Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 201
________________ શ્રીમદ્ ગુરૂ વૃદ્ધિવિજયજી વિયેગાષ્ટક. (મંદાક્રાંતા.) જે પંજાબે પ્રથમ પ્રગટ્યા જ્ઞાતિમાં ઓશવાળે, કૃષ્ણદેવી ધરસયશના પુત્ર જે ધર્મ પાળે; સબંધુમાં ગુણધર કૃપારામ નામે વિકાસ, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૧ જેણે અષ્ટાદશ વરસમાં સર્વ સંસાર છોડી, સર્વે સંપત્ નિજ પરહરી બુદ્ધિ સન્માર્ગ જેડી; સરાગ્યે ગુરૂચરણમાં જે ધરી શીર્ષ ભાસે, ત શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૨ શાંતિધારી ગુણ ગુરૂતણું સર્વ જેમાં વસેલા, જેથી સર્વે દુર્ગણ બધા દૂર જઈને ખસેલા દેખી જેને કુમતિ જનની ક્રૂરતા દૂર નાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૩ કાંતિધારી મનહર મહા મૂર્તિ છે ભવ્ય જેની, નિત્યે શોભે હસિત વદને શાંતતા જ્યાં મજેની; વાણી કેરી અતિ મધુરતા જે સુધાને વિહા, * તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૪ મેટા નાના સરવ જનને માન આપે સુહર્ષે, હેતે બોલી મધુર વચને ભક્તના ચિત્ત કર્યો; જેના ચિત્તે અચળિત સદા તુલ્ય દષ્ટિ વિભાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? પ વિદ્વાનોના વદન નિરખી નિત્ય આનંદ પામે, થે દેખી અભિનવ ઘણે હર્ષ જે ચિત્ત જામે; તો જાણી જિનમતતણા જ્ઞાનદષ્ટિ પ્રકાશે, તે શ્રીવૃદ્ધિવિજ્ય ગુરૂને કેમ ભૂલી જવાશે ? જે શિષ્યોને વિનય વધવા હેતુથી બોધ આપે, વિદ્યાકેરૂં વ્યસન કરવા મસ્તકે હસ્ત થાપ, જેની સર્વે ઉત્કૃતિ સદા શિષ્યવૃંદે ગવાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૭ વારે વારે ગુરૂવરતણું મૂર્તિ દટે તરે છે, નેત્ર તેનું સ્મરણ કરતાં અશ્રુધારા ઝરે છે; નિશે તેની શુભ શિવગતિ નર્મદાતા જ થાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે ? ૮

Loading...

Page Navigation
1 ... 199 200 201 202