Page #1
--------------------------------------------------------------------------
________________
મારા કરતાં વધુ ધર્મી મારાથી વધુ દુઃખી કેમ ?
મારા કરતાં વધુ ખરાબ-દુર્જન અને પાપી માણસને મારા કરતાં વધુ સુખી હું જોઉં છું અને મારા મનમાં ઊંડે ઊંડે એક પ્રકારની વેદના ઊભી થઈ જાય છે. કુદરતના રાજ્યમાં આ અંધેર? ધર્મી દુઃખી અને પાપી સુખી?”
પણ સબૂર!
તમારા કરતાં વધુ સારા-સજ્જન અને ધર્મી માણસને તમારા કરતાં વધુ તકલીફો ભોગવતો તમે જુઓ, વધુ દુઃખોનો શિકાર બનતો તમે જુઓ, વધુ વેદનાઓની વચ્ચે જીવન ગુજારતો તમે જુઓ ત્યારે તમને એવો વિચાર આવે ખરો કે ‘કુદરતના રાજ્યમાં આ અન્યાય? હું ઓછો ધર્મી અને છતાં મને સુખ વધુ જ્યારે સામો વધુ ધર્મી અને છતાં એને દુઃખ વધુ! આ કેમ ચાલે?'
Page #2
--------------------------------------------------------------------------
________________
દાન સ્વીકારનાર ઉપકારી લાગ્યા?
ખેડૂતે વેરેલાં બીજ જમીને જો સ્વીકાર્યા જ ન હોત તો ખેડૂત શ્રીમંત બની જ શી રીતે શક્યો હોત? છોડને પાયેલું પાણી જો છોડે સ્વીકાર્યું જ ન હોત તો માણસ એ છોડ પર ઊગેલા પુષ્પની સુવાસ માણી જ શી રીતે શક્યો હોત? જવાબ આપો. દાન ચાહે પાંજરાપોળમાં આપ્યું છે કે પાઠશાળામાં આપ્યું છે. મંદિર માટે આપ્યું છે કે સાધુ-સાધ્વીની ભક્તિ માટે આપ્યું છે. ભિખારીને આપ્યું છે કે સાધર્મિકને આપ્યું છે. દાનને સ્વીકારનાર જ ઉપકારી લાગ્યા છે એવું કહી શકવાની સ્થિતિમાં અંતઃકરણ છે ખરું? એમણે
દાન સ્વીકારવાનો જો
Page #3
--------------------------------------------------------------------------
________________
વેદના છે કે સંતોષ ?
પાંચમા ધોરણમાં બાબો પાંચમી વાર નાપાસ થયો અને તમારો પિડો ફાટ્યો, ‘નાલાયક ! સ્કૂલમાં તું ભણવા જાય છે કે હજામત કરવા?’ અને બાબાએ તમને ઠંડે કલેજે જવાબ આપી દીધો, પપ્પા ! હું ચોથા ધોરણમાં તો નથી આવી ગયો ને?' જવાબ આપો. જીવનમાં આજે જે પણ ધર્મ છે એ આજનો જ છે કે વરસોનો છે? જો વરસોનો એ ધર્મ છે તો આટલાં વરસો બાદ પણ એ ધર્મમાં આપણે વધારો નથી કરી શક્યા એની આપણને વેદના છે કે પછી વરસો પછી ય એ ધર્મ આપણે ટકાવી શક્યા છીએ એ બદલ આપણે સંતુષ્ટ જ છીએ? બાબાએ જો આગલા ધોરણમાં જવું જ જોઈએ તો ધર્મમાં આપણે પણ આગળ વધવું જ જોઈએને?
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિવારને પાપમાર્ગે વાળી દેવા તૈયાર ?
જેઓના જીવનમાં ધર્મ જેવી કોઈ ચીજ નથી અને પાપો પાર વિનાનાં છે એવા માણસોનાં સુખો [3] ને જોઈને મન વારંવાર એક વિચારનું ભોગ બની જાય છે ને કે ‘પાપીઓ આ જગતમાં જલસા કરે છે અને ધર્મીઓ બધારિબાય છે.' એક પ્રશ્નનો જવાબ આપશો?
સાચે જ જો તમને એમ લાગી રહ્યું છે કે પાપીઓ જ સુખી છે અને ધર્મીઓ દુઃખી જ છે. તો તમારા સમસ્ત પરિવારને એક વાર બેસાડીને તમે એમ કહી દેવા તૈયાર છો ખરા કે “આપણે બધાએ હવે ધર્મ છોડીને પાપને માર્ગે જ વળી જવાનું છે! કારણ કે દુઃખી આપણે થવું નથી
અને ધર્મના માર્ગે દુઃખ સિવાય કાંઈ છે નહીં. સુખી આપણે થવું છે અને પાપના માર્ગે સુખ જ સુખ છે!” આ માટે તમે તૈયાર?
Page #5
--------------------------------------------------------------------------
________________
મનની પ્રસન્નતાના દુશ્મન : આસક્તિભાવ-માલિકીભાવ
મને ગમી ગયેલ સ્ત્રી મારા સિવાય બીજા કોઈને ય ગમવી ન જોઈએ અને મને મળી ગયેલ ગાડી મારા સિવાય બીજા કોઈને ય મળવી ન જોઈએ? બસ, આખી જિંદગી આ આસક્તિભાવ અને માલિકીભાવના ગુલામ બનીને જ જીવવાનું અને જીવનભર અત્યંત ત્રસ્ત અને વ્યથિત જ રહેવાનું
જવાબ આપો. મનના આ ત્રાસથી સાચે જ છુટકારો મેળવી લેવાની અંતરની ઇચ્છા છે? આ આસક્તિભાવ અને માલિકીભાવ મનની પ્રસન્નતાના જાલિમ દુશ્મન છે એ વાત અનુભવથી સમજાઈ ગઈ છે? તો એક કામ કરો. આસક્તિના સ્થાને ભક્તિને ગોઠવી દો.
માલિકીભાવનું સ્થાન સંતોષભાવને આપી
Page #6
--------------------------------------------------------------------------
________________
પાપમાં રસ નથી, નક્કી ?
હંમેશાં પ્રવચનોમાં સાંભળતા આવ્યા છો કે “ધર્મ રસપૂર્વક જ કરવો જોઈએ અને છતાં ધર્મ રસ વિના જ થતો હોય એવું લાગે છે એમ ને? એક કામ કરવું છે? ધર્મને રસપૂર્વક કરવાની વાત આપણે પછી કરશું. પહેલાં તમે આટલું નક્કી કરી દો કે જીવનમાં પાપો જેટલાં પણ ચાલુ છે એ બધાંય ધર્મની જેમનિરસતા સાથે જ કરવાં છે. જો ધર્મમાં રસ નથી આવતો તો પાપમાં રસ નથી રાખવો!
બોલો, નક્કી?
Page #7
--------------------------------------------------------------------------
________________
ધર્મમાં રસ છે જ, નક્કી ?
સંસારની એક એક ક્રિયા - ચાહે એ ક્રિયા ભોજનની હોય કે ફોન કરવાની હોય, કોકને મળવા જવાની હોય કે ટી.વી.
જોવાની હોય, બજારમાં જવાની હોય કે બગીચામાં જવાની હોય-અત્યંત રસપૂર્વક જ થાય છે એમ ને? એક કામ કરો. ધર્મની જે પણ ક્રિયા કરતા હો - ચાહે એ ક્રિયા પ્રભુદર્શનની હોય કે નવકાર ગણવાની હોય, ગુરુવંદનની હોય કે સામાયિકની હોય - અત્યંત રસપૂર્વક જ કરવી છે એટલું નક્કી કરી દો.
પાપક્રિયા જો રસ સાથે જ થાય છે તો ધર્મક્રિયા પણ રસ સાથે જ કરવી છે. બોલો નક્કી?
Page #8
--------------------------------------------------------------------------
________________
છે ધમરાધનાના ઉલ્લાસમાં કડાકો નહીં જ. નક્કી ?
જમીનમાં વાવેલા બધા જ દાણા ઊગવાના નથી એનો ખેડૂતને ખ્યાલ હોવા છતાં ય જમીનમાં એ દાણાંઓ વાવતો જ રહે છે. ખાધેલો બધો જ ખોરાક પચી જવાનો નથી એનો બરાબર ખ્યાલ હોવા છતાં માણસ પેટમાં ખોરાકપધરાવતો જ રહે છે. જવાબ આપો. ધર્મારાધના કરતી વખતે આપણો આ અભિગમ ખરો? કરેલી બધી જ ધર્મારાધનાઓ વિધિ-બહુમાનાદિની કચાશના કારણે કદાચ ફળવતી ન પણ બનતી હોય તો ય ધર્મારાધના કરતા રહેવાના આપણા ઉલ્લાસમાં કોઈ જ કડાકો બોલાતો નથી એ કહી શકવાની સ્થિતિમાં આપણું
અંતઃકરણ ખરું?
Page #9
--------------------------------------------------------------------------
________________
- તો ય ધર્મારાધના ચાલુ જ ? તંદુરસ્તી મળી જ જવાની બાયંધરી ડૉક્ટર નથી પણ આપતા અને છતાં હું ડૉક્ટર પાસે જઈને દવા લઉં છું. કેસ જીતાડી દેવાની ગેરેન્ટી વકીલ નથી પણ આપતા તો ય મારો કેસ એમને હું સોંપું જ છું. સહીસલામત ઇચ્છિત સ્થળે પહોંચાડી દેવાની બાયંધરી ટૅક્સીડ્રાઇવર નથી પણ આપતો તોય હું ટૅક્સીમાં મુસાફરી કરું જ છું. જવાબ આપો. અધ્યાત્મજગતમાં પણ આપણો આ જ અભિગમ છે એમ કહી શકવાની
સ્થિતિમાં આપણે છીએ ખરા? ભલે, પ્રસન્નતાની બાયંધરી નથી મળી પણ પ્રભુપૂજા ચાલુ જ છે. ભલે સમતાની ગૅરન્ટી નથી મળી પણ સામાયિક ચાલુ
જ છે. ભલે સંકલ્પ-વિકલ્પનાશની બાયંધરી નથી મળી પણ સ્વાધ્યાય ચાલુ જ છે. આમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા?
Page #10
--------------------------------------------------------------------------
________________
સંપતિની ગાડી માટે સ્ટેશન નક્કી કર્યું
ભલેને ગાડી મારી પાસે સરસ છે. ગાડીમાં પેટ્રોલ પણ ભલે ને પર્યાપ્ત છે. ડ્રાઇવિંગ પણ ભલે ને મારું મસ્ત છે. રસ્તો પણ ભલે ને સરસ છે પરંતુ જો એ રસ્તાને ક્યાંય છેડો જ નથી તો એ રસ્તા પર હું ગાડી સતત ભગાવતો જ નથી રહેતો. ચોક્કસ સ્થળ પર ગાડી હું ઊભી રાખી જ દઉં છું. જવાબ આપો.
પુણ્ય તમારું ભલે પ્રચંડ છે. પુરુષાર્થ કરવાની તમારી ક્ષમતા પણ ભલે પ્રબળ છે. પણ લોભનો જે રસ્તો છે એ રસ્તો ક્યાંય પૂરો થતો જ નથી એનો તમને ખ્યાલ છે ખરો?
જો હા,
તો એ રસ્તા પર ચાલી રહેલ જીવનની ગાડીને સંાિના કોક નિશ્ચિત આંકડા પર કે ઉંમરના કોક નિશ્ચિત વરસ પર ઊભી રાખી દેવાનું તમે નક્કી કરી દીધું છે ખરું ? જો ના, તો યાદ રાખજો કે એ રસ્તો તમને વહેલું મોત આપીને દુર્ગતિમાં જ ધકેલી દેવાનો છે,
૧૦
Page #11
--------------------------------------------------------------------------
________________
શેમાં રસ ? દેશી હિસાબમાં કે કોમર્સમાં ?
ભલે ને દેશી હિસાબમાં હું એમ શીખ્યો હતો કે જે મારી પાસે રહે છે એ ‘જમા થાય છે અને જે મારી પાસેથી જાય છે એ
‘ઉધાર' ખાતે નોંધાય છે પરંતુ; કૉલેજમાં જેવો મેં કોમર્સનો વિષય લીધો ત્યાં આખું સમીકરણ જ બદલાઈ ગયું. ત્યાં આપ્યું તે ‘જમા” ખાતે નોંધાયું અને રાખ્યું તે ‘ઉધાર’ ખાતે ખતવાયું! જવાબ આપો. આપણને સંસારજગતના દેશી હિસાબના ગણિતમાં શ્રદ્ધા છે કે અધ્યાત્મજગતના કોમર્સના ગણિતમાં શ્રદ્ધા છે? રાખીએ” તો “જમા” બાજુ વધે એ આપણી જીવનશૈલી છે કે
‘આપીએ” તો “જમા” બાજુ વધે એ આપણી જીવનશૈલી
છે? અત્યારે ચલણમાં કોમર્સનું ગણિત જ છે એ આપણા ખ્યાલમાં તો ખરું ને?
Page #12
--------------------------------------------------------------------------
________________
હતુતુમાંથી ખોખોમાં આવી જવાની તૈયારી ખરી ?
રમત તો હુતુતુ ની પણ હું રમ્યો છું અને ‘ખો ખો’ ની પણ રમ્યો છું; પરંતુ અનુભવ એમ કહે છે “હુતુતુ'ની રમતે મને થકવી નાખ્યો છે જ્યારે ‘ખો ખો' ની રમતે મને હસતો રાખ્યો છે. કારણ? ‘હુતુતુ’ માં સામાની ટાંગ ખેંચવાની હતી જ્યારે ‘ખો ખો’ માં સામાને દાવ આપી દેવાનો હતો.
જવાબ આપો.
જીવનની આ જમીન પર અત્યારે કઈ રમત ચાલુ છે? પ્રતિસ્પર્ધાની કે સહકારની? બીજાને પછાડતા રહેવાની કે બીજાને આગળ વધવા દેવામાં સંમત થઈ જવાની? ચોવીસેય કલાક મનને અનુભવ શેનો રહે છે? પ્રસન્નતાનો કે ઉદ્વિગ્નતાનો? હળવાશનો કે તનાવનો? ઉલ્લાસનો કે ઉકળાટનો?
યાદ જ હશે કે “હુતુતુ' ની રમતમાં શ્વાસ એકધારો ટકાવી રાખવો પડે છે અને એમાં હાંફી જવાય છે. ફાવી જવું છે જીવનમાં? “ખો ખો’ પર આવી જાઓ.
Page #13
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ધર્મ સાચવીને પછી જ વિશેષધર્મ ?
જ્યારે પણ શરીર પર આર છાંટ્યું છે, શરીર પર વળેલો, પસીનો લૂછ્યા બાદ જ છાંટ્યું છે ને? કપડાં લૉન્ડ્રીમાં ઇસ્ત્રી કરાવવા જ્યારે પણ આપ્યા છેત્યારે ધોઈને જઆપ્યા છે ને ?
જો હા
તો જવાબ આપો. જીવનમાં જ્યારે પણ વિશિષ્ટ ધર્મ આદર્યો છે ત્યારે સામાન્ય ધર્મને આચરીને જ આદર્યો છે એ નક્કી ખરું ? પ્રભુ પાછળ પાગલ બન્યો છું, માતા-પિતાને સાચવીને જ ! માસખમણની તપશ્ચર્યા કરી છે. રાત્રિભોજન ત્યાગને અમલી બનાવીને જ ! લાખોની ઉછામણી બોલ્યો છું, નાના માણસોના દિલને સાચવીને જ! આમ કહી શકવાની તૈયારી ખરી?
૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
‘મેચિંગ’ ખરું ?
પેન્ટ સાથે ટોપી છે નવી જ જામતી, ચા સાથે રોટલી જો નથી જ ભાવતી, એક કરોડના ફ્લૅટમાં ભાંગલી-તૂટલી ખુરશી જો નથી જ ચાલતી, કેસરના ચાંદલા પર કોલસાની ભૂકી જો નથી જ શોભતી, વરરાજાની સવારી ગધેડા પર જો નથી જજામતી.
તો
પ્રભુપૂજા સાથે ટી.વી. પણ ક્યાં જામે છે ? તપશ્ચર્યા સાથે હૉટલ
પણ ક્યાં શોભે છે? સ્તવન સાથે ગાળ પણ ક્યાં ‘મેચ' થાય છે ? વ્યાખ્યાન શ્રવણ સાથે પરનિંદાશ્રવણ પણ ક્યાં શોભે છે ? જવાબ આપો.
અધ્યાત્મજગતના આ ‘મેચિંગ'ને અનુરૂપ જીવનની શૈલીખરી?
૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્લૉરોફાર્મ કે કોમા ?
