________________
મૂળ તથા ભાષાંતર.
૧૫૭
મધ્યમાં રહેલો કુંડળ પર્વત છે, તેના ઉપર (૨૪) તેવા જ પ્રમાણુવાળા ચાર જિનભવને છે, તથા (ફળ) રૂચકદ્વીપને વિષે પણ (રારિ ) તેવા જ ચાર જિનભવને છે. એ પ્રમાણે કુલ ૬૦ જિનભવને ચાર ચાર દ્વારવાળા છે. (૨)
હવે રૂચક પર્વત વિષે જે વિશેષ છે તે કહે છે – बहुसंखविगप्पे रुअ-गदीवि उच्चत्ति सहस चुलसीई । णरणगसमरुअगोपुण, वित्थरि सयठाणि सहसंको ॥३॥२५९॥
અર્થ –(સંવિા) ઘણી સંખ્યાના વિકલ્પવાળા (વિવિ) અચકદ્વીપની મધ્ય (ર ) વલયને આકારે રૂચક નામને પર્વત છે. તે ( ગુરુરી) ચોરાશી હજાર જન (કરિ ) ઉંચે છે, તથા (MRUT/રમ ) માનુછેત્તર પર્વત જેટલો તેને વિસ્તાર છે; (પુ) પરંતુ (વિ ) વિસ્તારને વિષે (સયાજિ) સને ઠેકાણે (ર ) હજારનો અંક કહે. એટલે કે માનુષેત્તર પર્વતને મૂળમાં વિસ્તાર ૧૦૨૨ જન અને શિખર ઉપર વિસ્તાર ૪૨૪ યાજન છે તેને ઠેકાણે આ રૂચકપર્વતને મૂળમાં વિસ્તાર ૧૦૦૨૨ એજન અને શિખર ઉપર વિસ્તાર ૪૦૨૪ યોજના સમજવો.
અહીં ઘણી સંખ્યાના વિકલ્પવાળો રૂચકદ્વીપ કહ્યો એટલે કે તે વિષે આ પ્રમાણે મતાંતરો છે.-દ્વીપસાગરપ્રજ્ઞપ્તિની નિર્યુક્તિમાં આ પ્રમાણે કુંડલદ્વીપ અને રૂચકદ્વીપને વિષ્કભ કહ્યો છે.-“બે હજાર, છ , એકવીશ કરોડ અને ચુમાલીશ લાખ ૨૬૨૧૪૪૦૦૦૦૦ એજન કુંડલદ્વીપને અને દશ હજાર, ચાર સો પંચાશી કરેડ અને છોંતેર લાખ ૧૦૪૮૫૭૬૦૦૦૦૦ એજન રૂચકદ્વીપને વિઝંભ છે.” આ કુંડલદ્વીપનું પ્રમાણ લાખ જનની જબૂદ્વીપથી બમણું બમણું કરતાં દશમા દ્વીપે આવે છે, અને રૂચકદ્વીપનું પ્રમાણ અગ્યારમા દ્વીપે આવે છે. આ પ્રમાણે એક વિકલ્પ છે. તથા-“જબૂદ્વીપ ૧, ધાતકી ૨, પુષ્કરવર ૩, વારૂણ જ, ક્ષીર ૫, ધૃત ૬, ઈક્ષુ ૭, નંદીશ્વર ૮, અરૂણ ૯, અરૂણેપપાત ૧૦, કુંડલ ૧૧, શંખ ૧૨, રૂચક ૧૩, ભુજગ ૧૪, કુશ ૧૫, કોંચ ૧૬. ” આ પ્રમાણે સંગ્રહણીની ગાથામાં કહેલા કમ પ્રમાણે ગણતાં કુંડલદ્વીપ અગ્યારમે અને રૂચકદ્વીપ તેરમે આવે છે, એ બીજો વિકલ્પ છે. તથા નવમા અરૂણદ્વીપથી આરંભીને ત્રિપ્રત્યવતાર દ્વીપની ગણતરી કરતાં કુંડલદ્વીપ પંદરમો અને રૂચકદીપ એકવીસમો આવે છે. તે આ પ્રમાણે-અરૂણ ૯, અરૂણવર ૧૦, અરૂણુવરાવભાસ ૧૧, અરૂણપપાત ૧૨, અરૂણેપપાતવર ૧૩, અરૂણપપાતવરાવભાસ ૧૪, કુંડલ ૧૫, કુંડલવર ૧૬, કુંડલવરાવભાસ ૧૭, શંખ ૧૮, શંખવર ૧૯, શંખવરાવભાસ ૨૦, રૂચક ૨૧ વિગેરે. આ ત્રીજો વિકલ્પ છે, તથા જીવાભિગમને વિષે પહેલા વિકલ્પમાં કહેલી સંખ્યા