Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 97
________________ વિધવા માં આપણો નંબર ? જે સ્ત્રીનાં લમણે વૈધવ્ય ઝીંકાયું હોય છે એ સ્ત્રીનાં દર્શનને ‘અપશુકન માનનારા વર્ગની સંખ્યા અહીં નાનીસૂની નથી. એ વર્ગની એ માન્યતાની ચર્ચામાં ન પણ પડીએ તો ય એક વાત તો નિશ્ચિત છે કે જેનું સૌભાગ્ય નંદવાઈ ગયું હોય છે એના દર્શનને લોકો બને ત્યાં સુધી ટાળતા રહે છે. જવાબ આપો. મગજ જેનું સતત ગરમ જ રહેતું હોય, વાતે વાતે જેનાં મુખમાંથી કઠોર શબ્દો નીકળતા હોય, ક્રોધ જેની જીવનશૈલી બની ગયો હોય, એની સોબત તમે ઝંખો ખરા? એની સાથે દોસ્તી તમે કરો ખરા? એનાં દર્શનમાં તમે પ્રસન્નતા અનુભવો ખરા? જો ના, તો આનો અર્થ તો એટલો જ થયો કે ક્રોધથી વ્યક્તિનું સૌભાગ્ય નંદવાઈ જાય છે. આવી ‘વિધવા માં આપણો નંબર નહીંને?

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100