એક જ ડૉક્ટરના હાથ નીચે બે દર્દી હતા. બંનેય ભાનમાં નહોતા અને છતાં એક દર્દી અંગે ડૉક્ટર | નિશ્ચિત હતા જ્યારે બીજા દર્દી અંગે સચિંત! કારણ સ્પષ્ટ હતું. પ્રથમ દર્દીને ડૉક્ટરે ક્લૉરોફૉર્મ સુંઘાડ્યું હતું. એનું ભાનમાં આવવાનું નિશ્ચિત હતું જ્યારે બીજો દર્દી કોમામાં સરી ગયો હતો. એના ભાનમાં આવવા અંગે કોઈ આગાહી કરી શકાય તેમ નહોતી. જવાબ આપો. અધ્યાત્મજગતના ક્ષેત્રે આપણી હાલત અત્યારે શી છે? જિંદગી સમાપ્ત થતા પહેલાં મોહની નીંદમાંથી આપણે બહાર આવી જ જશું એવી આગાહી આપણા માટે કોઈ કરી શકે તેમ છે ખરું કે પછી “રામ બોલો ભાઈ
રામ’ થાય ત્યાં
Page #16
--------------------------------------------------------------------------
________________
સમાધાન ખરું ?
ચેક બરાબર-સહી બરાબર-બૅન્ક બરાબર અને છતાં ય એ ચેક પર રકમ ન મળી ત્યારે ખ્યાલ આવી ગયો કે ખાતામાં બેલેન્સ જ ન હોય તો રકમ ક્યાંથી મળે? ગાડી બરાબર, સ્ટીઅરિંગ બરાબર, બધાં જ મશીન બરાબર, ડ્રાઇવર બરાબર અને છતાં ગાડી ચાલી જ નહીં ત્યારે ખ્યાલ આવી ગયો કે ગાડીમાં પેટ્રોલ જ ન હોય તો ગાડી ચાલે જક્યાંથી? જવાબ આપો. સમ્યક પુરુષાર્થ પછી યતે-તે ક્ષેત્રમાં લમણે જ્યારે નિષ્ફળતા ઝીંકાય છે - પેમેન્ટ આવતું નથી, ધંધો જામતો નથી, શરીરમાંથી રોગ જવાનું નામ લેતો નથી, પરિવાર અનુકૂળ થતો નથી, આજ્ઞા કોઈ માનતું નથી - ત્યારે મન સમાધિમાં રહે છે કે પછી સંક્લેશગ્રસ્ત જ રહે છે? નિષ્ફળતામાં અન્ય પરિબળોને જવાબદાર
માનીને મન તનાવગ્રસ્ત રહે છે કે પછી “મારી પાસે પુણ્યની મૂડી જ ન હોય ત્યાં લમણે નિષ્ફળતા ન ઝીંકાય તો બીજું થાય શું?' આ વિચારે મન હળવુંફૂલ રહે છે?
Page #17
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ નથી, અફસોસ નથી
ગરીબના ઘરમાં રહેલ નળ ભલે લોખંડનો હતો અને શ્રીમંતના
બાપરૂમમાં રહેલ નળ ભલે સોનાનો હતો, એ બંને પ્રકારના નળમાંથી જે પાણી આવતું હતું એમાં કોઈ જ તફાવત નહોતો.
જ
ગરીબના પેટમાં ભલે રોટલો જ જતો હતો અને શ્રીમંતના પેટમાં ભલે ભરફી જતી હતી. એ બંનેના પેટમાં બનતા મળમાં કોઈ જ ફરક નહોતો.
ગરીબનો અગ્નિસંસ્કાર ભલે જંગલનાં લાકડામાં થયો હતો અને શ્રીમંતનો અગ્નિસંસ્કાર ભલે ચંદનનાં લાકડામાં ધો હતો, એ બંનેના શરીરની થઈ ગયેલ રાખમાં કોઈજતફાવત નહોતો.
જવાબ આપો.
હાય-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા આંખ સામે અનેકવાર
જોયા પછી હવે મનમાં શ્રીમંતાઈનું કોઈ આકર્ષણ રહ્યું નથી અને ગરીબીનો કોઈ અફસોસ રહ્યો નથી એવું કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ છે ખરું ?
Page #18
--------------------------------------------------------------------------
________________
બંનેના રસ્તા અલગ :
સાઇકલની જે બ્રેક હતી એ જ બ્રેક સ્કૂટરમાં ગોઠવવાનો પ્રયાસ ન જ કરાય એ
સમજણ તો ક્યારની ય આવી ગઈ છે. સ્કૂટરમાં જે લાઇટ હોય એ જ લાઇટો વિમાનમાં ન લગાડાય એ અક્કલ પણ વરસોથી આવી ગઈ છે. પણ જવાબ આપો. દુઃખને અટકાવવા જે પુરુષાર્થ કરીએ છીએ એ જ પુરુષાર્થથી દોષોને અટકાવવામાં સફળતા નથી જ મળવાની અને સુખ મેળવવા જે રસ્તા અપનાવીએ છીએ એ જ રસ્તે સદ્દગુણો ઉપાર્જિત કરવામાં સફળતા નથી જ મળવાની એ અક્કલનું સ્વામિત્વ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ ખરું?
Page #19
--------------------------------------------------------------------------
________________
ખબર પડે કે ન પડે - પાપ નહીં જ
પરીક્ષામાં ચોરી કરીને વિદ્યાર્થી પાસ થઈ જવામાં સફળ જરૂર બની ગયો પણ એ હોશિયાર તો ન જ થઈ શક્યો ! ટી-શર્ટ પહેરીને બહાર ફરવાથી યુવક છાતીના કૅન્સરને છુપાવી રાખવામાં સફળ જરૂર બની શક્યો પરંતુ કૅન્સરની વેદનાથી મુક્ત રહેવામાં સફળ તો ન જ બની શક્યો! જવાબ આપો. ચાલાકીના સહારે, બુદ્ધિના બળે અથવા તો પ્રચંડ પુણ્યના ઉદયે પાપ કરવા છતાં ન પકડાઈ જવામાં હું કદાચ સફળ બની શકીશ પરંતુ ભવાંતરમાં એ પાપકર્મને ઉદયમાં આવતું અટકાવવામાં તો મને સફળતા નથી જ મળવાની એ બાબતની આપણને પૂરેપૂરી શ્રદ્ધા ખરી ? એ શ્રદ્ધાને સહારે કોઈને ખબર પડે કે ન પડે, કોઈ જાણે કે ન જાણે, પાપ કરવાથી આપણી જાતને આપણે દૂર જ રાખીએ છીએ એ નક્કીખરું?
Page #20
--------------------------------------------------------------------------
________________
સલાહ કોની ?
ધંધા વગેરેના કારણે જેને સતત બહાર જ ફરતા રહેવું પડે છે એ માણસ રોજ ભલે ‘લૉજ'માં જમતો હોય છે પરંતુ એ જ માણસનું જ્યારે પેટબગડે છે ત્યારે એલૉજછોડીને ઘરમાં જમવાનું શરૂ કરે છે. કારણ ? લૉજમાં જે હોય તે ખાઈ લેવું પડતું હોય છે જ્યારે ઘરમાં પોતાનું પેટન બગડે એવાં દ્રવ્યો એ ખાઈ શકતો હોય છે. જવાબ આપો. સંસારના આ બજારમાં ચાલુ સંયોગોમાં ભલે આપણે ગમે તેવી વ્યક્તિનાં સલાહ સૂચનો સ્વીકારીને આપણું જીવન ગબડાવતા રહીએ છીએ પરંતુ જીવનમાં જ્યારે કોઈ તકલીફ ઊભી થાય છે, વ્યક્તિ સાથે દુશ્મનાવટ ઊભી થઈ જવાના સંયોગો ઊભા થઈ જાય છે, મન ક્રૂર વિચારોનું શિકાર બની જાય છે ત્યારે તો આપણે આપ્તપુરુષોની-શિષ્ટપુરુષોની કે ગુરુદેવની સલાહ જ લઈએ છીએ અને એમની સલાહાનુસાર જ તકલીફોના
નિવારણમાં આગળ વધીએ છીએ એ નક્કી ખરું?
૨૦
Page #21
--------------------------------------------------------------------------
________________
નિર્ભયતા : નફટાઈના ઘરની કે નિર્દોષતાના ઘરની ?
ભીખારીને ચોરનો ડર ન હોય એ જુદી વાત છે અને સિંહને સસલાનો ડર ન હોય એ જુદી વાત છે. નફફટને સમાજનો ડર ન હોય એ જુદી વાત છે અને પવિત્ર પુરુષ કોઈના બાપથી ય ન ડરતો હોય એ જુદી વાત છે. વેશ્યા કોઈ પણ પુરુષથી નડરતી હોય એ જુદી વાત છે અને સતીત્વના તેજથી ઝળહળતી સીતા જેવી કોક સતી સ્ત્રી રાવણ જેવા બળવાન પુરુષથી ય ન ડરતી હોય એ જુદી વાત છે. નાગો અને પાછો ગાંડો માણસ પૉલીસથી ન ડરતો હોય એ જુદી વાત છે અને નિર્દોષ માણસ પૉલીસથી ડરતો હોય એ જુદી વાત છે.
જવાબ આપો.
આપણે નિર્ભય છીએ ખરા? જો હા, તો આપણી નિર્ભયતા નફફટાઈના ઘરની છે કે નિર્દોષતાના ઘરની ? નાસ્તિકતાના ઘરની છે કે પવિત્રતાના ઘરની? ગુણક્ષેત્રે સર્વથા દરિદ્રતાના ઘરની છે કે ગુણક્ષેત્રે શિખર પર આરુઢ છીએ એની છે? પાપભય નથી એની છે કે જીવનમાં પાપ જ નથી એની છે?
Page #22
--------------------------------------------------------------------------
________________
પાત્રતા વિનાનો પુણ્યોદય ? દુર્ગતિમાં મોકલી દેશે.
હોજરી સરસ હોવા છતાં જેને ભોજનમાં રોટલો જ મળે છે એની આપણને કાંઈ દયા નથી આવતી પરંતુ હોજરી જેની એકદમ નરમ હોય છે એને ભોજનમાં જ્યારે ગુંદરપાક મળે છે ત્યારે એ જોઈને આપણા મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. ‘અ૨૨૨) આનું યો શું ?'
જવાબ આપો.
આપણા જીવન માટે આપણી મનઃસ્થિતિ શી છે ? યોગ્યતા સરસ હોવા છતાં પુણ્ય અલ્પ હોય એની આપણને વ્યથા કે યોગ્યતાના ક્ષેત્રે કડાકો બોલાયો હોય અને સામે પુણ્ય પ્રચંડ ઉદયમાં આવતું હોય એની આપણને વેદના
પ્રયાસ આપણા કયા ક્ષેત્રના ? યોગ્યતાને વિકસિત કરવાના ક્ષેત્રના કે પુણ્યને વધુ ને વધુ હૃદયમાં લાવતા રહેવાના ક્ષેત્રના?
યાદ રાખો. નબળી હોજરીમાં ગુંદરપાક હોસ્પિટલમાં જ મોકલશે, પાત્રતા વિનાનો પુણ્યોદય તો દુર્ગતિમાં જ રવાના કરી દેશે. સાવધાન!
Page #23
--------------------------------------------------------------------------
________________
મોત વખતે સમાધિ શે ટકશે ?
કપડાં જેમ જેમ જૂનાં થતાં જાય છે, એના પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. ગાડી ખરીદ્યા પછી જેમ જેમ દિવસો પસાર થાય છે, એના પ્રત્યેના મોહમાં ઓટ આવવા જ લાગે છે. બંગલો જેમ જેમ જૂનો થતો જાય છે, એના પ્રત્યેના રાગભાવમાં કડાકો બોલાતો જ જાય છે. એટલું જ નહીં, આજે જેનું મોઢું જોયા વિના ચેન નથી પડતું એ પત્ની પ્રત્યેનું આકર્ષણ પણ સમય જતાં ઘટતું જ જાય છે. પણ સબૂર !
શરીરની બાબતમાં અનુભવ આનાથી બિલકુલ વિપરીત જ છે. શરીર જેમ જેમ જૂનું થતું જાય છે, એના પ્રત્યેનો રાગ ઘટવાની વાત તો દૂર રહી, એના પ્રત્યેનો રાગ વધુ ને વધુ મજબૂત થતો જાય છે, એને સાચવતા રહેવાની અને પંપાળતા રહેવાની વૃદ્ધિ વધુ ને વધુ બલવાર બનતી જાય છે.
જવાબ આપો. આ જ મનઃસ્થિતિ છે આપણી ? જો હા, તો મોત વખતની સમાધિનું શું થશે એની ચિંતા આપણી ચાલુ છે ખરી ? જો ના, તો પરલોકમાં આપણે જશું ક્યાં ?
Page #24
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયમાં રાજી કે અનુભવમાં?
શરીરમાં રોગ છે પણ એનું ચોક્કસ નિદાન થતું નથી. તમે ડૉક્ટર પાસે જાઓ છો. બધા જ રિપોર્ટ NORMAL આવે છે. ડૉક્ટર તમને કાંઈ જ નથી’ નું સિર્ટિફિકેટ આપી દે છે અને તોય તમારા ચહેરા પર ચમક નથી આવતી. કારણ ? ડૉક્ટરના અભિપ્રાય કરતા તમને તમારો અનુભવ બિલકુલ અલગજ લાગે છે. આપણું અંતઃકરણ સ્પષ્ટ કહે છે કે આપણામાં ઠીકઠીક પ્રમાણમાં બગાડો છે જ અને આપણાં બાહ્યાચરણને જોનારાઓ એમ કહી રહ્યા છે કે ‘તમે તો ખૂબ સજ્જન માણસ છો.' જવાબ આપો. ‘સર્જન’ હોવાના એ અભિપ્રાયો આપણને સાચા લાગે છે કે પછી ‘દુર્જન’ હોવાનો આપણો અનુભવ જ આપણને સાચો લાગે છે? સારા અભિપ્રાયથી આપણે રાજી કે સારા બની જવાના આપણા પુરુષાર્થને વેગ આપવાના
આપણા પ્રયાસો?
Page #25
--------------------------------------------------------------------------
________________
મન ક્યારેય ખોટું લાગ્યું ખરું ?
ધજાની ફરકવાની દિશા અંગે આગાહી કરવાનું આપણે એટલા માટે ટાળીએ છીએ કે આપણને સ્પષ્ટ ખ્યાલ છે કે ધજાને કઈ દિશામાં ફરકવું એનો નિર્ણય પવને પોતાને હસ્તક રાખ્યો છે. મન કઈ પળે કઈ વ્યક્તિ માટે કેવો અભિપ્રાય આપી બેસશે કે કયા સંયોગ માટે કેવો અભિગમ અપનાવી બેસશે એની ચોક્કસ આગાહી કરવી સાચે જ મુશ્કેલ છે. કારણ કે એની ચંચળતાનો આપણને પૂરેપૂરો અનુભવ છે. અનેક વખતનો અનુભવ છે. આમ છતાં જવાબ આપો. આપણા ખુદના જીવન માટે આપણાં જ મન તરફથી જે-જે સલાહસૂચનો મળે છે એના પર આપણને આજ સુધીમાં ક્યારેય શંકા જાગી છે ખરી? ચંચળ મન તરફથી મળતાં સલાહ-સૂચનો ગલત પણ હોઈ શકે છે એવું આપણને ક્યારેય લાગ્યું છે ખરું? પ્રભુવચનો પર શંકા અને મનનાં સલાહ-સૂચનો પર શ્રદ્ધા?
Page #26
--------------------------------------------------------------------------
________________
ધર્મક્રિયા ઝડપથી ?
શ્વાસોચ્છવાસ ઝડપથી ચાલવા લાગે એ હકીકત જ મને ભયભીત કરી દેવા પર્યાપ્ત છે. શરીરમાં લોહી ઝડપથી ફરવા લાગે એ વાસ્તવિકતા સાચે જ શરીરની તંદુરસ્તી માટે જોખમી છે એ બાબતમાં મને કોઈ જ શંકા નથી.
જવાબ આપો. જે પરિબળોથી આપણે આપણા પરલોકને સદ્ધર બનાવી દેવાનો છે એ પ્રભુનાં દર્શન આપણે ઝડપથી પતાવતા હોઈએ ત્યાં આપણને આપણા આત્માનું અહિત થઈ રહ્યાનો ખ્યાલ આવે છે ખરો? તારક એવી ધર્મક્રિયાઓ ઝડપથી પતાવી દેતાં કોઈ વેદના અનુભવાય છે ખરી? સંપતિની લ્હાયમાં ઉપકારી માતા-પિતા પાસે પણ બેસવાનો સમય નથી રહેતો એનો કોઈ ત્રાસ થાય છે
ખરો?
Page #27
--------------------------------------------------------------------------
________________
સાચે જ આપણે ત્રાસ્યા છીએ ?
વાળ કપાવવા જ છે મારે અને એટલે જ હજામને માથું સોંપી દેતા મને કોઈ જ હિચકિચાટ થતો નથી. રોગજન્ય વેદનાથી મુક્ત થવું જ છે મારે અને એટલે જ ઑપરેશન ટેબલ પર સૂઈ જઈને ડૉક્ટરને શરીર સોંપી દેતા મને કોઈ તકલીફ થતી નથી.
ચોક્કસ સ્થળે પહોંચવું જ છે મારે અને એટલે જ રિક્ષા ડ્રાઇવરને જીવન સોંપી દેતા મને બીજો કોઈ જ વિચાર આવતો નથી.
જવાબ આપો.
