________________
સંપતિની ગાડી માટે સ્ટેશન નક્કી કર્યું
ભલેને ગાડી મારી પાસે સરસ છે. ગાડીમાં પેટ્રોલ પણ ભલે ને પર્યાપ્ત છે. ડ્રાઇવિંગ પણ ભલે ને મારું મસ્ત છે. રસ્તો પણ ભલે ને સરસ છે પરંતુ જો એ રસ્તાને ક્યાંય છેડો જ નથી તો એ રસ્તા પર હું ગાડી સતત ભગાવતો જ નથી રહેતો. ચોક્કસ સ્થળ પર ગાડી હું ઊભી રાખી જ દઉં છું. જવાબ આપો.
પુણ્ય તમારું ભલે પ્રચંડ છે. પુરુષાર્થ કરવાની તમારી ક્ષમતા પણ ભલે પ્રબળ છે. પણ લોભનો જે રસ્તો છે એ રસ્તો ક્યાંય પૂરો થતો જ નથી એનો તમને ખ્યાલ છે ખરો?
જો હા,
તો એ રસ્તા પર ચાલી રહેલ જીવનની ગાડીને સંાિના કોક નિશ્ચિત આંકડા પર કે ઉંમરના કોક નિશ્ચિત વરસ પર ઊભી રાખી દેવાનું તમે નક્કી કરી દીધું છે ખરું ? જો ના, તો યાદ રાખજો કે એ રસ્તો તમને વહેલું મોત આપીને દુર્ગતિમાં જ ધકેલી દેવાનો છે,
૧૦