________________
મૂળ તથા ભાષાંતર.
૪૧
લેવી. તથા આ સર્વ કૂટો (ચમચા) રત્નમય છે. (નવરિ) પરંતુ તેમાં વિશેષ એ છે કે-(વિક) વૈતાઢ્ય પર્વતના (મન્ના ) મધ્યના (સિસ) ત્રણ ત્રણ ફૂટ (જાળવવા) સુવર્ણમય છે, તેમજ ત્રણ સહસ્ત્રાંક કૂટ પણ સુવર્ણમય છે એમ સીતેરમી ગાથામાં કહી ગયા છીએ. (૭૩).
હવે વૃક્ષના કૂટ કહે છે – जंबणयरययमया, जगइसमा जंबुसामलीकूडा । अट्ठट्ठ तेसु दहदेवि-गिहसमा चारुचेइहरा ॥७४ ॥
અર્થ–(બંધુતામઢી ) જંબૂવૃક્ષ અને શાલ્મલી વૃક્ષના કૂટ (ગ) આઠ આઠ છે. તેમાં (iq) જ બૂવૃક્ષના કૂટે જાંબૂનદ એટલે સુવર્ણમય અને (ચમચા) શાલ્મલી વૃક્ષના કૂટો રૂપામય છે. તે સર્વ કૂટો (કલમ) જગતીની તુલ્ય છે એટલે કે મૂળમાં બાર જન વિસ્તારવાળા, શિખર ઉપર ચાર જન વિસ્તાર વાળા અને આઠ યોજન ઉંચા છે. (૩) તે કૂટો ઉપર ( વિ) કહદેવીના એટલે શ્રીદેવીના (નિમા) ગૃહસમાન એટલે એક કોશ લાંબા, અર્ધ કેશ પહેળા અને ચદ સે ચાળીશ ૧૪૪૦ ધનુષ ઉંચા (રાજા ) મનહર ચૈત્યગૃહો છે. (૭૪).
હવે ઋષભકૂટ કહે છે – तेसि समोसहकूडा, चउतीसं चुल्लकुंडजुअलंतो । जंबूणएसु तेसु अ, वेअड्डेसुं व पासाया ॥ ७५॥ અર્થ–(હિ) તે વૃક્ષફૂટની (સન) સમાન પ્રમાણુવાળા (
૩ ૩ ) અષભકૂટ છે. તે ( ચડતી) ભરત, એરવત અને બત્રીશ વિજયમાં એક એક હોવાથી કુલ ચોત્રીશ છે. વળી તે (૩૪sysઈતો) ઉપરના મોટાની અપેક્ષાએ નાના એટલે સાઠ એજનના વિસ્તારવાળા બબે કુંડની વચ્ચે છે એટલે કે , ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતીને પ્રપાત કુંડાની વચ્ચે છે, તથા (કંવૂથપણુ) સુવર્ણમય એવા (તેણુ ૩ ) તે ઋષભકૂટો ઉપર (વે લું ) વૈતાત્યના પ્રાસાદ જેવા (પાલા) પ્રાસાદે છે એટલે કે એક કોશ ઉંચા અને અર્ધ કેશ વિસ્તારવાળા-લાંબા હાળા છે. (૭૫).
હવે જંબૂદ્વીપને વિષે સર્વ મળીને કુટની સંખ્યા કહે છે –