સાચે જ આપણે વાસનાની સતામણીથી ત્રાસ્યા છીએ? ક્રોધના વારંવારના હુમલાઓથી આપણે સાચે જ હેરાન છીએ ? લોભ આપણા માટે સાચે જ અસહ્ય બની રહ્યો છે? આ તમામ પ્રશ્નોનો જવાબ જો ‘હા’ હોત તો દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી લેવામાં આપણને કોઈ પરિબળપ્રતિબંધક બન્યું નહોત!
Page #28
--------------------------------------------------------------------------
________________
નાણા
S૬ માંડવા
માંડવાળ કરી દઈએ એમ ?'
એક જ પાર્ટીમાં પેમેન્ટ પાંચ વરસથી અટક્યું છે. પાંચ વરસમાં પચાસ વાર તમે એ પેમેન્ટ માટે પાર્ટી પાસે ઉઘરાણી કરી છે અને છતાં પેમેન્ટ તમને મળ્યું નથી. જવાબ આપો. એ પેમેન્ટ માટે તમે કાયમ માટે માંડવાળ કરી દો ખરા? શરીરમાં પાંચ પાંચ વરસથી ઘર કરી ગયેલા રોગને દૂર કરવા તમે વરસોથી નિષ્ણાત ડૉક્ટરની દવા કરી રહ્યા છો અને છતાં એ રોગમાં એક ટકા પણ
રાહત તમને અનુભવવા નથી મળતી. જવાબ આપો. દવા લેવાની તમે કાયમ માટે માંડવાળ કરીદો ખરા?
જો, ના. તો જવાબ આપો. સત્કાર્યમાં સંપનિો સદ્વ્યય કરવાની તમે ગુરુભગવંત પાસે ભાવના વ્યક્ત કરી અને છતાં ગુરુભગવંતે તમને એ અંગે કોઈ ચોક્કસ ક્ષેત્ર ન બતાવ્યું. તમે વારંવાર એ માટેનો આગ્રહ ચાલુ જ રાખો કે પછી મન સાથે સમાધાન કરી લો કે “આપણે તો ભાવના વ્યક્ત કરી પણ ગુરુદેવલાભ જ ન આપે તો શું કરીએ?
Page #29
--------------------------------------------------------------------------
________________
ડિક્ષનરીમાં ન છપાયેલા શબ્દો નથી જ બોલવા. નક્કી ?
જેના નામનું તમારા ચોપડામાં ખાતું જ ન હોય એની પાસે તો તમે ૨કમ માગવા ન જ જાઓ ને?
જે બૅન્કમાં તમારો એક રૂપિયો ય જમા ન હોય એ બૅન્કમાં જઈને તમે તમારો ચેક તો કૅશિયરને ન જ આપો ને? જે સામાન પર તમારું નામ જ ન હોય એ સામાન ઉઠાવીને તમે ટ્રેનમાં બેસવાનો પ્રયાસ તો ન જ કરો ને? જેની સાથે તમારે બોલવા વ્યવહાર જ ન હોય એની સાથે તમે રસ્તા વચ્ચે તડાફડી તો ન જ કરવા લાગો ને? એક કામ કરવું છે? તમે નક્કી કરી દો. ડિક્ષનરીમાં જે શબ્દો છપાયા જ નહીં હોય એવા શબ્દોનો પ્રયોગ હું જિંદગીમાં ક્યારેય નહીં કરુ! કટોકટી ચાહે ગમે તેવી આવી જશે, સામી
વ્યક્તિ તરફથી હેરાનગતિ ચાહે ગમે તેવી થશે, નુકસાની ગમે તેવી | લમણે ઝીંકાશે પણ મોઢામાંથી એ શબ્દો તો નહીંજ નીકળે કે જે 1 ડિક્ષનરીમાં નહીંછપાયા હોય ! નક્કી?
Page #30
--------------------------------------------------------------------------
________________
માવજત કોની ? વૃક્ષની કે બીજની?
આંબાના વૃક્ષ પાસે ભોગી પહોંચી તો ગયો પણ એણે એક જ ધ્યાન રાખ્યું કે એ વૃક્ષ પર લાગેલ કેરીઓ કોઈ તોડી ન જાય, કોઈ ચોરી ન જાય. - એ જ વૃક્ષ પાસે માળી પણ પહોંચી ગયો પણ એણે એક જ કામ કર્યું, મૂળને પાણી પાતા રહેવાનું! | ભોગીએ વૃક્ષને સાચવ્યું, ફળ માટે, માળીએ મૂળને સાચવી લીધું, વૃક્ષ માટે!
જવાબ આપો.
આપણી ભૂમિકા શેની છે? ભોગીની કે માળીની? આપણે પુણ્યના ચાહક કે ધર્મના ચાહક? આપણે પુણ્યરક્ષક કે ધર્મરક્ષક? આપણે સુખપ્રેમી કે ગુણપ્રેમી? આપણે પુણ્યના ઉદયમાં પાગલ કે પુણ્યના બંધમાં પાગલ?
યાદ રાખજો, વૃક્ષની માવજતમાં થોડાંક ફળો જ મળે છે પરંતુ બીજની માવજતમાં તો શું નથી મળતું એ પ્રશ્ન છે!
૩૦
Page #31
--------------------------------------------------------------------------
________________
,
એ
ચોર આવે ત્યારે ચોકીદાર ભાગી જાય ?
ચોકીદારને પગાર આપતા હો તમે ૫000નો અને ખરેખર ચોર આવે ત્યારે એ ચોકીદાર જો ભાગી જ જતો હોય તો એ ચોકીદારને તમે નોકરી પર ચાલુ રાખો ખરા?
જો ના,
તો પ્રલોભનોની ઉપસ્થિતિમાં મન ખેંચાઈ જાય પ્રલોભનોમાં, આચરી બેસે અકાર્ય, કરી બેસે પાપ અને જીવન ખરડાઈ જાય દુષ્કાર્યોથી, આવું કાંઈ જ ન બને એ માટે આપણે સ્વીકારતા હોઈએ વ્રત-નિયમો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લેતા હોઈએ નિયંત્રણો પરંતુ આંખ સામે પ્રલોભનો ઉપસ્થિત થતાં જ મન જો નિઃસત્વ બનીને વ્રત-નિયમો તોડી બેસતું હોય અને નિયંત્રણો ફગાવી બેસતું હોય તો પછી સ્વીકારેલા એ વ્રત-નિયમોનું કરવાનું શું? - ટૂંકમાં, ચોર આવે ત્યારે ચોકીદારે જો એ ચોરને હડસેલી જ દેવો જોઈએ તો પ્રલોભનો ઉપસ્થિત થાય ત્યારે વ્રત-નિયમોએ એ પ્રલોભનોને પડકારવા જ જોઈએ. આ બાબતમાં આપણે ‘પાસ’ ખરા?
Page #32
--------------------------------------------------------------------------
________________
સંપીિ ખુદની રક્ષા નથી કરી શકતી. તમારી કરશે ?
નોકરીએ રાખેલા ગુરખાને તમે પગાર અપાતા હતા ૫000નો પણ તમે એને ગઈ કાલે નોકરીમાંથી છૂટો કરી દીધો. કારણ ? રાતના ચોરો આવ્યા અને તમારી સંપતિની રક્ષા કરવામાં એ ધરાર નિષ્ફળ ગયો. જવાબ આપો. સંપતિની રક્ષા કરવામાં નિષ્ફળ બનતા ગુરખાને જો , નોકરીમાં ચાલુ રખાય નહીં તો જે સંપ િતમારા ખુદની રક્ષા કરવામાં સફળ નથી બનવાની, તમારા મનની
પ્રસન્નતાને ચિરસ્થાયી બનાવી દેવામાં જે સંપ િજવાબ નથી જ આપવાની એ સંપનેિ આ ઊમ જીવનનો સંપૂર્ણ સમય આપી દેવાની જે ભૂલ તમે અત્યારે કરી રહ્યા છો એ ભૂલથી પાછા ફરી જવાની તમારી તૈયારી ખરી?
Page #33
--------------------------------------------------------------------------
________________
ભોજન પછી તો ભૂખ શમી જ જાય ને ?
ભૂખ સખત લાગી હતી પણ પેટમાં ભોજનનાં દ્રવ્યો ગયા અને ભૂખ સમાપ્ત થઈ ગઈ.
થાક સખત લાગ્યો હતો પણ બેસવા માટે ગાડી મળી ગઈ અને થાક ઊતરી ગયો. તરસ સખત લાગી હતી પણ પાણી મળી ગયું પીવા અને તૃષા શાંત થઈ ગઈ.
મનમાં ક્રોધના સંસ્કારો જાલિમ હતા, વાસનાની સતામણી પણ ઓછી તો નહોતી જ, લોભવૃીિ પણ સતેજ હતી, સ્વચ્છંદતાનું જોર પણ ઠીકઠીક પ્રમાણમાં હતું પણ પ્રભુનાં વચનો સાંભળ્યા અને એ તમામ દોષોમાં ઠીકઠીક પ્રમાણમાં કડાકો બોલાઈ જ ગયો, એમ કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ ખરું ? ભોજન પછી ભૂખ શમી જ જાય તો પ્રવચનશ્રવણ પછી દોષો ઘટી જાય એવું નહીં?
૩૩
Page #34
--------------------------------------------------------------------------
________________
પૈસા ઓછા કરી દેવાનો વિચાર ક્યારેય આવ્યો ખરો ?
ગાડી. મેળવવા જો તમે પૈસા ખરચવા તૈયાર છો. તંદુરસ્તી પ્રાપ્ત કરવા જો તમે ડૉક્ટરને લાખો રૂપિયા આપવા તૈયાર છો. બાબાને સ્કૂલમાં એડમિશન અપાવવા જો તમે હજારો રૂપિયા વેરવા તૈયાર છો. અરે, પૈસા વધારવા જો તમે ધંધામાં પૈસા રોકવા તૈયાર છો તો જવાબ આપો. પૈસા ઓછા કરવાથી મનની પ્રસન્નતા જળવાઈ રહેતી હોય તો એ માટે તમે તૈયાર ખરા? પૈસા છોડી દેવાથી સગાભાઈ સાથેના સંબંધમાં મીઠાશ જળવાઈ રહેતી હોય તો એ માટેની તમારી તૈયારી ખરી ? પૈસા પાછળની દોડધામ ઘટાડી દેવાથી જીવનમાં શાંતિ અનુભવાતી હોય તો એ માટે તમે તૈયાર
ખરા? સમાધિ, સગુણો અને સગતિ એ ત્રણે ય પૈસા ઓછા કરવાથી નક્કી થઈ જતા હોય તો એ માટે
उ४
Page #35
--------------------------------------------------------------------------
________________
સંપતિ જેટલી પણ મળે, ઓછી જ લાગે છે ?
પેટમાં પધરાવેલા ભોજનનાં દ્રવ્યો જ્યારે વધી ગયાનું અનુભવાય છે ત્યારે પેટમાં રીતસર અકળામણનો અનુભવ થાય છે. પાંચ જ જણને, સમાવી શકતા ઓરડામાં જ્યારે દસ જણને સમાવવામાં આવે છે ત્યારે અકળામણ અનુભવાય જ છે. તૃષા કરતા વધુ પાણી પીવાઈ જવાય છે ત્યારે અકળામણનો અનુભવ થાય જ છે. જવાબ આપો. જરૂરિયાત કરતાં વધુ સંપીિ જ્યારે હાથમાં આવી જાય છે ત્યારે અકળામણનો અનુભવ થાય છે કે ઓડકારનો
અનુભવ થાય છે? વિપુલ સંપનુિં સ્વામિત્વ ત્રાસનો અનુભવ કરાવે છે કે હાશનો અનુભવ કરાવે છે? આ પ્રશ્નના જવાબની સામે તમારું એ બયાન તો નથી ને કે “અમને સંપર ગમે તેટલી મળે છે, ઓછી જ લાગે છે, વધુ લાગતી જ નથી પછી અકળામણનો અનુભવ થવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે?'
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રભુ ! મને એ દુર્જનતાથી તું દૂર જ રાખજે
માથા પછાડવાનું મન થાય, રાતોની રાતો તરફડતા રહીને પસાર કરવી પડે, મરવાની સતત ઇચ્છા થયા કરે અને છતાં મોત આવે જ નહીં, આંખમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ લે જ નહીં” આવી વેદના કૅન્સરના દર્દીને હોય છે.
સાચું બોલો. આવું સાંભળતા એમ થાય જ ને કે આવા દર્દનો શિકાર હે ભગવાન ! હું ક્યારેય ન જ બને એવી કરુણા તું વરસાવજે ! હવે જવાબ આપો. પ્રભુ પાસે જવાનું મન ન થાય, પૈસા ખાતર સગા બાપ સાથે ય દુશ્મનાવટ કરવાનું મન થાય, સગી બહેનને ય વિકારી નજરે જોવાની દુર્બુદ્ધિ જાગે, ભક્ષ્યાભઢ્યનો કે પેયાપેયનો કોઈ વિવેક જ ન રહે” આવાં લક્ષણો દુર્જનના હોય છે. આવું જ્યારે પણ સાંભળવા મળે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવાનું મન થાય જ ને કે હે પ્રભુ! આવી દુર્જનતાથી તું મને બચાવતો જ રહેજે. માત્ર આ જનમ માટે જ નહીં, જનમજનમ માટે!”
૩ ૬
Page #37
--------------------------------------------------------------------------
________________
નબળા-નકામા-નિરર્થક વિચારો મનમાં નહીં !
ઘર આટલું બધું સરસ એટલા માટે લાગી રહ્યું છે કે આ ઘરમાં નબળી-નકામી કે નિરર્થક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો જ નથી.
શરીરની તંદુરસ્તી એ હિસાબે જળવાઈ રહી છે કે પેટમાં સડેલા કે નકામા એક પણ દ્રવ્યને ક્યારેય પધરાવવામાં આવતા જ નથી.
જવાબ આપો.
મનને આ જ અભિગમના સહારે સ્વચ્છ-સ્વસ્થ અને પવિત્ર રાખવામાં આજે આપણે સફળ બની જ રહ્યા છીએ એમ છાતી ઠોકીને આપણે કહી શકીએ તેમ છીએ ખરા?
નકામા વિચારો, નિરર્થક વિચારો, નુકસાનકારી વિચારો, નકારાત્મક વિચારો અને નિરાશાજનક વિચારો, આપણા મનને આપણે એવા વિચારોથી મુક્ત જ રાખીએ છીએ અને એમ કરવા દ્વારા મનને સદાબહાર પ્રસન્ન જ રાખીએ છીએ એમ કહેવામાં આપણને કોઈ જ રોકી શકે તેમ નથી એ નક્કીખરું?
૩૭
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રભુને છોડીને અન્યત્ર ક્યાંય દિલ ઠરતું નથી
લાઇટના ગમે તેટલા જબરદસ્ત પ્રકાશ છતાં ય સૂરજમુખી ફૂલ એ પ્રકાશમાં નથી જ ઊગતું. પ્લાસ્ટિકનું પુષ્પ ભલે ને ગજબનાક સૌંદર્ય , લઈને બેઠું છે, ભમરો એ ફૂલ તરફ આકર્ષિત નથી જ થતો. નકલી નોટ ભલે ને એકદમ આકર્ષક દેખાય છે, વેપારી એને સ્વીકારવા , તૈયાર નથી જ થતો. જવાબ આપો. પદાર્થો ગમે તેટલા ચિક્કાર મળવા છતાં ય, આકર્ષક અને અનુકૂળ મળવા છતાં ય આપણે પરમાત્માને છોડીને ક્યાંય ઠરતા નથી અને જામતા નથી, પ્રસન્નતા અનુભવતા નથી અને મસ્તી માણી શકતા નથી એમ કહી શકવાની સ્થિતિમાં સાચે જ આપણું અંતઃકરણ ખરું?
Page #39
--------------------------------------------------------------------------
________________
આપણે સ્તબ્ધ ખરા ? હૉસ્પિટલ કૅન્સરની અને છતાં એમાં રહેલ દર્દીને તમે હસતો જુઓ, તમને આશ્ચર્ય થાય જ ને? મજૂર કામ કરતો હોય કોલસાની ખાણમાં અને છતાં એનાં કપડાં ; થોડા-ઘણાં પણ ઊજળાં દેખાતાં હોય તો તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જ જાય ને? માણસ પગે ખોડખાંપણ લઈને બેઠો હોય અને છતાં , ઑલિમ્પિકમાં દોટની હરીફાઈમાં એ નંબર લઈ આવે તો તમે ! સ્તબ્ધ થઈ જ જાઓ ને? જવાબ આપો. અનંત અનંત કર્મોથી ઘેરાયેલો અને અનાદિના કુસંસ્કારોનો શિકાર બનેલો સંસારી આત્મા, એનામાં આપણને કોક ગુણ દેખાય, કોક સમ્પ્રવૃતિ એના જીવનમાં જોવા મળે, સવ્યવહારની અલપઝલપ એના જીવનમાં અનુભવવા મળે, આપણે એ બધું જોઈને સ્તબ્ધ બની જ જઈએ, એ બધું આપણને આશ્ચર્યવિભોર, બનાવીને જ રહે એનિશ્ચિત ખરું?
