________________
મૂળ તથા ભાષાંતર.
૪૭
એક ભીંત ઉપર પચીશ અને બીજી ભીંત ઉપર ચોવીશ એમ કુલ ઓગણપચાસ જ માંડલા કરે છે. આ બાબતને નિર્ણય કેવળી જ જાણે છે. અહીં માંડલાનું આંતરું જે જનનું કહ્યું છે તે પ્રમાણગુલે જાણવું અને મંડલને જે આયામ-વિસ્તાર પાંચસો ધનુષ કહ્યો તે ઉલ્લેધાંગુલે જાણ; પરંતુ તે મંડલ જેટલા યોજનને પ્રકાશિત કરે છે તે યોજન પ્રમાણાંગુલના જાણવા. (૮૫).
હવે તે ગુફાઓનાં નામ કહે છે – सा तमिसगुहा जीए, चैकी पविसेई मैज्झखंडतो। उसहं अंकिअ सोजी-ए वलइ सा खंडगपवाया॥८६॥
અર્થ –(લી) જે ગુફામાં () ચક્રવતી (મ ઉ ) દક્ષિણના મધ્યખંડથી ઉત્તરના મધ્યખંડને વિષે (વિ ) પ્રવેશ કરે છે (સા) તે (તમિત્તગુ) તમિસા નામની ગુફા છે. અને (રો) તે ચક્રવતી (૩ ) બાષભકૂટને ( ૩) અંક કરીને એટલે ઋષભકૂટ ઉપર પિતાનું નામ લખીને (લી) જે ગુફામાં (વ૮૬) પાછા વળે છે, પાછા વળીને બહારના મધ્યખંડમાં આવે છે. (ર) તે (વંડપવાયા) ખંડકઅપાતા નામની ગુફા છે. (૮૬).
હવે તે ગુફાની ઉઘડેલી સ્થિતિને કહે છેकयमालनट्टमालय-सुराउ वद्धइणिबद्धसलिलाउ । जा चक्की ता चिटुंति, ताउ उग्घडियदाराउ ॥ ८७॥
અર્થ—અનુક્રમે (કાયમી) કૃતમાળ અને (રમા) નૃત્તમાલ નામના ( [T) દેવે તે બે ગુફાના અધિષ્ઠાયક છે એટલે કે તમિસા ગુહાને અધિષ્ઠાયક દેવ કૃતમાલ છે અને ખંડપ્રપાતા ગુહાને અધિષ્ઠાયક દેવ નૃત્તમાલ છે. () ચકવતીના વાઈકીરને એટલે સૂત્રધારે (વિદ્વ) બાંધ્યું છે (સ્ટિક) પાણું જેનું એવી તે ગુફાઓ છે એટલે કે તે ગુફાઓમાં રહેલી ઉન્મસ્રા અને નિમગ્ના એ બે નદીઓ ઉપર વાઈકીરને પૂલ બાંધેલા હોય છે તેથી તે નદીઓ સુખેથી ઓળંગી શકાય છે. તથા (1) જ્યાંસુધી () ચક્રવતી જીવતા હોય અથવા દીક્ષા ન લીધી હોય (તા) ત્યાંસુધી (તાડ ) તે ગુફાઓ (દિયવાહ) ઉઘાડા દ્વારવાળી (વિટુંતિ) રહે છે. (૮૭). (નદીપરના પુલ અને માંડલા પણ ત્યાં સુધી જ રહે છે.)
હવે બાહ્યખંડના મધ્યભાગમાં રહેલી નગરીનું પ્રમાણ કહે છે –