧ વડે ભાગતાં ભાગમાં ૧ આવે છે, તેને પ્રથમ વર્ગમૂળ ૩ ની પાસે મૂકતાં ૩૧ થયા. ૧૦૦ માંથી ૬૧ બાદ કરતાં ૩૯ વધે છે તેમાં ઉપરથી વિષમપદ ( બે મીંડાં ) ઉતારવાથી ૩૯૦૦ થયા. તેને બમણું કરેલા ૩૧ એટલે દર વડે ભાગવાના છે. તેમાં પણ ઉપરની રીતે છેલ્લા અંક (0) સિવાય બાકીના ૩૯૦ ને ૬૨ વડે ભાગતાં ભાગમાં આવે તેમ છે તેથી ૬૨ ની પાસે ૬ મૂકતાં ૬૨૬ થયા તે વડે ૩૦૦ ને ભાંગવા. એ રીતે વર્ગના સર્વ અંક પૂરા થાય ત્યાં સુધી ભાગાકાર કરતાં જે ભાજકનો અંક આવ્યું હોય તેને અર્ધ કરતાં જે આવે તે વર્ગમૂળ કહેવાય છે અથવા ભાગમાં જે રકમ આવી હોય તે જ વર્ગમૂળ છે. તેને હિસાબ નીચે પ્રમાણે
૧ જેનાવડે ભાગાકાર કરાય છે તે ભાજક રાશિ કહેવાય છે.