૩૮
Page #40
--------------------------------------------------------------------------
________________
અંતરમાં “હાશ'ની અનુભૂતિ ખરી?
દર્દની ઉપસ્થિતિમાં મને ડૉક્ટર મળી જાય ત્યારે તો હાશ થાય જ છે, દવા મળી જાય ત્યારે તો પ્રસન્નતા હું અનુભવું જ છું પરંતુ ‘દવાખાના’નું બોર્ડ વંચાતાં ય મારા ચહેરા પર ચમક આવી જાય છે. મને આશા બંધાય છે કે “ચાલો, દર્દમાં હવે તો રાહત થશે જ.' જવાબ આપો. રસ્તા પરથી પસાર થતાં મંદિરના શિખર પર ફરકી રહેલ ધજા જોતાં આવી જ કંઈક હળવાશની અનુભૂતિ આપણને થાય છે ખરી કે “હાશ, વાસનાની સતામણીમાં હવે કંઈકતો રાહત થશે જ.” સામાયિકનું કટાસણું દેખાતાં જ અંતરમાં આપણને હાશ થાય છે ખરી કે
ચાલો, ક્રોધના આવેગમાં હવે કંઈક તો કડાકો બોલાશે જ.” દવાખાનાનું બોર્ડ પણ મનને જો હળવું ફૂલ બનાવી શકતું હોય તો પછી
મંદિર પરની ધજા અને સામાયિકનું કટાસણું, હળવાશથી અનુભૂતિ કેમ ન કરાવે?
Page #41
--------------------------------------------------------------------------
________________
‘રેપર’ કાઢ્યા વિના ચોકલેટનું સેવન ?
કલેસાં ખૂબ લગાવ્યા અને છતાં નાવડું ક્યાંય પહોંચ્યું જ નહીં કારણ કે ‘લંગર’ ઉઠાવવાનું જ ભૂલાઈ ગયું હતું.
પેડલ ખૂબ લગાવ્યા અને છતાં સાઇકલ ક્યાંય પહોંચી જ નહીં કારણ કે સાઇકલને ‘સ્ટૅન્ડ’ પરથી નીચે ઉતારી દેવાનું જ ભૂલાઈ ગયું હતું.
ચૉકલેટ એક કલાક સુધી મોઢામાં રાખી મૂકી અને છતાં સ્વાદનો કોઈ જ અનુભવ ન થયો કારણ કે ચૉકલેટની ઉપરનું ‘રૈપર' કાઢવાનું જ ભુલાઈ ગયું હતું.
જવાબ આપો. પ્રભુની પૂજા ચાલુ હોવા છતાં પ્રસન્નતાની અલપઝલપ પણ જો અનુભવનો વિષય નથી બનતી, વરસોથી દાનનો અભ્યાસ ચાલુ હોવા છતાં મૂર્છામાં જો આંશિક પણ કડાકો બોલાયો હોવાનું નથી અનુભવાતું, સામાયિકની સાધના રોજની ચાલુ હોવા છતાં સમત્વભાવની હૃદયમાં આંશિક પણ પ્રતિષ્ઠા થયાનું જો નથી અનુભવાતું તો ત્યાં પૂજા વગેરેની તાકાત પર શંકા પેદા થઈ જાય છે કે પછી આપણાં જ ખુદના મનનો અભિગમ આપણે સમ્યક નથી બનાવી શક્યા એના પર નજર જાય છે ?
૪૧
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મકાર્યો : લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાની જેમ
વરઘોડો લગ્નનો હતો. પબ્લિક ચિક્કાર હતી પણ જાનૈયાઓ બધા જ ધીમે ધીમે અને પ્રસન્નતાપૂર્વક એમાં ચાલતા હતા.
પ્રસંગ સ્મશાનયાત્રાનો હતો. પબ્લિક એમાં ય ઘણી હતી પરંતુ ડાઘુઓ સહિત સહુ એમાં ઉતાવળે ઉતાવળે અને ઉદ્વિગ્નતાપૂર્વક ચાલતા હતા.
જવાબ આપો. પરોપકારના કે ધર્મારાધનાના, ત્યાગના કે સેવાના જીવનમાં જે પણ કાર્યો આપણે કરીએ છીએ એ બધાં જ કાર્યો લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાઓની જેમ જ આપણે કરીએ છીએ અને સ્વાર્થના કે પાપોનાં જે પણ કાર્યો આપણા જીવનમાં ચાલુ છે એ બધાં જ કાર્યો સ્મશાનયાત્રામાં સામેલ
ડાઘુઓની જેમ જ થાય છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્યાં શરીર, ત્યાં મન હાજર ખરું?
હતો તો એ સત્કાર સમારંભ પણ એ સત્કાર સમારંભ, એમાં હાજર રહેનાર તમામ માટે બનીગયો મજાક-મશ્કરીનું કારણ ! કારણ? આ જ કે જેનો સત્કાર સમારંભ હતો એ વ્યક્તિ ખુદ જ એ સમારંભમાં ગેરહાજર | હતી ! લોકો તો આપસમાં ત્યાં સુધી ગપસપ કરતા હતા કે “પ્રસંગ જેનો હોય એ ખુદ જ હાજર ન હોય અને બીજા બધા જ હાજર હોય એ પ્રસંગને તો ‘ઉઠમણાં' નો પ્રસંગ કહેવાય, સત્કાર સમારંભનો પ્રસંગ શું કહેવાય? જવાબ આપો. આંગળી આપણી પ્રભુની પ્રતિમા પર જ્યારે પણ હોય છે ત્યારે આપણું મન ત્યાં હાજર હોય જ છે, સામાયિકના કટાસણાં પર જ્યારે આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું મન ત્યાં ઉપસ્થિત હોય જ છે, દાન આપતા લંબાયેલા હાથ વખતે મનનો ઉપયોગ એમાં હોય જ છે એમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા? યાદ રાખજો. સત્કાર સમારંભ કોઈપણ સંયોગમાં | ઉઠમણાંરૂપ તો ન જ બનવો જોઈએ.
૪૩
Page #44
--------------------------------------------------------------------------
________________
ધર્મ: પત્નીના સ્થાને કે એરહોસ્ટેસના સ્થાને ?
જેને સતત વિમાનમાં જ પ્રવાસ કરવાના હોય છે એ વ્યક્તિ એક બાબતમાં ખૂબ સ્પષ્ટ હોય છે. વિમાનમાં સેવા આપનારી ઍર-હોસ્ટેસ ગમે તેટલી રૂપાળી હોય છે તો ય એ એના પર મોહી નથી પડતો ! હા. એની સેવા એ જરૂર લેતો રહે છે પણ એના પર મોહી પડવાની વાત? બિલકુલ નહીં. સંસારની આ યાત્રા પર આપણે ડગલે ને પગલે પુણ્યકર્મની સેવા લેવાના પ્રસંગો તો આવતા જ રહે છે અને આવતા જ રહેવાના છે પણ જવાબ આપો. આપણે એની સેવા લઈને એને રામ-રામ કરી દઈએ છીએ કે પછી એના પર મોહી પણ પડીએ છીએ? યાદ રાખજો.
ધર્મ ભલે થોડોક કષ્ટદાયક છે પણ એનું
થ
|
ન
..
YY
Page #45
--------------------------------------------------------------------------
________________
એ અદેશ્ય પરિબળની તપાસ કરી ?
એ માણસ ગરીબ હતો. ખાવાના ય એને વાંધા હતા ત્યાં માંદગી આવે ત્યારે દવા મેળવવા તો એને ચારે ય બાજુ દોડધામ કરવી પડતી હતી પણ ખબર નહીં, અચાનક એને કોકની ગુપ્ત સહાય મળવા લાગી. દર મહિનાની પહેલી તારીખે એના ઘરની બહાર રાતના જ કોક ઘી-ગોળ-તેલ-ઘઉં-જુવાર-બાજરી વગેરે મૂકી જવા લાગ્યું અને એણે તપાસ આદરી કે મને આવી ગુપ્ત સહાય પહોંચાડનાર છે કોણ?
જવાબ આપો. રસ્તા પર આપણો એક્સિડન્ટ થતો નથી. ઘરમાં દાખલ થઈને આપણું ખૂન કોઈ કરી જતું નથી. રાતના સૂતા પછી આપણો કોઈ પુરુષાર્થ ન હોવા છતાં આપણે હેમખેમ ઊઠીએ છીએ. આનો અર્થ એટલો જ છે કે આપણને
કોક અદેય પરિબળ
૪૫
Page #46
--------------------------------------------------------------------------
________________
જીવનશેલી મધ્યાહ્ન જેવી ?
સૂર્યને ઉદયાચલે જોયો છે ને ? એને નમસ્કાર કરનારાઓ કદાચ લાખોની સંખ્યામાં છે. એને અસ્તાચલે જોયો છે ને? એનાં દર્શન કરવા જનારાઓ કદાચ હજારોની સંખ્યામાં છે પણ સબૂર ! એ જ્યારે મધ્યાહ્ન હોય છે ત્યારે નથી તો કોઈ એને નમસ્કાર કરતું કે નથી તો કોઈ એનાં દર્શન કરતું. કદાચ અચાનક કોકની નજર એના પર પડી પણ જાય છે તો ય તુર્ત જ એ ત્યાંથી પોતાની ! નજર પાછી ખેંચી લે છે. કારણ ? મધ્યાહ્નનો સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતો, સાથે ગરમી પણ | ફેંકે છે. લોકો પ્રકાશ ઇચ્છે છે. ગરમી નથી ઇચ્છતા! જવાબ આપો. આપણી પોતાની જીવનશૈલી આપણે કેવી બનાવી છે? ઉદયાચલઅસ્તાચલ જેવી કે મધ્યાહ્ન જેવી? આપણે સહુને પ્રકાશ જ આપી રહ્યા છીએ કે પ્રકાશ સાથે ઉગ્રતા અને ઉષ્ણતા પણ આપી રહ્યા છીએ? આપણી નજીક રહેવા ઇચ્છનારો વર્ગવધુ છે કે આપણાથી , દૂર રહેવા ઇચ્છનારો વર્ગવધુ છે?
Page #47
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ નહીં, સદુપયોગ તાકાતવાન !
પોતાના જ પૈસા વેપારી પોતાની પાસે રાખી મૂકવા કરતા બૅન્કમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. પોતાની પાસે રહેલ બિયારણ પોતાની જ પાસે રાખી મૂકવાને બદલે કાળી માટીમાં વાવવાનું ખેડૂત વધુ પસંદ કરે છે. કારણ ? એક જ. મૂડીના સંગ્રહ કરતાં મૂડીનું રોકાણ વધુ ફાયદાકારક હોય છે એનો એ બંનેને બરાબર ખ્યાલ હોય છે. જવાબ આપો. શક્તિ-સામગ્રી અને સંપતિની બાબતમાં આપણી આ શ્રદ્ધા ખરી ? એ તમામનો સંગ્રહ જેટલો તાકાતપ્રદ છે એના કરતાં અનેકગણો તાકાતપ્રદ તો એનો સદુપયોગ છે. એ તમામનો ભોગ જેટલો આનંદપ્રદ છે એના કરતાં અનેકગણો આનંદપ્રદ તો એ તમામનો સન્માર્ગે થતો ત્યાગ છે. એ તમામની આસક્તિ મનને જેટલી બહેલાવી શકે છે એના કરતાં મનની અનેકગણી પ્રસન્નતા તો એનાથી થતી કોકની ભક્તિ આપી શકે છે. આ શ્રદ્ધા આપણને ખરી?
Page #48
--------------------------------------------------------------------------
________________
આત્માને સાચવી લેવા ત્યાગ માટે મન તૈયાર ?
તબિયત અચાનક એકદમ બગડે છે અને માણસ નજીકમાં રહેલ દવાખાને પહોંચી જઈને અજાણ્યા એવા પણ ડૉક્ટરને પોતાની તબિયત બતાવીને એ માગે એટલા રૂપિયા આપી દે છે.
ઑફિસમાં અચાનક “રેડ’ પડે છે અને માણસ અજાણ્યા એવા પણ ઑફિસરના હાથમાં બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જાય છે. પ્રશ્ન તો મનમાં એ ઊઠે છે કે તબિયત સાચવવા અજાણ્યા , ડૉક્ટરને અને પૈસા સાચવવા અજાણ્યા ઑફિસરને બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જતો માણસ પોતાના આત્માને સાચવી લેવા, પોતાના હૃદયના કોમળ ભાવોને સાચવી લેવા અજાણ્યા ગરીબ માણસને કે ભિખારીને બે-પાંચ રૂપિયા આપી દેવા તૈયાર કેમ નહીં થતો હોય? અંતઃકરણ પાસેથી આ પ્રશ્નનો જવાબ મેળવી લેજો.
Page #49
--------------------------------------------------------------------------
________________
ધર્મ સાથેનો વ્યવહાર કેવો ? સ્વજન જેવો કે પરજન જેવો ?
ઘરે આવી ચડેલા અજાણ્યા આંગનક પ્રત્યે શરૂઆતમાં એવી કોઈ આત્મીયતા દર્શાવી નહીં પરંતુ એકાદ કલાક બાદ ખ્યાલ આવ્યો કે ઘરે જે ભાઈ આવ્યા છે એમના ચકી જ આ ધરની બધી જાહોજલાલી ઊભી છે અને એ જ પળે એમના પ્રત્યે આત્મીયતાનો એક ભાવ ઊભો થઈ ગયો અને પછી તો એમની સરભરામાં પાછા વળીને જોયુંજનહીં. સાચું બોલો.
શું શરીરની તંદુરસ્તી કે શું મનની સ્વસ્થતા, શું સંપદ્મિની પ્રાપ્તિ કે શું પરિવારજનોની વફાદારી, આ બધાંયના મૂળમાં ‘ધર્મ’ જ છે એનો આપણને બરાબર ખ્યાલ છે ખરો ? જો હા, તો એની સાથેનો આપણો વ્યવહાર આત્મીયજનનો છે કે પછી પરાયાજનનો છે ? આ પ્રશ્નનો અંતઃકરણ પાસેથી સાચો જવાબ મેળવી લેજો.
૪૯
Page #50
--------------------------------------------------------------------------
________________
પાપ સાથેનો વ્યવહાર રૂક્ષ ખરો ?
ધરમાં દાખલ થયેલ વ્યક્તિ ભલે સર્વથા અાણી હતી પરંતુ એણે પહેરેલાં કપડાં એટલા બધા આકર્ષક હતાં કે સહજરૂપે જ એની પાછળ પાગલ બની જવાનું મન થઈ જાય, એની ભરપુર આગતા સ્વાગતા કરી તો ખરી પરંતુ એક ક્લાક બાદ મિત્રના આવેલ ફોન પરથી ખ્યાલ આવ્યો કે આવનાર આગંતુક બીજું કોઈ જ નથી, પરંતુ પપ્પાના ૧ કરોડ રૂપિયાના જેણે દબાવી દીધા હતા એ દગાબાજ ભાગીદાર જ છે.
એ જ પળે એના પ્રત્યેના હૈયાનાં અંત ઓસરી ગયા. ‘ક્યારે એ ઘરમાંથી રવાના થઈ જાય” એ વિચારોમાં મન રમવા લાગ્યું.
કબૂલ, આકર્ષક કપડાંનાં કારણે પાપ પ્રત્યે હૈયું કૂણી લાગણી ધરાવી રહ્યું છે પરંતુ અનંતજ્ઞાનીઓના આ વચન પર આપણને શ્રદ્ધા છે ખરી કે જે પાપને તે તારું દિલ આપી દીધું છે એ પાપે જ તો તારા આત્માના જનમોજનમ બરબાદ કરી દીધા છે. તારા તમામ દુઃખો એની સાથેની તારી પ્રીતને તો આભારી છે !’ જો આ શ્રદ્ધા આપણાં હૈયામાં સ્થિર છે જ એવું આપણને લાગતું હોય તો એની એક જ પરીક્ષા છે. પાપ સાથેનો આપણો વ્યવહાર રૂક્ષ છે
ખરો?
૫૦
Page #51
--------------------------------------------------------------------------
________________
સંપ િપાછળની દોટ કેટલી ? જમણવારમાં જેમણે જેમણે પણ દૂધ પીધું એ તમામને હૉસ્પિટલ ભેગા રવાના કરવા પડ્યાનું તમે સગી આંખે જોયું હોય એ પછી તો તમે એ દૂધ પીવાથી જાતને દૂર રાખી જ દો ને? કે પછી યજમાનનો આગ્રહ થાય તો એ દૂધ પીલો? સંપીિ પાછળ જેમણે જેમણે પણ આંધળી દોટ લગાવી, વિપુલ સંપી મેળવવા જેમણે જેમણે પણ નીતિ-નિયમો નેવે મૂક્યા, ગમે તે રસ્તે પણ સંપી મેળવીને જ રહો” આવી માન્યતાના શિકાર બનીને જેમણે જેમણે પણ સંપી ખાતર એકવાર સગા બાપ સાથે યદુશ્મનાવટ કરી લીધી એ તમામનાં જીવનમાં સળગેલી અશાંતિની હોળી, એ
તમામનાં શરીરમાં જોખમી રોગોએ નાખેલા ડેરા-તંબૂ, એ તમામનાં વેરવિખેર થઈ ગયેલાં પરિવારો, આ બધું જોયા પછી તો તમે સંપ પાછળ આંધળી દોટ લગાવવાનું સ્થગિત કરી જ દીધું છે ને? સંપતિની વિપુલતાના નશાથી તમારા મનને મુક્ત કરી જ દીધું છે ને? અંતઃકરણને પૂછીને જવાબ આપજો .
