________________
મૂળ તથા ભાષાંતર.
૧૩૧ અર્થ –(gg) આ દ્વીપમાં (શિવકિપદૂ) પિતા પોતાના સ્વામી જે સુસ્થિત, ચંદ્ર અને સૂર્ય તેમના (પલાયા) પ્રાસાદે-કીડાના ભવને છે તે (કુરિપારાયણમા) કુલગિરિ ઉપર રહેલા પ્રાસાદની જેવા છે. એટલે દરા યોજન ઉંચા અને તેનાથી અધ એટલે ૩૧ જન: લાંબા-પહોળા છે. ( તાદ ) તથા સર્વ જ્યોતિષીના વિમાનો સામાન્યપણે સ્ફટિકરત્નમય હોય છે, પરંતુ (ઢાવ
નીતિ ) લવણસમુદ્રમાં રહેલા જ્યોતિષ્કનાં વિમાન તથા પ્રકારના જગતના સ્વભાવને લીધે (વાઢીદ ) ઉદકને-પાને ફાડવાના સ્વભાવવાળા જળસ્ફાદિકરત્નમય છે; તથા તે વિમાન (હેલા ) ઊર્ધ્વ લેફ્સાવાળા એટલે ઉંચે પણ પ્રકાશ કરનારા હોવાથી લવણશિખામાં પણ પ્રકાશ કરનારા છે.
હવે લવણસમુદ્રનું પ્રતરગણિત આ પ્રમાણે લાવવું.-લવણસમુદ્રને વિસ્તાર બે લાખ જન છે તેનું અર્ધ કરતાં એક લાખ થાય, તેમાં પાંચ હજાર નાંખવાથી ૧૦૫૦૦૦ થાય. આ અંકવડે ૯૪૮૬૮૩ ને ગુણવાથી ૯૯૬૧૧૭૧૫૦૦૦ આવે. આટલું લવણસમુદ્રનું પ્રતરગણિત થાય છે, તથા તે જ પ્રતરગણિતના અંકને ૧૭૦૦૦ વડે ગુણવાથી ૧૬૯૩૩૯૧૫૫૦૦૦૦૦૦ આવે છે. આ ઘનગણિત જાણવું. અહીં કેઈ શંકા કરે કે-લવણસમુદ્રમાં સર્વ ઠેકાણે કાંઈ ૧૭૦૦૦ જન જળનું ઉંચપણું નથી, માત્ર મધ્યભાગમાં જ્યાં દશ હજારનું પહોળાપણું છે ત્યાં જ તેટલી જળશિખાની ઉંચાઈ છે, તેથી ૧૦૫૦૦૦ ને ૧૭૦૦૦ વડે કેમ ગુણી શકાય? આ શંકાનું સમાધાન કરવા કહે છે કે તારું કહેવું સત્ય છે, પરંતુ લવણેશિખાની ઉપર અને બન્ને બાજુની બે જગતીની વેદિકા ઉપર સીધી દેરી દેવી. તેમાં વચ્ચે જે જળરહિત પ્રદેશ રહે છે તે પણ કગતિએ કરીને જળસહિત હોય તેવો સમજવાનું છે, એટલે કે તે જળરહિત ક્ષેત્ર પણ જળસહિત છે એમ માનવું.
જેમ મેરૂપર્વતના વિસ્તારમાં ચડતાં ને ઉતરતાં ૧૧ ભાગની હાનિ ને વૃદ્ધિમાં મેખલાની વિવેક્ષા ન કરતાં તેને પલાણ ભાગ પણ અંદર લેવામાં આવે છે તેમ અહિં પણ વિવક્ષા હોવાથી જે ઘનગણિત કહ્યું છે તેમાં કાંઈ વિરોધ સમજવો નહીં. તે વિષે વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે–ચં મરચંતા નોસ્ટાલસુરા 07गइए जलवणसमुदभवं जलसुण्णं पिक्खितं तस्स गणिजहा मंदरपन्वयस्स इक्वारस भागहाणी कण्णगइ आगासस्स वितदा भवंति काउं भाणिआ तह लवणसमुहस्स वि॥
લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૩૫ર ગ્રહો, ૧૧૨ નક્ષત્રો, ૨૬૭૬૦૦ તારાની કડાકડી જાણવી. લવણસમુદ્રને પરિધિ ૧૫૮૧૧૩૯ જન જાણુ. લવણસમુદ્રની જગતીના ચાર દ્વારનું અંતર ૩૫૨૮૦ ચાજન ને ૧ ગાઉ જાણવું.
॥ इति लघुक्षेत्रसमासविवरणे लवणसमुद्राधिकारो द्वितीयः॥ ૧ જંબુદ્વીપની ને લવણસમુદ્રની જગતીને સરવાળે કરીને તેનું અર્ધ કરવાથી આ અંક આવે છે. ૨ અને ભાવાર્થ ઉપર આવી ગયેલ હોવાથી ફરીને લખ્યો નથી. ૩ પરિધિના અંકમાંથી ચાર દ્વારના સાઓ સાથે ૧૮ જન બાદ કરી બાકીની રકમના ચાર - ભાગ કરવાથી આ અંક આવે છે,