Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 70
________________ દોષ જાહેર થઈ જાય : આપણે પ્રસન્ન કે નારાજ ? શરીરમાં છુપાઈને પડ્યો હતો રોગ, કોઈને ય નહોતી એની જાણ અને અચાનક એક વૈદરાજે એના ચહેરાને જોઈને એના શરીરમાં છુપાઈને પડેલા રોગની એને જાણ કરી દીધી. એના આનંદનો પાર ન રહ્યો. એનું મસ્તક વૈદરાજ પ્રત્યેના અહોભાવથી ઝૂકી ગયું. જવાબ આપો. મનમાં કોક એવો દોષ પડ્યો છે કે જેની જાણ આપણા સિવાય બીજા કોઈને ય નથી. અને અચાનક કોક વ્યક્તિ આપણા એ દોષને પકડી પણ પાડે છે અને અનેકની વચ્ચે જાહેર પણ કરી દે છે. સાચું બોલો. એ વખતે આપણાં મનની સ્થિતિ શી? દોષ જાહેર થઈ ગયો એ બદલ આપણે પ્રસન્ન? દોષ પકડી પાડનાર પ્રત્યેના આપણાં હૈયાનો સદ્ભાવ અકબંધ? 90

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100