Page #52
--------------------------------------------------------------------------
________________
'બારાખડીમાં સૌથી વાંકોચૂકો અક્ષર “હું રસ્તો ખૂબ વાંકોચૂકો હોય છે, ગાડી ચલાવવામાં મજા નથી આવતી. ગલી ખૂબ વાંકી-ચૂકી હોય છે, ચાલવામાં મજા નથી આવતી. શેરડી ખૂબ વાંકી-ચૂકી હોય છે, ચૂસવામાં મજા નથી આવતી. સળિયો વાંકો હોય છે, મકાનમાં ગોઠવવામાં મજા નથી આવતી. એક વાતનો ખ્યાલ છે ? આખી ય બારાખડીમાં સહુથી વધુ વાંકોચૂકો કોઈ અક્ષર હોય તો એ છે “હું”. અને કમાલનું આશ્ચર્ય એ છે કે આપણને સૌથી પ્યાર કોઈ એક અક્ષર પર હોય તો એ છે “હું. આ “હું” પરના આપણાં બેહદ પ્યારે જ તો આપણને નથી પ્રભુના ભક્ત બનવા દીધા કે નથી જીવોના મિત્ર બનવા દીધા. નથી સ્વસ્થ બનવા દીધા કેનથી શુદ્ધ બનવા દીધા. જવાબ આપો. ‘હું' સાથેના આપણા બેહદ પ્યારમાં આપણે કડાકો
બોલાવવા તૈયાર ખરા?
Lપર
Page #53
--------------------------------------------------------------------------
________________
પાપ : બાહ્યસ્વરૂપ આકર્ષક
કબૂલ, ઘરે પધારેલા મુનિ ભગવંતે શરીર પર ધારણ કરેલાં વસ્ત્રો ઠીક ઠીક પ્રમાણમાં મલિન હતા એ છતાં એમનાં દર્શન થતાવેંત હૈયું આનંદવિભોર બની ગયું.
એ વ્યક્તિના કપડાં એકદમ આકર્ષક હતા પણ જ્યાં ખ્યાલ આવ્યો કે ઘરે આવેલ એ વ્યક્તિ ઈન્કમટેક્ષ ઑફિસર છે, હૈયામાં કંપારી છૂટી ગઈ.
જવાબ આપો. ધર્મનું બાહ્ય સ્વરૂપ કષ્ટદાયક હોવાના કારણે મનને એકદમ જામતું નથી
જ્યારે પાપનું બાહ્ય સ્વરૂપ આકર્ષક હોવાના કારણે મન એના તરફ એકદમ ખેંચાઈ જાય છે. પણ વરસોથી પ્રવચનશ્રવણ કરી રહેલા આપણને ધર્મમાં મલિન વસ્ત્રપરિધાન કરી રહેલ મુનિભગવંતનાં અને પાપમાં આકર્ષક વસ્ત્ર પરિધાન કરી રહેલ ઇન્કમટેક્સ ઑફિસરનાં દર્શન જ થાય છે એવું કહી શકવાની સ્થિતિમાં છીએ ખરા?
Page #54
--------------------------------------------------------------------------
________________
સાધના 8 માપીને જ સંતુષ્ટ નહીં ને ?
શાકભાજી ખરીદવા જનાર ‘કિલોગ્રામ’ના હિસાબે શાક હલઈ આવે એ તો સમજાય છે. દૂધ લેવા જનારો લિટર' ના માપે દૂધ ખરીદી લાવે એ ય સમજાય છે. જમીન ખરીદવા જનારો ‘સ્ક્વેર ફૂટ' ના હિસાબે જમીન ખરીદેએ પણસમજાય છે.
પણ
અધ્યાત્મજગતમાં પ્રવેશ કરતો સાધક સાધના માટે આમાંના કોઈ પણ માપનો જો ઉપયોગ કરવા લાગે તો એ કેવું બેહૂદું લાગી જાય ? જવાબ આપો. સાધનાને આપણે માપીએ છીએ કે હૃદયના માવોથી મધમધતી બનાવીએ છીએ ?
૫૪
Page #55
--------------------------------------------------------------------------
________________
નજર : લક્ષણ તરફ કે કારણ તરફ ?
પરીક્ષાનું પરિણામ ખરાબ આવ્યું અને વિદ્યાર્થીએ અકળાઈ જઈને પરિણામનો એ કાગળ બાળી નાખ્યો..! બગલમાં મૂકેલ થરમૉમિટરમાં ૧૦૫ ડિગ્રી તાવ આવ્યો અને ચીડાઈ ગયેલા દર્દીએ એ થરમૉમિટરને ફોડી નાખ્યું !
ટી.વી.ના પડદા પર દેખાઈ રહેલ મેચ ભારત હારી ગયું અને આવેશમાં આવી ગયેલ દર્શકે ટી.વી. તોડી નાખ્યું !
જવાબ આપો.
જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ-અગવડ-દુઃખ-પ્રતિકૂળતા આવ્યા છે ત્યારે ત્યારે આપણે એ દુઃખો પર જ તૂટી પડ્યા છીએ કે એ દુ:ખોને જન્મ આપી ચૂકેલાં કારણોપર? લક્ષણ તરફ જ આપણી લાલ આંખ રહી છે કે કારણ તરફ આપણી લાલ આંખ રહી છે? દુઃખમુક્તિ માટે જ આપણે ધમપછાડા કરતા રહ્યા છીએ કે પાપમુક્તિ માટે આપણે પ્રયત્નશીલ બની ગયા છીએ?
આપણાં ભાવિનો નિર્ણય આપણા વર્તમાન અભિગમના આધારે જ થવાનો છે એ આપણે સતત યાદ રાખવા જેવું છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
અકળામણ શેની ?
અગ્નિની ઉપસ્થિતિની જાણ કરતાં ધુમાડાથી અકળાઈ જવું, એમાં કોઈ નવાઈ નથી. સાચું પરાક્રમ તો એ છે કે અગ્નિને ઉત્પન્ન કરનાર દીવાસળીથી જ દૂર થઈ જવું ! દીવાસળીથી જ દૂર થઈ જનાર પાસે ધુમાડો નજીક આવવાનું નામ જ ક્યાં લે છે? જવાબ આપો.
આપણી અકળામણ શેમાં ? પાપસેવનની જાહેરાત કરતા દુઃખમાં કે પછી પાપસેવન માટે લલચાવતાં અને મનને ઉશ્કેરતાં પાપનિમોમાં ?
યાદ રાખશે.
દીવાસળી સાથેની દોસ્તી પછી ધુમાડાથી
નથી જ બચી શકાતું. પાિિનમ સાથેની દોસ્તી પછી પાપથી અને દુઃખથી નથી જ બચી શકાવાનું !
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રભુથી ભય કે પ્રેમ?
પુષ્પથી ડરવાનું તો હું વિચારી ય નથી શકતો કારણ કે પુષ્પ તો સુવાસ અને સૌંદર્ય લઈને બેઠું છે. એનાથી ડરવાનું હોય કે પછી એની પાછળ પાગલ બની જવાનું હોય? એની સાથે તો પ્યાર કરવાનો હોય કે એનાથી ભયભીત થવાનું હોય? અનંત ગુણોના માલિક છે પરમાત્મા. અનંત પુણ્યના માલિક છે પરમાત્મા. ઐશ્વર્યમાં એમનો જો કોઈ જોટો નથી તો ગુણવૈભવમાં ય એમનો કોઈ જોટો નથી. જવાબ આપો. આવા પ્રભુથી આપણે ડરીએ છીએ કે આવા પ્રભુને આપણે ચાહીએ છીએ? આવા પ્રભુ પ્રત્યે આપણા હૈયામાં પ્રેમનાં પૂર ઊમટી રહ્યાં છે કે હૃદયમાં એમના પ્રત્યેના ભયસ્થાન જમાવ્યું છે? ભૂલશો નહીં. પ્રેમમય બની ચૂકેલાપ્રભુપ્રત્યે પ્રેમ જ હોય, ભયન જ હોય!
Page #58
--------------------------------------------------------------------------
________________
આપણે સરસ ખરા ?
દવાખાનું સરસ. ડૉક્ટર સરસ. એમણે લખી આપેલ પ્રિસ્ક્રિપ્શનનો કાગળ સરસ. એમના અક્ષર સરસ. દવા સરસ પણ આ બધાયે ‘સરસ'ની સફળતાનો આધાર કોણ ? દર્દી પોતે. દર્દી જો દવા લે તો જ આ બધું ય ‘સરસ’ સફળ બને અન્યથા ‘સરસ” બધું યનિષ્ફળ. પરમાત્મા સરસ. એમનાં વચનો આપણા કાન સુધી પહોંચાડનાર
ગુરુદેવ સરસ. એમનાં પ્રવચનો સરસ. મંદિર સરસ. મંદિરમાં બિરાજિત થયેલ પ્રભુની પ્રતિમા સરસ. આલંબનો સરસ નિમિા સરસ.
અનુષ્ઠાનો સરસ. પણ આ તમામ “સરસ'ની સફળતાનો આધાર કોણ ? સાધક પોતે જ. સાધક આ તમામ “સરસ’ પરિબળોને અંતઃકરણથી અપનાવીને જો એને સ્વજીવનમાં આરાધે તો જ પોતે દોષમુક્ત થાય. જવાબ આપો. આવાસાધકમાં આપણો નંબર ખરો?
Page #59
--------------------------------------------------------------------------
________________
ભવ-ભાવ-સ્વભાવ
ડુક્કરને વિષ્ટા ગૂંથતું જોયું છતાં એના પ્રત્યે
હૃદયમાં તિરસ્કારનો ભાવ ન જાગ્યો. કારણ ? વિષ્ટા સૂંઘવાની એની ક્રિયા એના ‘ભવ’ ને આભારી છે એમ માનીને મનનું સમાધાન કરી લીધું. દારૂના નશામાં ચૂર રહેલા દારૂડિયાના મુખમાંથી અપશબ્દો નીકળ્યા અને છતાં એના પ્રત્યે દ્વેષ ન જીગ્યો. કારણ? અપશબ્દો બોલવાની એની ચેષ્ટાને સ્વભાવ’ ખાતે ખતવીને મનનું સમાધાન કરી લીધું. જવાબ આપો.
ચાલુ સંયોગમાં કો’ક વ્યક્તિના આપણા પ્રત્યેના ગલત વર્તાવને આપણે એના બગડેલા ‘ભાવ’ ખાતે
ખતવીને મનનું સમાધાન કરી શકીએ છીએ ખરા ? ભવ-ભાવ-સ્વભાવ, ત્રણે ય વિપરીત વર્તન કરાવી જશકેછેને?
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
કિંમતી કેટલા ?
ગાડી ૧૦લાખની હોય અને એમાં કચરો ભરેલો હોય તો એ ન જ ગમે ને ? થાળી સોનાની હોય અને એમાં ખાવા માટે પાઉં-ભાજી પીરસાયા હોય એ બેહૂદું જ લાગે ને ? વૃક્ષ આંબાનું હોય અને અને એની ડાળીએ કાગડાનું પિંજરું લટકાવ્યું હોય એ પાગલતા જ લાગે ને? જવાબ આપો. આપણને મળેલ તંદુરસ્ત ઇન્દ્રિયો અને સ્વસ્થ મન, એ કેટલાની કિંમતનાં ? કદાચ એને આંકડામાં માપી જ ન શકાય. આવા અબજોની કિંમતનાં ઇન્દ્રિયો અને મન જો આપણે બેકાર અને તુચ્છ ગણાતા પદાર્થો પર જ રોકી દીધા હોય તો આપણો નંબર શેમાં? મહા મૂર્ખમાં કે પછી મહા પાગલમાં?
O
Page #61
--------------------------------------------------------------------------
________________
ભાડાનાં મકાન પાછળ આ પાગલતા ?
જે મકાનમાં એ તો કહતો એ મકાન ખાસ્સું એવું મોટું હતું.
છતાં એના ચહેરા પર તાજગી નહોતી, ઉદાસીનતા હતી. કારણ ? એ મકાન ભાડાનું હતું. શરીર પર એણે જે ઘરેણાં પહેર્યા હતા એ ઘરેણાં કદાચ લાખોની કિંમતના હતા છતાં એના મુખ પર કોઈ ચમક નહોતી.
કારણ ? એ ધરેણાં ઉછીનાં લાવેલા હતા.
કબૂલ, શરીર આપણું અલમસ્ત હોવાની સાથે આકર્ષક પણ છે. તંદુરસ્ત હોવાની સાથે કમનીય પણ છે, સશક્ત હોવાની સાથે રૂપાળું પણ છે. પણ જવાબ આપો.
આ શરીર ભાડાનું છે એનો આપણને ખ્યાલ ખરો ? ભાડાના મકાનમાં વરસો સુધી રહેવા છતાં મકાનમાલિક તમને એમાંથી બહાર ન કાઢી શકે એ બને પણ ભાડાના આ શરીરને આપણે કોઈ પણ પળે ખાલી કરી જ આપવું પડશે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ ખરો? જો હા, તો પછી આ શરીર પાછળ આટલી બધી પાગલના શેની?
૧
Page #62
--------------------------------------------------------------------------
________________
જીવનમાં તકલીફો વધુ કે અનુકૂળતા ? વરસના છેલ્લા દિવસે એણે હિસાબ મેળવ્યો આવક અને જાવકનો. એના ચહેરા પર પ્રસન્નતા છાઈ ગઈ. કારણ કે જાવક કરતાં આવકનું જે ખાતું હતું એ તગડું હતું. ખર્ચ જેટલો થયો હતો, વર્ષ દરમ્યાન એના કરતાં કમાણી વધુ થઈ હતી. કબૂલ, જીવનમાં તકલીફો છે જ. દુઃખો અને કષ્ટો છે જ. અગવડો અને આપઓિ છે જ પણ, સાથોસાથ સગવડો પણ છે, સુખો અને અનુકૂળતાઓ પણ છે. સુંદર સામગ્રીઓ અને સંયોગો પણ છે. અનુકૂળ પરિવાર અને વફાદાર મિત્રો પણ છે. જવાબ આપો. તકલીફો જે છે જીવનમાં એવધુ છે કે અનુકૂળતાઓ જીવનમાં વધુ છે? જો, તકલીફો કરતાં અનુકૂળતાઓ વધુ હોવાનું અનુભવાય છે તો તકલીફોના ખ્યાલે મન વ્યથિત રહે છે કે અનુકૂળતાનાખ્યાલ આનંદિત?
Page #63
--------------------------------------------------------------------------
________________
આપણે ચિંતિત કેટલા ?
એનાં મુખ પર ઊપસી આવેલી ચિંતાની રેખાઓ એટલું જ સૂચવતી હતી કે એ કંઈક મૂંઝવણમાં છે જ! કારણ પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આવકનો આંકડો જાવકના આંકડા કરતાં ખૂબ નાનો હતો. કબૂલ,
જીવનમાં ધર્મારાધનાઓ નથી જ એવું નથી, સદ્ગુણોનાં ક્ષેત્રે પણ સાવ દેવાળું જ છે એવું નથી પણ પ્રશ્ન એ છે કે જીવનમાં ધર્મ વધુ છે કે પાપ વધુ છે? ગુણો વધુ છે કે દોષો વધુ છે? જો ધર્મ કરતાં પાપો અને ગુણો કરતાં દોષો વધુ હોવાનું અંતઃકરણ કહેતું હોય તો જવાબ આપો. એ બદલ આપણે ચિંતિત કેટલા? વ્યથિત કેટલા? ત્રસ્ત કેટલા?
ઉદ્વિગ્ન કેટલા?
Page #64
--------------------------------------------------------------------------
________________
ડેમના દરવાજા ક્યારેક ખોલવા પણ પડે છે.
ડેમ ભલે ને પાણીના સંગ્રહ માટે જ બાંધવામાં આવે છે. પણ એમ છતાં ય - એમાં દરવાજા તો રાખવામાં આવે જ છે. જ્યાં ડેમમાં પાણીની આવક ધાર્યા કરતા વધી જાય છે ત્યાં ડેમના દરવાજા ક્રમશઃ ખોલી નાખવામાં આવે છે. અને ક્યારેક તો બધા જ દરવાજા ખુલ્લા કરી દેવામાં આવે છે. તાત્પયાર્થ આનો એટલો જ છે કે સંગ્રહ માટે જ જેનું સર્જન થયું હોય, એમાં વિસર્જન માટેની વ્યવસ્થા પણ રાખવી તો પડે જ છે. જવાબ આપો. કબાટમાં રહેલ તિજોરી માટે પણ આ સત્ય એટલું જ લાગુ પડે છે એ વાતમાં મન સંમત છે ખરું? ડેમ છલકાઈ જાય ત્યારે ય દરવાજા ન ખોલવામાં જો જોખમ રહેલું દેખાય છે તો તિજોરી છલકાઈ જાય ત્યારે ય દાનના માર્ગે સંપતિનો વ્યય ન કરવામાં પૂરેપૂરું જોખમ છે એમ મન કહે છે ખરું? ડેમના દરવાજા ખોલી નાખ્યા પછી જે | સ્વસ્થતા સાધીશો અનુભવે છે એવી જ પ્રસન્નતા દાનના માર્ગે સંપતિનો સદ્વ્યય કર્યા પછી આજ સુધીમાં ક્યારેય અનુભવી છે ખરી?
