________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. જઈએ ત્યારે (બ) નીચે (માસ ) દશ સો જનને અંતે એટલે એક હજાર યોજન ઊંડા જઈએ તે ઠેકાણે (૩ોમા) અધોગ્રામ આવે છે.
ભાવાર્થ–મેરૂપર્વતથી પશ્ચિમ તરફ સમભૂતલાથી અનુક્રમે માત્રાએ માત્રાએ ભૂમિ નીચી નીચી થતી જાય છે, તે ક૨૦૦૦ એજન જઈએ ત્યારે ત્યાં સમભૂતલાની અપેક્ષાએ ૧૦૦૦ એજન ઉંડાપણું નીચાણ આવે છે. તે ઠેકાણે જે ગામે છે તે અગ્રામ કહેવાય છે. (જંબુદ્વીપના લાખ યેજનમાંથી મેરૂના દશ હજાર
જન બાદ કરતાં ૯૦૦૦૦ રહે તેના અર્થ એટલે ૪૫૦૦૦ એજન બંને બાજુ છે તેમાંથી વનમુખના ર૯૨૨ જન બાદ કરતાં ૪૨૦૭૮ જન રહે છે તે સ્થાને એક હજાર યોજન ઉંડાઈ સમજવી.) હવે સમભૂતલાથી ઉંચે અને નીચે નવ સો નવ સો જન સુધી તિર્યગલોક છે. તે નવ સો જનની ઉપરનો ભાગ તે ઊર્ધક અને નવ સો એજનથી નીચેનો ભાગ તે અધોલોક કહેવાય છે, તેથી એક હજાર યોજન નીચે જઈએ ત્યારે જે ગામે આવે તે અધોગ્રામ કહેવાય છે. (૧૬૭.)
હવે મહાવિદેહક્ષેત્ર વિગેરેમાં તીર્થકરાદિકની ઉત્પત્તિ વિશે કહે છે– चउ चउतीसं च जिणा, जैहण्णमुक्कीसओ औ हुंति कमा। हरिचकिबला चउरो तीसं पत्तेअमिहे दीवे ॥१६८ ॥
અર્થ:- ( હી) આ જબૂદ્વીપ નામના દ્વીપને વિષે (surf) જઘન્યથી (ક) અને (૩ ) ઉત્કૃષ્ટથી (વા) અનુક્રમે (૨૩) ચાર () અને (રાતી) ચોત્રીશ (નિ) તીર્થકર (દૂતિ) હોય છે. એટલે કે આ જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ચેત્રીશ તીર્થકરા હોય છે, કેમકે બત્રીશ વિજય અને ભરત તથા ઐરાવત એ ચેત્રીશ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટકાળે એક એક તીર્થકર હોઈ શકે છે તેથી તે વખતે ચોત્રીશ હોય છે; તથા (રિ) વાસુદેવ, (શિ) ચકવતી અને (વા) બળદેવ (વિ) તે દરેક દરેક (ર૩) જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી (તા) ત્રીશ ત્રીશ હોય છે. અહીં કોઈ શંકા કરે કે–ચકી અને વાસુદેવ ઉત્કૃષ્ટથી ચેત્રીશ ચેત્રીશ કેમ ન હોય? ઉત્તર–જે ક્ષેત્રમાં જે વખતે ચકવતી હોય તે ક્ષેત્રમાં તે વખતે વાસુદેવ હતા નથી એમ નિશ્ચય છે, અને જઘન્યથી ચાર ચાર ચકવતી અને વાસુદેવ હોય છે, એમ કહી ગયા છીએ તેથી જે ક્ષેત્રમાં જે વખતે ચાર ચકવતીઓ હોય તે ક્ષેત્રોમાં તે વખતે વાસુદેવ હાય નહીં. તે સિવાયના ક્ષેત્રોમાં ૩૦ વાસુદેવ હોય અને જે ચાર ક્ષેત્રમાં વાસુદેવ હોય તેમાં ચકવતીઓ હાય નહીં, તે સિવાયના ૩૦ ક્ષેત્રમાં ચકવતી હોય. તેથી ઉત્કૃષ્ટપણે પણ ચકી ને વાસુદેવ ત્રીશ ત્રીશ જ હોય, એમ જે કહ્યું છે તે બરાબર છે. (૧૬૮). અહીં ક્ષેત્ર શબ્દ મહાવિદેહની ૩૨ વિજય અને ભરત તથા એરવત મળી ૩૪ ક્ષેત્ર સમજવા.
૧ બળદેવ પણ સમજી લેવા