________________
૧૨૪
શ્રી લઘુક્ષેત્રસમાસ. વિસ્તરાર્થ–આ પ્રમાણ લાવવાની રીત આ પ્રમાણે છે-જે પંચાણું હજાર જનને અંતે સાત સો જનની જળવૃદ્ધિ થાય છે તો બેંતાળીશ હજાર જનને છેડે જળની વૃદ્ધિ કેટલી હોય? આ દાખલાની ત્રિરાશિ આ પ્રમાણે માંડવી
૫૦૦૦-૭૦૦-૪૨૦૦૦ અહીં સહેલાઈને માટે પહેલી અને છેલ્લી રાશિમાંથી ત્રણ ત્રણ શૂન્ય કાઢી નાંખીએ ત્યારે ૫-૭૦૦-૪૨ થાય. તેમાં મધ્યની રાશિવડે છેલ્લી રાશિને ગુણાકાર કરવાથી ર૪૦૦ થાય. પછી તેને પહેલી રાશિ (૫) વડે ભાંગતાં ૩૦૯હ્યું આવે. આટલા જનપ્રમાણ જળવૃદ્ધિ સમભૂતળા પૃથ્વીની અપેક્ષાએ જંબુદ્વીપ તરફની દિશામાં છે, તથા પંચાણુ હજાર એજનને છેડે એક હજાર
જન લવણસમુદ્ર ઉંડે છે, તે બેંતાળીશ હજાર જનને છેડે લવણસમુદ્ર કેટલો ઉંડો હોય ? તે જાણવા માટે પણ આ પ્રમાણે ત્રિરાશિ માંડવી-૯૫૦૦૦–૧૦૦૦૪૨૦૦૦. અહીં પણ પહેલી અને છેલ્લી રાશિમાંથી ત્રણ ત્રણ શૂન્ય કાઢી લેતાં ૫–૧૦૦૦-૪૨ રહે. પછી મધ્ય રાશિવડે છેલ્લી રાશિનો ગુણાકાર કરતાં ૪૨૦૦૦ થયા. તેને પહેલી રાશિ (૫) વડે ભાંગતાં ૪૪ર આવે છે. આટલી ઉંડાઈ આવી. ત્યારપછી ઉપરની જળવૃદ્ધિ ( ૩૦૯–૪૫ ) અને આ ઉંડાઈના પ્રમાણને ( ૪૪૨-૧૦ ) સરવાળે કરતાં ૭૫૧-૫૪ થાય. આ અંકને પર્વતની ઉંચાઈ (૧૭૨૧)
જન છે તેમાંથી બાદ કરીએ ત્યારે ૯૬લ્લા રહે છે. તેથી આટલું પ્રમાણ જંબૂ દ્વીપની દિશા તરફ જળ ઉપર પર્વતો દેખાય છે, એમ સિદ્ધ થયું.
હવે જે બૂઢીપની જે દિશાએ (સ્થાને) જળમાં રહેલા ગિરિનું પ્રમાણ ૭૫૧ છે તે ઠેકાણે પર્વતને વિસ્તાર (પહોળાપણું ) કેટલો હોય ? તે જાણવાની રીત કહે છે–પ્રથમ ગિરિનું પ્રમાણ જે ૭૫૧ર છે તેને સવર્ણ કરવા એટલે સરખા અંશ કરવા, તેથી ૭૫૧ ને ૫ વડે ગુણવાથી ૭૧૩૪૫ થાય તેમાં ઉપરની ૫૫ કળા ઉમેરવાથી સર્વ મળીને ૭૧૪૦૦ કળા થઈ. ત્યારપછી પર્વતને મૂળ વિસ્તાર જે ૧૦૨૨ જન છે તેમાંથી પર્વતના શિખરનો વિસ્તાર ૪ર૪ બાદ કરતાં શેષ ૫૯૮ રહે છે. તેને (૫૯૮ ને) પર્વતની ઉંચાઈ ૧૭ર૧ વડે ભાંગવા છે. તે ભાગાકાર થઈ શકતો નથી, તેથી આ ૫૯૮ વડે ૭૧૪૦૦ કળાને ગુણાકાર કરે. તે કરવાથી ૪૨૬૭૨૦૦. થાય. હવે આ રાશિને ૧૭૨૧ વડે ભાગતાં ભાગમાં ૨૪૮૦૯ આવે છે અને શેષ ૧૧ રહે છે. તે અર્ધથી અધિક છે માટે “અર્ધથી અધિક હોય તે આખો ગણાય ” એ વચનથી લાધેલા અંકમાં એક ઉમેરતાં ૨૪૮૧૦ થાય છે. આટલા પંચાણુઆ ભાગ થયા છે તેથી તેને ૯૫ વડે ભાંગતાં ભાગમાં ર૬૧ જન આવે છે અને શેષ ૧૫ કળા રહે છે. પછી આ (ર૬૧-૧૫) અંકને ગિરિને મૂળ વિસ્તાર જે ૧૦૨૨ જન છે તેમાંથી બાદ કરીએ. ત્યારે ૭૬૦
જન અને પંચાગુઆ એંશી ભાગ દૂર રહે છે તેથી ૭૬૬ આ ઠેકાણે ગિરિને વિસ્તાર જાણ.
હવે મધ્ય દિશાએ એટલે લવણસમુદ્રની શિખા તરફની દિશાએ જળની વૃદ્ધિ