Page #65
--------------------------------------------------------------------------
________________
મન ભલે ઠેકાણે ન હોય કાયાને તો ઠેકાણે જ રાખજો
પરીક્ષામાં બાબો પાસ ન પણ થતો હોય તો ય પપ્પા એના, એને સ્કૂલે તો મોકલતા જ રહે છે. કમ સે કમ બાબો ગમે ત્યાં રખડતો તો ન રહે! ઘરાકો ન પણ આવતા હોય તો ય બાપ પોતાના યુવાન દીકરાને દુકાને તો મોકલતા જ રહે છે. કમ સે કમ એનું મન ધંધામાં ચોટેલું તો રહે! કબૂલ, કાયા મંદિરમાં હોય છે ત્યારે યમન ક્યારેક બજારમાં ભટકતું હોય છે. કાયા તપમાં જોડાયેલી હોય છે ત્યારે ય મનમાં ક્યારેકખાવાનાવિચારો ચાલતા હોય છે. જવાબ આપો. આમ છતાં ય ધર્મારાધના આપણે પ્રસન્નચિો ચાલુ જ રાખીએ
છીએ એ નક્કી ખરું? કાયા ધર્મમાં જોડાયેલી રહે એ લાભ પણ જેવો-તેવો નથી એ આપણી શ્રદ્ધા મજબૂત ખરી?
Page #66
--------------------------------------------------------------------------
________________
અંમ્બેસડર કે મારૂતિ ?
એક સમય જરૂર એવો હતો કે ગાડી તમે શરૂ કરો ત્યારે શરૂઆતમાં એની ગતિ ૧૦ કિલોમીટરનીજ હોય. પછી ક્રમશ: એની ગતિ વધતી જાય.
પરંતુ
વિજ્ઞાને આ મુશ્કેલી અત્યારે દૂર કરી દીધી છે. એવી ગાડીઓ એણે બજારમાં મુકી દીધી છે કે તમે એને ચાલુ કરી નથી અને સીધી એકો ઝડપ પકડી નથી. જવાબ આપો.
સદ્ગુણક્ષેત્રે આજે આપણી સ્થિતિ એમ્બેસેડર જેવી છે કે મારુતિ જેવી છે ? દોષના ક્ષેત્રે આપણી મનઃસ્થિતિ જૂના જમાનાની ગાડી જેવી છે કે નવા જમાનાની ગાડી જેવી ? દાનની ઝડપ તુર્ત જ પકડાય છે કે લોભની ઝડપ ? ક્રોધ શરૂ થતાં જ સીધો ચરમ ડિગ્રી પર પહોંચી
જાય છે કે ક્ષમા પળભરમાં જ શિખરને સ્પર્શી જાય છે.
99
Page #67
--------------------------------------------------------------------------
________________
જુનિયર-સિનિયરની વ્યવસ્થા નહીં
વકીલ વરસો સુધી વકીલાત કર્યા બાદ ચાલુ કોર્ટના
ન્યાયાધીશ બને, ચાલુ કોર્ટના ન્યાયાધીશ વરસો સુધી એ જ સ્થાન પર રહ્યા બાદ હાઈકોર્ટના ન્યાયાધીશ બને અને એ જ સ્થાન પર વરસો સુધી રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ બને. આ વ્યવસ્થા સરકારી તંત્રમાં લગભગ બરાબર રીતે ચાલી રહી છે. પરંતુ એક રોગના ક્ષેત્રે અને બીજું મોતના ક્ષેત્રે કર્મસાએ આ વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી નાખ્યા છે. પહેલાં પગ દુઃખે, પછી પેટ દુઃખે, પછી માથું દુઃખે. પછી શરદી થાય, પછી તાવ આવે, પછી ગાંઠ થાય અને પછી જ કૅન્સર થાય, એવો ક્રમ કર્મસાના રાજ્યમાં નથી, તો પહેલાં ૮૦ વરસની વયવાળાનું મોત આવે, પછી ૭૫ વરસની વયવાળાનું મોત આવે, એવો કોઈ ક્રમ પણ કર્મસાએ નક્કી રાખ્યો નથી. કોઈ પણ રોગ એકાએક અને કોઈનું પણ મોત એકાએક. આ વ્યવસ્થા છે કર્મસાના રાજ્યમાં.
જવાબ આપો. કર્મસાની આ વ્યવસ્થા સતત આંખ સામે ખરી?
Page #68
--------------------------------------------------------------------------
________________
ક્યાં જઈશ ?
રસ્તાની બંને બાજુ વૃક્ષો હોય, વાતાવરણ મસ્ત હોય, ગાડી નવી હોય, શરીર તંદુરસ્ત હોય, વાળ હવામાં ઊડી રહ્યા હોય, આવા સમયે માણસ રસ્તા પર પૂરઝડપે ગાડી ભગાવતો હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી પરંતુ રસ્તો અચાનક પૂરો થઈ જાય છે ત્યારે માણસ ચિંતામાં પડી જાય છે, હવે આગળ જઈશ ક્યાં? પુણ્યનો ઉદય પ્રબળ હોય છે, જીવનની ગાડી અનુકૂળતાના રસ્તા પર સડસડાટ ચાલતી હોય છે ત્યાં સુધી તો માણસને યાદ પણ નથી આવતું કે આ જીવન પૂરું થવાનું જ છે. જવાબ આપો. ‘જીવનની સમાપ્તિ બાદ હું જઈશ
ક્યાં?' એ અત્યારથી વિચારી રાખ્યું છે ખરું?
Page #69
--------------------------------------------------------------------------
________________
ચિંતા શેની ? મારું શું થશે એની કે પાછળવાળાનું શું થશે એની ?
ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે “પપ્પા હવે બે કલાકથી વધારે જીવવાના નથી.” પપ્પાને પોતાને પણ આ હકીકતનો ખ્યાલ આવી ગયો અને છતાં પપ્પા એક જ ચિંતામાં વ્યસ્ત રહ્યા ‘મારા મર્યા પછી સાસરે રહેલ દીકરીનું શું થશે ? અમેરિકા ભણી રહેલ દીકરાનું શું થશે ? ઘરમાં રહેલ મંદબુદ્ધિ દીકરાનું શું થશે? દીકરાની મમ્મીનું શું થશે?” આ જ ચિંતામાં ને ચિંતામાં પપ્પાએ જીવનના આખરી શ્વાસ છોડી દીધા. આપણી જાતને આપણે સમજદાર માનીએ છીએ ને? ધર્મના ક્ષેત્રમાં ઠીક ઠીક આગળ માનીએ છીએ ને? જવાબ આપો. આપણને ચિંતા શેની છે? મારા મર્યા પછી પાછળવાળાનું શું થશે, એની આપણને ચિંતા છે કે પછી મર્યા પછી આગળ મારું શું થશે, એની આપણને ચિંતા છે? પાછળવાળા મારા વિના દુ:ખી થઈ જશે એની ચિંતા આપણા મનનો કબજો. જમાવી બેઠી છે કે પછી ધર્મ વિના હું આગળ દુ:ખી થઈ જઈશ એની ચિંતા આપણા મનને કોરી રહી છે ? પહેલી ચિંતા આપણો પરલોક
બગાડી નાખશે જ્યારે બીજી ચિંતા આપણો *, પરલોક સુધારી નાખશે.
Page #70
--------------------------------------------------------------------------
________________
દોષ જાહેર થઈ જાય : આપણે પ્રસન્ન કે નારાજ ?
શરીરમાં છુપાઈને પડ્યો હતો રોગ, કોઈને ય નહોતી એની જાણ અને અચાનક એક વૈદરાજે એના ચહેરાને જોઈને એના શરીરમાં છુપાઈને પડેલા રોગની એને જાણ કરી દીધી. એના આનંદનો પાર ન રહ્યો. એનું મસ્તક વૈદરાજ પ્રત્યેના અહોભાવથી ઝૂકી ગયું. જવાબ આપો. મનમાં કોક એવો દોષ પડ્યો છે કે જેની જાણ આપણા સિવાય બીજા કોઈને ય નથી. અને અચાનક કોક વ્યક્તિ આપણા એ દોષને પકડી પણ પાડે છે અને અનેકની વચ્ચે જાહેર પણ કરી દે છે. સાચું બોલો. એ વખતે આપણાં મનની સ્થિતિ શી? દોષ જાહેર થઈ ગયો એ બદલ આપણે પ્રસન્ન? દોષ પકડી પાડનાર પ્રત્યેના આપણાં હૈયાનો સદ્ભાવ અકબંધ?
90
Page #71
--------------------------------------------------------------------------
________________
પાપનિમિો પાસે સામે ચડીને તો આપણે જતા નથી ને ?
ગુંડો ઘરમાં આવવા માગતો હોય તો એને અટકાવવો પડે, પરાણે પણ આવી જાય તો એને ઘરની બહાર કાઢવો પડે, પરાણે પણ સોફાસેટ પર બેસી જાય તો
એને બહાર કાઢવા પોલીસને બોલાવવો પડે આ તો સંસાર છે. પાપનિમિોનો અહીં કોઈ તોટો નથી. અને આ તો મન | છે. કુસંસ્કારોનું જોર એના પર કેટલું છે એનું કોઈ વર્ણન થાય તેમ નથી. આ સ્થિતિમાં મન કઈ પળે પાપવિચારોમાં રમતું ન થઈ જાય એ પ્રશ્ન છે. જવાબ આપો. પાપનિમિો પાસે આપણે સામે ચડીને જતાં જ નથી એ નક્કી ખરું? સામેથી પાપનિમિડો આપણી પાસે આવી જાય છે તો એને દૂર ધકેલી દેવા
આપણે પ્રયત્નશીલ બની જઈએ છીએ એ નક્કી ખરું ? પાપનિમિાની મન પર અસર શરૂ થતાં જ આપણે પ્રભુશરણે ચાલ્યા જઈએ છીએ એ નક્કી ખરું?
Page #72
--------------------------------------------------------------------------
________________
આપણી પાસેની ડાયરી કાળી તો નહીં ને ?
એક સજ્જનના હાથમાં પોલીસના ખીસામાંથી પડી ગયેલ ડાયરી આવી ગઈ. ડાયરી ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે એમાં ગામ આખાના જે ‘ઉતાર' માણસો હતા એ તમામનાં નામો હતા. ખૂની, બળાત્કારી, ચોર-લૂંટારુ, લફંગો આ તમામનાં નામોથી ડાયરીનાં એકેએક પાનાં ભરાયેલા હતા. જવાબ આપો. આપણા મનની ડાયરીનાં પાનાંઓ શેનાથી ભરાયેલા છે? એ પાનાં પર દાનેશ્વરીનાં નામો છે કે શ્રીમંતોનાં? તીર્થસ્થાનોનાં નામો છે કે પર્યટન સ્થળોનાં ? પવિત્ર આત્માઓનાં નામો છે કે અભિનેતા અને અભિનેત્રીઓનાં ? ગુણવાન આત્માના નામો છે કે પાપીઓનાં? તપસ્વીઓનાં નામો છે કે ખાઉધરાઓનાં? યાદ રાખજો. પોલીસ પાસે રહેતી ડાયરી ગમે તેટલી કાળી હશે, પોલીસ કાળો નહીં હોય પણ આપણી પાસે રહેલ ડાયરી જો કાળી હશે તો...
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રભ પર અવિશ્વાસ ? આપણે ઊઠી જશે
પેઢી સરાફી હતી. વરસોથી શહેરમાં એનું નામ હતું. શાખ એની જબરદસ્ત હતી પણ ગમે તે કારણસર બજારમાં એ પેઢી ‘કાચી પડ્યા’ ની અફવા ઊડી. લોકોનો એ પેઢી પરથી વિશ્વાસ ઊઠી ગયો. અને પરિણામ? એ પેઢી ઊઠી જ ગઈ! - પ્રભુની પૂજા વરસોથી ચાલુ હતી અને છતાં ધંધામાં ખોટ આવી ! તપશ્ચર્યા જીવનમાં ચાલુ હતી અને છતાં શરીરમાં રોગોએ દેખા દીધી ! દાનધર્મની આરાધના જીવનમાં ઠીકઠીક પ્રમાણમાં ચાલુ હતી અને છતાં લાખોની ઉઘરાણી ડૂબી ગઈ ! જીવદયાનાં કાર્મો જીવનમાં ખૂબ કર્યા હતા અને છતાં એક્સિડન્ટમાં પગે ફ્રેક્ટર થઈ ગયું.
જવાબ આપો. આટઆટલી પ્રતિકૂળતા છતાંય પ્રભુ પરનો, ધર્મ પરનો આપણો વિશ્વાસ ઊઠી જતો તો નથી ને?
યાદ રાખજો.
પેઢી પર અવિશ્વાસ, પેઢી ઊઠી જાય છે, પણ પ્રભુ પરના અવિશ્વાસમાં તો આપણે જ ઊઠી જઈએ છીએ!
૭૩
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રભુદર્શન કે નામસ્મરણ ?
ધંધો એ વધારવા માગતો હતો, એ માટે એને બહાર ફરવું જ પડે તેમ હતું. ઘરમાં ફોન હતો ખરો પણ આખો દિવસ ઘરમાં બેસી રહેવાથી ધંધો થાય તેમ નહોતો. મોબાઇલ ફોન એણે વસાવી લીધો! કબૂલ, પ્રભુનાં દર્શન કરતા રહેવાના ભાવ એના મનમાં ગજબના હતા પણ મુશ્કેલી એ હતી કે દેરાસર એના ઘરથી ૩ કિલોમીટર દૂર હતું. એક દિવસમાં દેરાસર તો કેટલી વાર જઈ શકાય? જવાબ આપો. આ ભાઈ તમે જ હો. તમે શું કરો ? ફોનના સ્થાને રહેલ પ્રભુપ્રતિમાનાં દર્શન એકવાર કરીને મોબાઇલના સ્થાને રહેલ
પ્રભુનું નામસ્મરણ વારંવાર કરતા રહો ને?
७४
Page #75
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ શેને ? રમકડાનું કે દૂધનું ?
રમકડાંઓનો ખડકલો હતો એ બાળકની આસપાસ અને છતાં એ બાળકની આંખનાં આંસુ સુકાતાં નહોતાં. કારણ? એની પાસે દૂધ નહોતું.
એ બાળકની આસપાસ એક પણ રમકડું નહોતું અને છતાં એની પ્રસન્નતાનો પાર નહોતો. કારણ કે એને પર્યાપ્ત પ્રમાણમાં દૂધ ઉપલબ્ધ હતું. જવાબ આપો. મનને આકર્ષણ શેનું છે? રમકડાંના સ્થાને રહેલ ભૌતિક સામગ્રીઓનું કે પછી સુખના સ્થાને રહેલ દૂધનું? યાદ રાખજો. સાધનની વણઝાર ભોગીઓ પાસે હોય છે જ્યારે સુખની અનુભૂતિ ત્યાગીઓ પાસે હોય છે. રમકડાં જેવી સામગ્રીઓથી થોડાક સમય માટે મનને બહેલાવી શકાય છે પણ પ્રસન્નતાની અનુભૂતિ માટે તો ત્યાગના શરણે ગયાવિના ચાલવાનું જ નથી પૂછજો અંતઃકરણને. રમકડાં કે દૂધ?
Page #76
--------------------------------------------------------------------------
________________
મન ભરવું છે કે આત્માને બચાવી લેવો છે ?
ભૂખસખત લાગી હતી અને યુવકની નજર રસ્તાના નાક ઊભી રહેલ પાઉંભાજીની લારી પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. પગ એણે વાળ્યા એ લારી તરફ અને પેટ ભરીને એણે ખાઈ લીધા પાઉં-ભાજી! પણ કલાક જ પસાર થયો અને શરૂ થઈ ગયા અને ઝાડાઊલટી. દાખલ થઈ જવું પડ્યું અને હોંસ્પિટલમાં! જવાબ આપો.
પેટ ભરાઈ જાય પરંતુ સ્વાસ્થ્ય બગાડી નાખે એવાં દ્રવ્યોને જો પેટમાં પધરાવાય નહીં તો મન ભરાઈ જાય પરંતુ આત્માની પવિત્રતાને રફેદફે કરી નાખે, સુસંસ્કારોની હોળી કરી નાખે, સદ્ગુણોનું દેવાળું કાઢી નાખે એવાં પરિબળોના શરણે જવાય ખરું ? ટી.વી. પર આવતાં અતિ હલકટ કોટિનાં દશ્યો એ મનને ભરીને આત્માને બગાડી નાખતાં પરિબળો છે એનો ખ્યાલ ખરો ?
