________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. દક્ષિણ દ્વારથી એકવીશ જન જઈએ ત્યારે રર-ર૩-૨૪ એ ત્રણ જન પહોળી. ઉન્મગ્ન નદી છે ત્યારપછી પચીસમું અને છવીસમું એ બે જન મૂકીને ર૭-૨૮-૨૯ એ ત્રણ જન પહોળી નિમગ્ના નદી આવે છે. ત્યારપછી એકવીશ
જન જઈએ ત્યારે ગુફાનું ઉત્તર દ્વાર આવે છે. તથા તે નદીઓ (18) પર્વતની મધ્યે રહેલા કટક એટલે મોટા પાષાણ થકી નીકળીને (માળવા) ગંગા સિંધુ વગેરે મહાનદીઓમાં મળે છે. (૮૪)
તે ગુફાઓમાં પ્રવેશ કરતી વખતે ચક્રવતી કાકિણી રત્નવડે મંડલે કરે છે, તે કહે છેइह पइभित्तिं गुणव-प्रणमंडले लिहइ चक्कि दुदुसमुहे। पणसयधणुहपमाणे, बारेगडजोअणुज्जोए ॥ ८५ ॥
અર્થ:-(૪) આ ગુફાને વિષે (ઇજિં) દરેક ભીતે એટલે બને બાજુની ભીંતે સૂર્યની જેવા આકારવાળા (ગુણવખ) ઓગણપચાસ (મંદ ) માંડલા (કુમુદે) બળે સન્મુખ (શિ) ચક્રવતી કાકિણું રત્ન વડે (ઢિ) લખે છે–આળખે છે. તે મંડળો ઉસેધાંગુલે (GUસ0) પાંચસો (પશુપમા ) ધનુષ પ્રમાણ અને (વાનગપુના) બાર યોજન, એક જન અને આઠ
જન સુધી પ્રકાશ કરનારાં હોય છે. એટલે કે પ્રમાણગુલે કરીને ગુફાને વિસ્તાર બાર યેાજન છે તેથી બાર યોજનને, બબે મંડલની વચ્ચે એક એક યોજનનું આંતરું છે તેથી એક જનને અને મંડળની નીચે તથા ઉપર થઈને આઠ જન ઉંચાઈ છે તેથી આઠ જનને આ મંડલ પ્રકાશિત કરે છે.
વિસ્તરાર્થ –ચકવતીને મણિરત્નવડે જ માર્ગાદિકનો પ્રકાશ થાય છે, પરંતુ બીજા જનોને માટે પૂવોદિક કટકમાં-ભીંત ઉપર પ્રથમ એક યોજન છોડીને કાકિણી રત્નવડે ઉલ્લેધાંગુલ પ્રમાણ પાંચ સો ધનુષ લાંબું પહેલું સૂર્યમંડળ જેવું (ગોળ આકૃતિનું) પહેલું મંડલ કરે છે. પછી પશ્ચિમ દિશાની ભીંતે તેની જ સન્મુખ બીજું મંડલ આલેખે છે. ત્યારપછી પૂર્વ દિશાની ભીંતે જે પહેલું મંડળ કર્યું છે તેનાથી પ્રમાણુગુલે એક જનને આંતરે ત્રીજું મંડળ કરે છે અને તેની જ સન્મુખ પશ્ચિમ દિશાની ભીંતે ચોથું મંડળ કરે છે. આ પ્રમાણે એક એક
જનને આંતરે પૂર્વ અને પશ્ચિમ દિશાની ભીંત ઉપર મંડલેને આલેખતા આલેખતા તમિસા ગુફાના ઉત્તર દ્વાર સુધી જાય છે. આ રીતે એક એક ભીંત ઉપર ઓગણપચાસ ઓગણપચાસ મંડલે થાય છે. એટલે કુલ અઠ્ઠાણું મંડલ હોય છે. અહીં બને બાજુની ભીંત ઉપર જે મંડલે આલેખે છે તેમાં આરંભે અને છેડે ચાર ચાર મંડલ કમાડ ઉપર કરે છે એમ જાણવું. આ મંડલ બાબત કેટલાક આચાર્યો કહે છે કે-ગુફામાં પ્રવેશ કરતા ચકવતી ગમૂત્રિકાના ન્યાયે કરીને