૭૬
Page #77
--------------------------------------------------------------------------
________________
ક્રોધ ન કર્યો, પણ પ્રેમ આપ્યો ?
ઘરે આવેલા મહેમાનની થાળીમાં આપણે કચરો ન મૂકીએ એ તો બરાબર છે પરંતુ મિઠાઈ ન મૂકીએ એ તો ન જ ચાલે ને
સ્કૂલમાં પાંચમા નંબરે પાસ થયેલ બાબાને લાફો ન લગાવી દઈએ એ તો બરાબર છે પણ એને કદરના બે શબ્દો પણ ન કહીએ એ તો ન જ ચાલે ને ?
કબૂલ,
આપણી અપેક્ષા તોડનાર પ્રત્યે આપણે ક્રોધ ન કર્યો પરંતુ આપણે એને પ્રેમ ન આપ્યો એનું શું ? ત્રાહિત વ્યક્તિની આપણે નિંદા ન કરી એ તો સરસ કર્યું પણ એનામાં રહેલ સદ્ભૂત પણ ગુણોની પ્રશંસાન કરી એનું શું ? કોક કારણસર આપણા સ્વાર્થમાં પ્રતિબંધક કીક બની ગયું. એના પ્રત્યે આપણે તિરસ્કાર ન કર્યો એ તો બરાબર પણ એના પ્રત્યેનો સદ્ભાવ આપણે ટકાવી નશક્યા એનું શું?
૭૭
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉંદર બિલાડીના શરણે ?
ઉંદરને મચ્છર કરડ્યો અને એના ત્રાસથી બચવા એ બિલાડીના શરણે ગયો ! એનું શું થયું હશે એ સુખેથી કલ્પી શકાય છે, સામેથી આવી રહેલ વાઘથી બચવા એ ગાંડીતૂર નદીમાં - પોતાને તરતાં નહોતું આવડતું તોય – કૂદી પડ્યો ! એની હાલત શી થઈ હશે એ કલ્પી શકાય છે.
મનનો ખાલીપો પૂરવા ટી.વી.ની સામે ગોઠવાઈ જવું સરળ છે, હતાશાને દૂર કરવા વ્યસનોના ચરણોમાં બેસી જવું સરળ છે, મનની એકલતાને દૂર કરવા ગંદા સાહિત્યને હાથમાં પકડી લેવું સરળ છે, દુઃખથી બચવા પાપના માર્ગ પર દોડતા રહેવું સરળ છે પણ એ તમામનો અંજામ કેટલો બધો ખતરનાક આવવાનો છે એ જાણવા સમજવા માટે તો પ્રભુની દૃષ્ટિને જ કામે લગાડવી પડે.
જવાબ આપો.
ઘર્મના ફળ માટે આપણે જે રીતે પ્રભુદૃષ્ટિને સ્વીકારી લીધી છે, પાપના ફળને પણ આપણે પ્રભુદૃષ્ટિથી જોવાનું ચાલુ કરી દીધું છે ખરું?
૭૮
Page #79
--------------------------------------------------------------------------
________________
સમ્યક્દેશ્યો જોઈએ કે સમ્યફદર્શન ?
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એ રહેતો હતો અને ઉદ્યાન નિહાળતા રહેવાના એના મનનાં અરમાનો હતા! એ દુ:ખી ન થાય તો બીજું શું થાય?
જ્યાં એ રહેતો ત્યાં એના ઘરની બંને બાજુ ખુલ્લી ગટર હતી અને એ ઇચ્છતો હતો કે ચોવીસેય કલાક પુષ્પોની સુવાસ મને અનુભવવા મળે ! એ વ્યથા ન અનુભવતો રહેતો બીજું થાય શું?
વિલાસના અને વાસનાના વાતાવરણ વચ્ચે જ રહેવાનું આપણાં લમણે ઝીંકાયેલું છે અને આપણે ઇચ્છીએ છીએ કે ચોવીસેય કલાક મને પવિત્ર દશ્યો જ જોવા મળતા રહે!લમણે હતાશા નઝીંકાતી રહે તો બીજું થાય શું?
જવાબ આપો.
આપણી ઇચ્છા કઈ ? સતત સમ્યક દશ્યો જ જોવા મળતા રહે એ કે પછી આપણે સમ્મદર્શનના સ્વામી બની જઈએ એ? આપણા પ્રયાસો શેના? સમ્યક દશ્યોને નિર્માણ કરવાના કે પછી સમ્યકદર્શનને પામી જવાના?
યાદ રાખજો . એકમાં સફળતા સંદિગ્ધ છે. બીજામાં નિષ્ફળતા સંદિગ્ધ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ખાધે-પીધે સુખી થવું છે કે પૈસે-ટકે ?
કબૂલ, વૈભવી વિસ્તારમાં એનો ફ્લેટ નહોતો. મોંઘી દાટ ગાડી એના ઘરના આંગણામાં નહોતી. મોંઘાદાટ વસ્ત્રો એનાં શરીર પર દેખાતા નહોતા. એનો મિત્રવર્ગ બહુ બહોળો નહોતો. સમાજમાં એની એવી કોઈ ખાસ પ્રતિષ્ઠા નહોતી અને છતાં એ પ્રસન્ન હતો. કારણ કે એ તંદુરસ્ત હતો.
વૈભવી વિસ્તારમાં એનું હેવાનું હતું. ૨ ગાડી, ૩બગલા, પ ફૅક્ટરી, ૨૫ કરોડનું ટર્ન-ઓવર, પ્રધાનો સાથે ગજબનાક ઘરોબો, એ એની આગવી ઓળખ હતી અને છતાં એના ચહેરા પર ચમક નહોતી કારણ કે ડાયાબીટીસ, કૉલસ્ટ્રોલ, લોહીનું ઊંચું દબાણ, અલ્સર વગેરે રોગો એના શરીરમાં ડેરા-તંબૂનાખીને બેસી ગયા હતા ! જવાબ આપો.
ઇચ્છા શી છે આપણી ? ખાધે-પીધે સુખી થવાની કે પૈસે ટકે સુખી થવાની? ગાડી બંગલાવિનાની તંદુરસ્તી આપણી પસંદગી છે કે પછી બીમાર અવસ્થા સાથેની ગાડી-બંગલા આપણી પસંદગી છે ?
८०
Page #81
--------------------------------------------------------------------------
________________
શિકાર શેના ? દુર્બુદ્ધિના કે અરુચિના ?
હાથમાં જે લાડવો છે એ ઝેરવાળો છે અને આ બાજુ વ્યક્તિને ભુખ સખત લાગી છે. પરિણામ?
મોત
હાથમાં જે લાડવો છે એ સંપૂર્ણ શુદ્ધ અને સ્વાદિષ્ટ છે. અને આ બાજુ વ્યક્તિની ભૂખસર્વથા મરી ગઈ છે. પરિણામ ?
મોત !
પુણ્યનો ઉદય આ બાજુ જોરદાર છે અને બીજી બાજુ મન કલ્પનાતીત હદે ભોગલંપટ છે, પરિણામ ? દુર્ગતિ !
સદ્દનિો અનેસલંબનોની આખી ને આખી ફોજ આ બાજુ આંખ સામે છે અને બીજી બાજુ દિલમાં ધર્મારાધનાની કોઈરુચિજ નથી.
પરિણામ? દુર્ગતિ !
જવાબ આપો. આપણી સ્થિતિ શી છે ? પુણ્યના ઉદયમાં દુર્બુદ્ધિ કેસિિનમાોની હાજરીમાં અરુચિ ? બંનેય જોખમી છે. જાતનો નંબર એમાં દેખાતો હોય તો બહાર નીકળી જવા જેવું છે.
૮૧
Page #82
--------------------------------------------------------------------------
________________
તો પ્રસન્નતા સાથે આપણે સંમત ખરા ?
કમાલ છે
ને ? અંદરની સચ્ચાઈને પ્રગટ કરી દેતા ઍક્સ-રે’માં માણસને કોણ જાણે કેમ પણ રુચિ જ નથી. ડૉક્ટર પાસે ગયા બાદ ડૉક્ટર તરફથી જો “ઍક્સ-રે’ કઢાવી લેવાની માણસને સલાહ મળે છે તો એને આનંદ થવાને બદલે ઊંડે ઊંડે પણ એને ભય રહે છે. “કાંક અંદરથી ગરબડ તો બહાર નહીં આવેને?” જવાબ આપો. સાચે જ આપણાં મનમાં જે કાંઈ ચાલી રહ્યું છે એની રજેરજની વિગત જાણનાર પરમાત્મા આપણી સામે જ હાજર થઈ જાય અને બધાયની વચ્ચે એ વિગત જાહેર કરવા તૈયાર થઈ જાય તો આપણે પૂર્ણ
પ્રસન્નતા સાથે
Page #83
--------------------------------------------------------------------------
________________
આપણે કેમેરા પ્રેમી તો નહીં ને ?
આપણને બરાબર ખ્યાલ છે કે કૅમેરો એક એવું સાધન છે કે જે ઘણું બધું નબળું છુપાવી શકે છે અને ન હોય એવું ઘણું બધું દેખાડી શકે છે. અને આમ છતાં આપણી ‘કૅમેરાપ્રીત’ નો કોઈ જોટો નથી. ‘મારો ફોટો કોક પાડી રહ્યું છે એવો આપણને ખ્યાલ આવ્યો નથી અને આપણે કેમેરા સામે ઊભા રહી જવા ઝવા નાખ્યા નથી. આપણામાં રહેલ નબળાઈઓ છુપાવી દેવાની કળા જેને હાથવગી હોય અને ન હોય આપણામાં જે ગુણો એને ચાલાકીથી રજૂ
કરવાની ઉસ્તાદી જેની પાસે હોય એવો કૅમેરા જેવો ખુશામતખોર આપણને નથી જ ગમતો એવું અંતઃકરણપૂર્વક કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?
૮૩
Page #84
--------------------------------------------------------------------------
________________
દુઃખ : આપણી જ અવળચંડાઈ, સુખ : પ્રભુની જ કરુણા
કમાલ છે ને આજના માણસની મનોવૃીિ ? પરિવારમાં કોકનાં લગ્ન હોય છે ત્યારે એ જે પત્રિકા લખે છે એમાં એમ છપાવે છે કે “આ લગ્ન અમે નિરધાર્યા છે અને પરિવારમાં કોકનું મરણ થઈ જાય છે ત્યારે એના સમાચાર સગા-વહાલાને પહોંચાડવામાં એ કાળા અક્ષરમાં જે પત્ર લખે છે એમાં એમ લખે છે કે “ભગવાનને ગમ્યું તે ખરું !' જવાબ આપો.
આપણને મળતી અનુકૂળતાને આપણે કોને ખાતે ખતવીએ છીએ ? પ્રભુની કરુણા ખાતે કે પછી આપણા બુદ્ધિકૌશલ્યપૂર્ણ પુરુષાર્થ ખાતે? આપણે લમણે ઝીંકાતી પ્રતિકૂળતા વખતે આપણે દોષનો ટોપલો
કોના માથે નાખી દઈએ છીએ? આપણાં અવળા પુરુષાર્થ ખાતે? આપણાં પાપકર્મના ઉદય ખાતે કે પછી પ્રભુની ઉપેક્ષા ખાતે? યાદ રાખજો, સુખ બધું જ પ્રભુની કરુણાનું ફળ છે અને દુઃખ બધું જ આપણીઅવળચંડાઈનો અંજામ છે. આ જ સાચો જવાબ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સુખપ્રાતિ : આશ્ચર્ય !
મંદીમાં કમાણી એ “આશ્ચર્ય' જ લાગે ને ? દૂષિત વાતાવરણ વચ્ચે ‘તંદુરસ્તી” એ કમાલ જ લાગે ને ? રણપ્રદેશમાં મીઠા પાણીનું ‘સરોવર’ એ ચમત્કાર જ લાગેને? જવાબ આપો. દુઃખમય આ સંસારમાં આપણને મળી રહેલ ‘સુખ' એ આપણને આશ્ચર્ય લાગે છે ખરું ? ગર્ભપાતની બોલબાલાવાળા આ યુગમાં આપણો થઈ ગયેલ જનમ એ આપણને ‘કમાલ’ લાગે છે ખરું ? રોગોના
જન્મદાતા અને જીવનદાતા આજના પ્રદૂષિત વાતાવરણમાં જળવાઈ રહેલ આપણાં શરીરની ‘નિરામય અવસ્થા' આપણને ચમત્કાર લાગે છે ખરી? જો આ તમામ પ્રશ્નોનો આપણો હકારાત્મક પ્રતિસાદ છે તો જ આપણે સ્વસ્થ છીએ. અન્યથા લમણે હતાશાના શિકાર બન્યા રહેવાનું નિશ્ચિત જ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧ધર્મનું ક્ષેત્ર શોધવા નીકળ્યા ?
એક ઘરાક સાથે ધંધાનો સોદો કરી લેવાના પ્રયાસમાં વેપારીને સફળતા ન મળી, એ બીજા ઘરાકની શોધમાં નીકળી પડ્યો. જે બાથરૂમમાં એ યુવક સ્નાન કરવા દાખલ થયો, એ બાથરૂમના નળમાં પાણી ન આવ્યું, એ યુવકબીજા બાથરૂમમાં દાખલ થઈ ગયો. જે હજામ પાસે એ વિદ્યાર્થી વાળ કપાવવા ગયો એ હજામ બીમાર હોવાથી સલુનમાં આવ્યો જ નહોતો. એ વિદ્યાર્થી બીજા યુવકને લઈને બીજા હજામ પાસે પહોંચી ગયો. જવાબ આપો. દાન કરવા માટે ચોક્કસ સ્થળે બેસતા ભિખારી પાસે તમે પહોંચી ગયા. પણ ભિખારી ત્યાં હતો જ નહીં. તમે બીજા ભિખારીને શોધવા નીકળો જ એ નક્કી ખરું?
જે ક્ષેત્રમાં તમે દાન કરવા માગતા હતા એ ક્ષેત્રમાં જરૂરી દાન આવી જ ગયું. તમે અન્ય સëત્રમાં દાન કરીને જ રહો એ નક્કી ખરું? ધંધા માટે ઘરાક જો બીજો શોધવા નીકળી શકાય તો દાનધર્મ માટે અન્ય સત્રને પકડી કેમ ન શકાય?
Page #87
--------------------------------------------------------------------------
________________
સબ-કુછ તમારા મગર હુકમ હમારા.
ઘણી છોકરીઓ જોયા બાદ ખૂબ વિચાર કરીને ગણતરીપૂર્વક એક છોકરી સાથે સંબંધ નક્કી કર્યો અને છતાં એ લગ્નજીવન પણ ભંગાણના આરે આવીને ઊભું રહી ગયું. બજારની રૂખને બરાબર સમજીને એક કંપનીના ૨૫ લાખના શૈર લીધા
અને છતાં એ ગૅરના ભાવ તળિયે જઈને બેઠા અને ૨૫ લાખની કિંમતના એ શૈર ૫ હજારની કિંમતનાં કાગળિયાં બની ગયા! જવાબ આપો.
સંસારનો આ સ્વભાવ - અહીં ગણતરીપૂર્વક બધું થતું નથી. પુણ્ય પ્રમાણે જ બધું થાય છે - એ સતત આંખ સામે ખરો? પ્રત્યેક કદમ ભલે ફૂંકી ફૂંકીને મૂકીએ, પુરુષાર્થ ભલે પ્રબળ કરીએ, ગણતરી ભલે બરાબર માંડીએ પણ ઇચ્છિત પરિણામ મળશે જ એ બિલકુલ નક્કી નહીં. “સબકુછ (પુરુષાર્થ] તુમ્હારા મગર હુકમ પિરિણામ] હમારા [કર્મ મુજબ જ]' આ સત્યને અસ્થિમજ્જા બનાવી દીધા વિના સમાધિ ટકી રહેવી સર્વથા અસંભવિત છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સમાધિની કળાના સ્વામી ખરા ?
દર્શક બનીને માણસ જો પિશ્ચર જોઈ શકે છે, નાટક જોઈ શકે છે, મેચ જોઈ શકે છે, સરકસ જોઈ શકે છે, ઘોડાઓની દોડ જોઈ શકે છે અને પોતાની સ્વસ્થતા પણ ટકાવી શકે છે.
તો પછી સ્વજીવનમાં બનતા જાતજાતના અને ભાતભાતના પ્રસંગોને દૃષ્ટા બનીને નિહાળતા રહેવામાં આપણને તકલીફ ક્યાં પડે છે? બૅટ્સમૅન શૂન્ય રને આઉટ થઈ ગયો છતાં સ્વસ્થતા ટકી રહી કારણ કે માણસ દર્શક હતો. ધંધામાં એક પણ રૂપિયાની આજે બોણી ન થઈ અને છતાં પ્રસન્નતા ટકાવી રાખવી છે એમ ને? દર્શક બની જાઓ. જવાબ આપો.
કદાચ તમે વાતચીતના અને ધંધાના ખેલાડી હશો. ક્રિકેટના અને ટેનિસના ખેલાડી પણ હશો પણ સમાધિ ટકાવી રાખવાના તમે ખેલાડી ખરા? સમાધિની કળાના તમે સ્વામી ખરા? જો હા, તો તમે જીવન જીતી ગયા છો!
Page #89
--------------------------------------------------------------------------
________________
ધર્મ ઃ વધારવો છે કે બચાવવો છે ?
સપડાઈ ગયો હતો એ શ્રીમંતનો નબીરો ગુંડાની ગલીમાં. આમ તો એ રૂપિયાની થપ્પીઓ લઈને નીકળ્યો હતો બજારમાં જવા માટે પણ ગફલતથી એના પગ વળી ગયા ગુંડાની ગલીમાં. અને જ્યારે એને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો ત્યારે એણે નક્કી કરી દીધું કે અહીં પૈસા કમાવાની મહેનત હવે કરવા જેવી નથી. જે પણ મહેનત કરવાની છે એ પૈસા બચાવવાની જ કરવાની છે. અને ચાલાકીપૂર્વક જુદી જુદી ગલીના વળાંકો પર વળતા રહીને એ મુખ્ય રસ્તા પર આવી ગયો, પૈસા બચાવી લેવામાં એ સફળ બનીગયો.
- ઘરેથી બહાર નીકળો છો તમે પ્રભુના મંદિરે જવા. દર્શન પ્રભુના કરીને તમે તમારી આંખને બનાવી દેવા માગો છો નિર્મળ પણ સબૂર ! મંદિરે પહોંચતા પહેલાં તમારી આંખ સામે આવતા રહે છે પિક્યરનાં અશ્લીલ પોસ્ટર્સ. એના પર તમારી નજર પડી નથી અને તમારું સમગ્રચેતનાતંત્ર વાસનાથી વ્યાપ્ત બન્યું નથી.
જવાબ આપો.
આવા સમયે તમે કરો શું? ધર્મ કરવાના પ્રયાસો કે ધર્મ બચાવી લેવાના પ્રયાસો? નિર્વિકારભાવની મૂડીને વધારવાના પ્રયાસો કે પવિત્રતાની જે પણ મૂડી હાથવગી છે એને ટકાવી રાખવાના પ્રયાસો?
Page #90
--------------------------------------------------------------------------
________________
ઝેરના આપણે સંગ્રાહક ?
એમ તો ખિસકોલી પણ જમીન પર જ ચાલતી-દોડતી રહે છે અને સર્પ પણ જમીન પર જ ચાલતો-ભાગતો રહે છે. આમ છતાં આપણે ખિસકોલીથી બિલકુલ ડરતા નથી જ્યારે સર્પ દૂરથી પણ નજરે ચડી જાય છે અને આપણે ભાગી છૂટીએ છીએ. કારણ? એક જ. ઝેરનો સંગ્રહ કરવાનું કામ સર્પ કરતો હોય છે, ખિસકોલી નહીં.
જવાબ આપો.
અનંતજ્ઞાનીઓએ ક્રોધને, વૈરને અને હિંસાને ઝેરની ઉપમા આપી છે એ આપણા ખ્યાલમાં ખરું? સર્પના શરીરમાં સંગ્રહિત થયેલું ઝેર ગમે તેટલું કાતિલ હશે તો ય એ ઝેરથી સર્પ તો નથી જ મરતો જ્યારે જીભ પર પ્રગટ થતું ક્રોધનું ઝેર, મનમાં સંગ્રહિત થતું વૈરનું ઝેર, આંખમાં ઝબકતું હિંસાનું ઝેર તો એના સંગ્રહ કરનારને જનમોજનમ મારતું રહે છે એનો આપણને ખ્યાલ ખરો? જો હા, તો એ ઝેરના આપણે સંગ્રાહક નથી જ એનિશ્ચિત ખરું?
Page #91
--------------------------------------------------------------------------
________________
અનુમાન આ જ કરીએ ને કે...
અચાનક તમારી નજર તમારા ઘરની બિલકુલ સામે જ રહેલા બિલ્ડિંગ પર ગઈ. પહેલા માળે ખુલ્લાં ઘરની બારીમાંથી તમને જે કાંઈ દેખાયું એ જોઈને તમે સ્તબ્ધ થઈ ગયા. સોફાસેટ પર બેસેલા ૨૪ વરસની વયના દીકરાના ગળામાં માતા-પિતા હાર પહેરાવી રહ્યા હતા. એની ત્રણેય બહેનો એના કપાળ પર તિલક કરી રહી હતી. બાળકો એના મુખમાં પેંડો આપી રહ્યા હતા.
સાચું બોલો. આ દૃશ્ય જોઈને તમે કલ્પના શેની કરો? આ જ ને કે એણે ચોક્કસ કંઈ એવું સારું કામ કર્યું હશે કે જેના કારણે પરિવારના સહુ સભ્યો અત્યારે એનું અભિવાદન કરી રહ્યા છે.
જવાબ આપો. આ જગતની કોઈ પણ વ્યક્તિને સુખી-સ્વસ્થ-મસ્ત અને તંદુરસ્ત જોઈને તમે આ જ અનુમાન કરો ને કે “નક્કી એણે આ જનમમાં કે ગત જનમમાં કંઈક તો સત્કાર્યો કર્યા જ છે કે જેના કારણે કુદરતે એને આટઆટલાં સુખો આપ્યા છે ! બાકી જો એના ચોપડે દુષ્કાર્યો જ નોંધાયા હોત તો તો કુદરત એની હાલત બગાડી નાખત પણ એને મળેલાં અને મળી રહેલાં સુખો એ નક્કી એનાં સત્કાર્યસેવનનું જ ફળ તમારું આ અનુમાન પાકું?
Page #92
--------------------------------------------------------------------------
________________
સજા કોના આધારે ?
ભલે, ગુનેગાર જગતની દૃષ્ટિએ ભારે અપરાધી છે. એણે આચરેલો ગુનો ભલે અનેક લોકોએ પોતાની સગી આંખે જોયો છે. સુપ્રીમ કોર્ટમાં એનો કેસ ભલે પાંચ વરસથી ચાલી રહ્યો છે. પણ, સુપ્રિમના ન્યાયાધીશ એનો જે પણ ચુકાદો
આપે છે એ ચુકાદો એમણે કાયદાની કલમના આધારે જ આપવો પડે છે,
પોતાની મરજીના આધારે નહીં. કબૂલ, સામી વ્યક્તિએ કારણ વિના આપણને હેરાન કરી છે. પાંચ લાખની આપણી ઉઘરાણી કારણ વિના એણે દબાવી રાખી છે. જે અપરાધ આપણે આચર્યો જ નથી એ અપરાધને આપણા નામે ચડાવીને સમાજ વચ્ચે એણે આપણને બદનામ કર્યા છે.
પણ જવાબ આપો. એની સામે આપણે જે પણ પગલાં
લઈએ, એને જે પણ સજા કરીએ એ પ્રભુની સલાહાનુસાર કે શાસ્ત્રાનુસાર જ કરીએ એ નક્કીખરું?
Page #93
--------------------------------------------------------------------------
________________
મેં ક્યાંક તો ગરબડ કરી જ હશે...
રસ્તા પરથી તમે પસાર થઈ રહ્યા હતા અને અચાનક તમારી નજર રસ્તાના નાકે રહેલ ખુલ્લી દુકાન પર પડી. પાંચ સાત યુવાનો ભેગા થઈને એક યુવાનને બેરહમીથી મારી રહ્યા હતા.
તમે ત્યાંથી ભલે આગળ તો નીકળી ગયા પણ એ દશ્ય જોયા બાદ
તમારા મનમાં એક કલ્પના તો અવશ્ય ઊભી થઈ હોય કે ‘એ યુવકે કાં તો દુકાનમાં પોતાનો હાથ અજમાવ્યો હશે અને કાં તો કોક યુવતીની છેડતી કરી હશે. એ સિવાય એના પર આવો સીતમ કોઈ ન જ ગુજારે.”
જવાબ આપો.
સ્વજીવનમાં જ્યારે પણ દુઃખો આવે છે ત્યારે આ વાત યાદ આવે છે ખરી કે નક્કી, કોક ને કોક ભવમાં મારા હાથે કંઈક નો અપરાધ થઈ જ ગયો હશે એ વિના મારા પર દુઃખો આવે જ શી રીતે ? કુદરતને મારા પર દુઃખો ઝીંકવાનો કોઈ શોખ નહીં હોય પણ મેં પોતે જ ભૂલ કરી હોય તો મને સજાતો થાય જ ને ?
૯૩
Page #94
--------------------------------------------------------------------------
________________
કિંમત આંકી ખરી ?
આકર્ષક બંગલો આંખ સામે આવી જીય અને પહેલો પ્રશ્ન મનમાં આજ ઊઠે કે ‘કેટલાનો બન્યો હશે?'
રસ્તા પરથી પસાર થઈ રહેલાં આકર્ષક ગાડી દેખાઈ જતાં મનમાં પહેલો પ્રશ્ન જ ઊઠે કે 'કેટલામાં આવી હશે?"
કોકના ઘરમાં રહેલ આકર્ષક ફર્નિચર ોતાવેંત મનમાં પહેલો પ્રશ્ન આ જ ઊઠવા લાગે કે 'કેટલામાં બન્યું હશે ?' જવાબ આપો. આ માનવ શરીર, એમાં ગોઠવાઈ ગયેલ આંખ, કાન, પગ, હાય, અને મન એ બધાંયનાં દર્શને-ઉપયોગે મનમાં આ પ્રશ્ન ક્યારેય ઊઠ્યો ખરો કે “આ બધાંયની કિંમત કેટલી ?' કદાચ એમ લાગે છે કે આ પ્રશ્ન ક્યારેય ઊઠ્યો નથી એવું જ આ પરિણામ છે કે આંખ ટી.વી. સામે, પગ થિયેટર તરફ, કાન નિંદામાં, મન દુર્વિકલ્પમાં અને શરીર આખું ય પાપો તરફ વળી ગયું છે.
૯૪
Page #95
--------------------------------------------------------------------------
________________
ચાર પગથિયાં ચડવા તૈયાર ?
હ હમણાં જ તો તમે ટાઇૉઇડની બીમારીમાંથી ઉઠ્યા હતા. શરીરમાં હજી જોઈએ તેવી શક્તિ પણ નહોતી. ખોરાક પણ હજી બરાબર લઈ શકાતો નહોતો અને છતાં અચાનક તમારા મિત્રો પાલીતાણાની યાત્રાએ જઈ રહ્યા હતા અને એ સહુએ તમારી સમક્ષ પડકાર ફેંક્યો, ‘શત્રુંજયની યાત્રા તું ચાલીને ચડીને કરે તો અમે માનીએ કે તું સાચો મર્દ છે. સાચો પ્રભુનો ભક્તછે.'
અને તમે એ પડકાર ઝીલી લીધો. પાલીતાણાની યાત્રા ચાલીને-ચડીને કરી લીધી. સાંભળ્યું છે કે તમારા સગાભાઈ સાથે છેલ્લા કેટલાક વખતથી બોલવા વ્યવહાર નથી. એના ઘરે તમે વરસોથી ગયા જ નથી.
જવાબ આપો. અશક્ત શરીરે શત્રુંજયનો પર્વત તમે ચડી ગયા છો. મન મજબૂત બનાવીને નાના ભાઈના ઘરનાં પાંચ પગથિયાં ચડી જવા તમે
તૈયાર ખરા
૯૫
Page #96
--------------------------------------------------------------------------
________________
અપરિચિતની નિંદામાં આપણે સામેલ ?
પૉસ્ટમૅને તમારા ઘરે આવીને પૂછ્યું, “ચીમનભાઈ તમારું જ નામ?” અને તમે ના પાડી. ‘મારું નામ તો રમેશભાઈ છે’ અને પૉસ્ટમૅન પોતાના હાથમાં રહેલ ચીમનભાઈના નામની ટપાલ લઈને આગળ નીકળી ગયો. જવાબ આપો. જેનો તમને પરિચય જ નથી, જેને તમે ક્યારેય મળ્યા પણ નથી, જેણે તમારા જીવનમાં કોઈ હસ્તક્ષેપ કર્યો જ નથી એવી વ્યક્તિ માટે તમારા કાને ગમે તેવી નબળી વાત આવે, હલકી વાતો આવે તો તમે એને ગાળો ન જ આપો, એની નિંદા ન જ કરો, એની થઈ રહેલ બદનામીમાં સામેલન જ થઈ જાઓ એ નક્કી ખરું? અપરિચિત વ્યક્તિની ટપાલ તમે ન લો તો પછી અપરિચિત વ્યક્તિની થઈ રહેલનિંદામાં તમે સામેલ શું કામ થાઓ?
Page #97
--------------------------------------------------------------------------
________________
વિધવા માં આપણો નંબર ?
જે સ્ત્રીનાં લમણે વૈધવ્ય ઝીંકાયું હોય છે એ સ્ત્રીનાં દર્શનને ‘અપશુકન માનનારા વર્ગની સંખ્યા અહીં નાનીસૂની નથી. એ વર્ગની એ માન્યતાની ચર્ચામાં ન પણ પડીએ તો ય એક વાત તો નિશ્ચિત છે કે જેનું સૌભાગ્ય નંદવાઈ ગયું હોય છે એના દર્શનને લોકો બને ત્યાં સુધી ટાળતા રહે છે.
જવાબ આપો. મગજ જેનું સતત ગરમ જ રહેતું હોય, વાતે વાતે જેનાં મુખમાંથી કઠોર શબ્દો નીકળતા હોય, ક્રોધ જેની જીવનશૈલી બની ગયો હોય, એની સોબત તમે ઝંખો ખરા? એની સાથે દોસ્તી તમે કરો ખરા? એનાં દર્શનમાં તમે પ્રસન્નતા અનુભવો ખરા? જો ના, તો આનો અર્થ તો એટલો જ થયો કે ક્રોધથી વ્યક્તિનું સૌભાગ્ય નંદવાઈ જાય છે. આવી ‘વિધવા માં આપણો નંબર નહીંને?
Page #98
--------------------------------------------------------------------------
________________
નામચીન કે નામાંકિત ?
એ માણસનું નામ કોના મોઢે નહોતું એ પ્રશ્ન હતો કારણ કે એ માણસ નામચીન હતો. એનું નામ સાંભળવા માત્રથી લોકો ડરતા હતો.
એ માણસ નામાંકિત હતો કારણ કે સત્કાર્યોની વણઝાર એ જ તો એની જીવનશૈલી હતી. અને એટલા જ માટે લોકો એનું નામ પૂર્ણ આદર સાથે લેતા હતા. જવાબ આપો. કઈ દિશા તરફ અત્યારે આપણું જીવન ચાલી રહ્યું છે? મનમાં જાગતી તમામ ઇચ્છાઓ જો સફળ બની જાય તો આપણને પદવી કઈ મળે ? નામચીનની કે પછી નામાંકિતની ? યાદ રાખજો, નામચીનને લોકો ઓળખે છે જ્યારે નામાંકિતને તો લોકો ચાહે છે!
Page #99
--------------------------------------------------------------------------
________________
આ બેવકૂફી કરો ખરા ?
રસ્તા પર તમે અને તમારી પત્ની સાથે જ ચાલી રહ્યા હો
અને કોક ખુણામાં ઊભેલાં અન્ય પતિ-પત્ની તમારા બંનેની નજરે ચડી જાય. તમે એ સ્ત્રી સામે અને તમારી પત્ની એ પુરુષ સામે એ તાકીતાકીને જોયા જ કરો એવું બને ખરું ?
એ
જો હગિજ નહીં તો
જવાબ આપો.
તમે બન્ને જણા ટી.વી.ના પડદે એવું કાંઈ જ જોતા નથી ને કે જેના દુષ્પરિણામે તમને બંનેને એક બીજા પ્રત્યે નફરત પેદા થતી જ રહે ! તમારી પત્ની બાજુમાં બેઠી હોય અને તમે કોક નખરાબાજ સ્ત્રીને ટી.વી.ને પડદે ડોળા ફાડીને જોતા રહો ? તમે ખુદ તમારી પત્નીની બાજુમાં બેઠા હો અને છતાં તમારી પત્ની કોક લફરાબાજ પુરુષને ટી.વી.ને પડદે વાસનાભૂખી નજરે જોયા કરે ? કમાલ !
૯૯
Page #100
--------------------------------------------------------------------------
________________ એ બધું ય મારું જ સર્જન છે કાટ લોખંડમાંથી જ પેદા થાય છે એનો તો આપણને ખ્યાલ છે, ઊધઈ કાગળમાંથી જ પેદા થાય છે એનો ય આપણને ખ્યાલ છે. પાણી વાદળમાંથી જ ટપકે છે એનો ય આપણને ખ્યાલ છે. રોગ આપણા શરીરમાં જ પેદા થાય છે એની ય આપણને સમજ છે. પરંતુ જવાબ આપો. જીવનમાં જે પણ તકલીફો કે અગવડો છે, દુઃખો કે કષ્ટો છે એ બધાંય મારા પોતાના જ સર્જન છે એની આપણને સમજ છે ખરી? જો હા, તો અગવડોના એ સમયમાં આ સમજના સહારે આપણે સમાધિ ટકાવી જ રાખીએ છીએ એ નક્કીખરું? 100